________________
સફળતાના પ્રથમ પગથિયે
રા વખતે શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ જગાભાઈ ભેગીલાલ વગેરેના નામને પાકો દસ્તાવેજ કરવામાં આવ્યો. આપાભાઈ પાસેથી એમની જમીન અઘાટ વેચાણ લઈ લીધી.
“શુમજી શીઝ' એ ન્યાયે આ જમીનમાં દેરાસર બાંધવાનો નિર્ણય લેવા. (જો કે -હજી પેલી જમીન માટે પ્રયાસો તે ચાલુ જ હતા.) બંને ગૃહસ્થાએ વિનંતિ કરતાં કહ્યું : સાહેબ ! આપની આજ્ઞા હેય તે આ જમીનમાં જિન મંદિરનું ખાત મુહૂર્ત તથા શિલા સ્થાપન કરીએ. તેને માટે શુભ મુહૂર્ત ફરમાવે.
પૂજ્યશ્રીએ પણ શુભ મુહૂર્ત કાઢી આપ્યું. મુહૂર્તને મંગલ દિવસ હત-શ્રાવણ સુદ ૧ . (સં. ૧૯૮૫)
આ પછી પૂજ્યશ્રીની રજા લઈને તેઓ કદંબગિરિ ગયા. પૂજ્યશ્રી પણ ત્યાંથી વિહાર કરીને મહુવા માસા માટે પધાર્યા.
ગત વર્ષે પૂજ્યશ્રી ખંભાતમાં બિરાજમાન હતા, તે વખતે મહુવામાં વસુલાતી ખાતાના અધિકારી તથા મહાકવિ શ્રી દલપતરામ ડાહ્યાભાઈના પુત્ર શ્રી છોટમલાલભાઈ વગેરે પૂજ્યશ્રીની ચોમેર પ્રસરેલી ખ્યાતિથી પ્રભાવિત થઈને પૂજ્યશ્રીની જન્મભૂમિના દર્શન કરવા આવેલા. તેમણે શ્રાવકને ખાસ ભલામણ કરી કે-“મહારાજજી જેવા મહાન પુરુષના જન્મસ્થાનમાં સારામાં સારું કાર્ય કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ પૂજ્યશ્રીને મહવા પધારવાનો વિનંતિપત્ર પણ લખેલો. આ પત્રથી પૂજ્યશ્રીના શિષ્યરત્નના મનમાં પૂર્ણ ભાવના થયેલી કે-આપણે મહુવા જઈએ તે ગુરૂ મહારાજના જન્મસ્થાનમાં કોઈ સુંદર–સ્થાયી કાર્ય કરાવીએ.
આજે તેઓની ભાવના સફળ બનાવવાનો અવસર આવી પહોંચ્યું હતું. મહુવામાં પૂજ્ય શ્રી પ્રવેશ થયે, તે દિવસે તેઓશ્રીના શિષ્ય સમુદાયે નિર્ણય કર્યો કે-ગુરૂભગવંતના જન્મસ્થાનના દર્શન કર્યા પછી જ પચ્ચખાણ પારવું.
તે અનુસાર–વ્યાખ્યાનાદિ પતી ગયા પછી તેઓ એ પવિત્ર સ્થાનના દર્શને ગયા. એ વખતે તેઓને વિચાર થયો કે-આ સ્થાન ઉપર એક નાનું પણ સુંદર દેરાસર બંધાય તે ઘણું ઉત્તમ. આ વિચાર કરીને તેઓ ઉપાશ્રયે આવ્યા.
દેવયોગે આ વખતે શેઠ જમનાભાઈ ભગુભાઈના ધર્મપત્ની શ્રી માણેકબેન તથા શા. દેલતચંદ ગિરધરવાળા બબાભાઈ વગેરે પૂજ્યશ્રીના વંદનાથે આવ્યા. તેઓને આ અંગે ઉપદેશ ફરમાવતાં બબાભાઈએ એક હજાર રૂપિયા આપીને ટીપ શરૂ કરી. અન્ય ગૃહસ્થોએ પણ સારી રકમ નોંધાવતા તે જ વખતે રૂા. પાંચ હજાર એકત્ર થયા
શ્રાવણ માસમાં પૂજ્યશ્રીના જન્મસ્થાને જિનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ તરફ કદંબગિરિજીમાં શ્રાવણ સુદિ ૧૦ ના મંગલ દિવસે ખનનનું વિધાન ચાલી રહ્યું છે.
વિધિકારકે શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક વિધાન કરાવી રહ્યાં છે. લગભગ વિધિ પૂર્ણ થવા આવ્યા છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org