________________
શાસન
એક પછી એક સૌને મળીને વાત કરી, કે–અમારે આ જમીન વેચાતી લેવી છે. તમારે જોઇએ તે કંમત લે અને અમને આપે. અમારે ત્યાં દેશસર માંધવુ છે.
૧૨૦
પણ આ તેા ગરાસિયાની જાત. મનમાં જો ન ભરાઇ જાય તેા પછી સીંદરી મળે, પણ વળ ન છેાડે, એવી વાત. બધાંએ કહી દીધું કે અમારી ઈચ્છા નથી.
આપાભાઈ જેવાં બેચાર જણાની ઇચ્છા હતી. પણ ખધાંએ ના પાડી, ને જો એ હા પાડે તે પછી મારામારી સિવાય બીજી વાત જ ન રહે. એટલે એ બીકે એમણે પણ ના પાડી. ઘણી મહેનત કરી. પણ કેાઈ સમજ્યું જ નહિ. છેવટે અને ગૃહસ્થા આપાભાઈ કામળિયા પાસે ગયા અને તેમને સમજાવીને કહ્યુ : આપાભાઈ ! હવે તે આ જમીન અપાવવી તમારા જ હાથમાં છે.
“પણ ભા ! એમાં હું શું કરૂ ? મારા એકલા હાથની વાત હેાત તા આ ઘડીયે જ પતાવી દેત. કોઇને પૂછવાય ના રે'ત. પણ આ ત। ૧૯-૧૯ દરમારાની ઝિયારી જમીન. એમાં મારૂ' એકલનું શુ ચાલે ? હા ! તમે એ બધાંયની મંજૂરી લઇ આવા પછી બચ્ હું પતાવી દૃઈશ.'' આપાભાઈએ કહ્યું.
“એ જ પંચાત છે ને ? એ બધાંયને કેટલાં સમજાવ્યા. પણ ન સમજ્યા ત્યારે તમારી પાસે આવ્યા. તમે ગામમાં મોટાં ને તાલુકદાર ગણાવ. એ અઢાર તમારી પાસે ખેલતા વિચાર કરે, અને તેમાંય તમે તે પૂજ્યપાદ ગુરૂભગવ'તના પરમ ભક્ત છે. માટે તમારે આમાં કાંઇક રસ્તા તા કાઢવા જ પડશે.” વકીલ-કામદારે કહ્યુ.
ભા ! વાત તો તમારી સાચી. તમને આ જમીન મળે એમાં મારાથી ખનતું હું બધુંય કરૂ'. અરે ! મારી સહી પણ કરી દઉ' દસ્તાવેજમાં. પણ હું માટે તૈય એકલે, ને આલ્યા રહ્યા અઢાર. જો એમને ખબર પડે કે આપાભાઈએ જમીનની મજૂરી આપી દીધી છે, તે તે પછી મારે આંહી ઉભાં રે'વુંય ભારે થઇ પડે. હાં ! એક રસ્તા જડે છે. એ જમીન ન મળે તે કાંઇ નહિ, પણ તમે મારી ભેગાં હાલા. એ જમીનની ખાજુમાં જ મારી સ્વતંત્ર માલિકીની જમીન છે. એ તમને ગમે તે હું આપી ઉ.’
“ આપાભાઈ! અમારે તે। તીતા કાળીનું સ્વપ્નું' સાચું કરવું છે. એ જમીનમાં સાચેસાચ ભગવાન પધરાવીને ઘીના દીવા કરવા છે. જ્યારથી એ સ્વપ્નાની વાત સાંભળી, ત્યારથી પૂજ્ય ગુરૂમહારાજશ્રીજીના મનમાં અને અમારા મનમાં આ એકજ ઝંખના છે. પણ હાલ તે એ તાત્કાલિક શક્ય લાગતુ' નથી. ચાલા ! અત્યારે તમારી જમીન તા દેખાડા. પસંદ પડે તા એ લઈ લઈએ. આજ એ મળશે તે કાલ મૂળ જમીનેય દાદાની કૃપાથી મળી રહેશે.'’ વકીલ-કામદારે કહ્યુ. અને બધાં ઉપડયાં જમીન જોવા.
જમીન જોઈ. બન્ને ગૃહસ્થાને ગમી ગઈ. આપાભાઈની પણ રાજીખુશીથી આપવાની ઈચ્છા હતી.
એટલે તરતજ વકીલ–કામદાર-આપાભાઈ તથા ચાકના થાણુદાર સાહેષ, શ્રી નરભેરામભાઈ વગેરે પૂજ્યશ્રી પાસે ગયા. પૂજ્યશ્રી અત્યારે ‘દાઠા’ગામે બિરાજતા હતા. ત્યાં અધી વાત રજૂ કરી. પૂજ્યશ્રીએ પણ આપાભાઈની જમીન લેવા અનુમત્તિ સૂચવી. એટલે તે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org