________________
२१२
શાસનસમ્રાટું
- આ પૂર્વે અપાર ભીડ અને ધક્કામુક્કીમાં પણ પૂજ્યશ્રીની સાથે શાન્તભાવે ચાલતા વયેવૃદ્ધ શ્રી પટ્ટણી સાહેબને કેઈકે કહ્યું કે સાહેબ ! આ ભયાનક ભીડમાં આપને ઘણી ભીંસ પડશે, માટે આમાંથી નીકળીને બહાર પધારે.
આ સાંભળીને પટ્ટણી સાહેબ કહે : અહીં હું એક સત્તાધીશ તરીકે નથી આવ્યું. પણ એક ધર્મકાર્યમાં ભાગ લેવા આવ્યો છું. અત્યારે હું પૂજ્ય મહારાજશ્રી તથા સંઘવીજીના કબજામાં છું. તેઓશ્રીની આજ્ઞા જ અત્યારે સર્વોપરિ છે.” આમ કહીને તેઓ ત્રણ દરવાજા સુધી નિરાંતે ફર્યા, ત્યાંથી તેઓને આગળ લઈ જવામાં આવ્યા.
સંઘને પહેલે પડાવ જૈન સેસાયટીમાં કરે કે જૈન મરચંટ સોસાયટીમાં ? એ પ્રશ્ન ઉપસ્થિત થયે. બને સાયટીવાળા ભાઈઓ પિતાને ત્યાં પધારવાને અતિ આગ્રહ કરી રહ્યા હતા. છેવટે–જેન સોસાયટીવાળાને આદેશ અપાયો. સંઘ ત્યાં પધાર્યો. ત્યાં ત્રણ દિવસ સકામ કર્યો. ત્રણેય દિવસ જન સોસાયટીવાળાએ સંઘની સર્વ ભક્તિ કરીને મહાન લાભ મેળવ્યું. આગળ મુકામેની ગોઠવણ અને સગવડ બરાબર થઈ જતાં માગશર વદ તેરસે સંઘ સરખેજ આવ્યું. ત્યાં બે દિવસ રહીને ધોળકા આ..
સંઘને પડાવ જ્યાં નાખવાનું હોય, એ જગ્યા “મનસુખનગરમાં ફેરવાઈ જતી. ભવ્ય કમાનથી સુશોભિત ત્રણ પ્રવેશદ્વારવાળા આ મનસુખનગરની મધ્યમાં “માણેક ચોક રચાતે, એમાં ચાંદીનું નાજુક છતાં સુંદર જિનાલય બેઠવાતું. એની પાછળ પિલિસ થાણું રહેતું, અને ચતરફ યાત્રિકના તંબૂઓ તથા રાવટીઓ છવાઈ જતાં. એમાં સર્વપ્રથમ સંઘપતિને સુવર્ણ કળશથી શેભતો વિશાળ, રજવાડી ઠાઠયુક્ત તંબૂ નખાતે. પછી કચેરી વગેરેના તંબૂઓ, તેની સામે પૂજ્યશ્રી માટે વિશાળ તંબૂ, પછી સાગરજી મ. આદિ સૂરિવરો અને સર્વ મુનિવરો માટેના નાના મોટાં તંબૂએ નખાતા. એ બધાંની ફરતાં યાત્રાળુ ગૃહસ્થોના ત રહેતાં. અને એક નિરાળી છતાં મધ્યવતી જગ્યામાં સાધ્વગણને ઉતારે અપાતે. એકંદર ૭૫ મોટાં તંબૂઓ અને ૧૫૦૦ ઉપરાંત નાની મોટી રાવટીઓ વગેરે બહોળું સાધન હતું. પ્રત્યેક સાધન બેવડું હતું. એટલે આગલા મુકામની રચના એક દિવસ અગાઉ જ થઈ જતી. આથી બીજા દિવસે સંઘ ત્યાં પહોંચે ત્યારે અગવડ વેઠવી ન પડતી. ભાવનગર અને ધ્રાંગધ્રા વગેરે રાજ્યના ભક્તિપૂર્ણ સહગનું એ પરિણામ હતું.
જ્યાં જ્યાં સંઘને પડાવ થાય, ત્યાં એક વિજયી મહારાજાની છાવણની શોભા જામી જતી. દડમજલ કરત સંઘ એક પછી એક મુકામ વટાવતે આગળ વધવા લાગ્યો. લીંબડી આવ્યું. સંઘ જે જે ગામે આવતા, તે તે ગામના ઠાકર-દિવાન વગેરે રાજશાસકે ઘણા ઉમંગથી સંઘને સત્કાર કરતાં, અને જોઈતી સઘળી સગવડ કરી આપતાં. પૂજ્યશ્રીની સર્વતંત્ર સ્વતંત્ર પ્રતિભા અને સંઘવીજીની ઉદારતા સૌ કોઈને આકર્ષતી હતી. લીંબડીમાં સંઘ આવ્યા, ત્યારે ત્યાંના મહાજને તથા મહારાજા શ્રી દોલતસિંહજીએ સ્ટેટના સમગ્ર સાજ સાથે સંઘનું દબદબાભર્યું સામૈયું કર્યું. આ સામૈયું જેવા સમગ્ર ઝાલાવાડ-લીંબડીમાં ઠલવાયું હતું. વઢવાણથી તે એક સ્પેશ્યલ ટ્રેન સંઘ-દર્શન માટે આવી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org