________________
[૫૬]
વાર્ધક્યને કાઠે
તિથિચર્ચાના ઉકળતા ચરૂ જેવા પ્રશ્નને કારણે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય સંઘનું વાતાવરણ ઘણું કલુષિત બન્યું હતું. એ કલુષિતતાને દૂર કરવા માટે નવા તિથિપક્ષના વૃદ્ધપુરુષ પણ ઘણું ઉત્સુક હતા. તેઓ એ માટે યેગ્ય પ્રયત્ન કરતાં હતાં. પણ તેમના આંતરિક પરિબળે જ તેમના એ પ્રયત્નને નાકામયાબ બનાવતા હતાં. એ પરિબળે ભેદમાં માનતા હતા, ઐક્યમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષેના પ્રયત્નોના ફળમાં નિરાશા જ મળતી.
આ વર્ષે પણ એવું બન્યું. સં. ૨૦૦૦ના આ ચેમાસામાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સપરિવાર ખંભાતમાં જૈનશાળાના ઉપાશ્રયે બિરાજમાન હતા. તેઓની ભાવના હતી કે પ્રસ્તુત પ્રશ્નને કેઈ પણ પ્રકારે ઉકેલ આવે.
આ પ્રશ્નને ઉકેલ લાવવાને એક સંગીન–સુંદર છતાં નિષ્ફળ પ્રયત્ન આ ચાતુર્માસ દરમિયાન થયે. બન્યું એવું કે-પર્યુષણ પર્વની આરાધના ભંપળના ઉપાશ્રયે કરાવવા માટે પૂજ્યશ્રી આદિ ખારવાડાની શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં પધાર્યા હતા. દર્શન કરવા માટે હંમેશાં સવારે પૂજ્યશ્રી શ્રી સ્તંભન પાર્શ્વનાથના જિનાલયે પધારતાં. પૂ. શ્રીલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ દર્શન માટે આવતાં.
એક દિવસ અચાનક જ બને પૂજ્ય દેરાસરની બહાર ભેગાં થઈ ગયાં. શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પૂજ્યશ્રીને હાથ ઝાલીને પગથિયાં ચડ્યાં. દેરાસરમાં બધાએ સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. તે પછી બહાર નીકળીને પગથિયા ઉતરતાં ઉતરતાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને કહ્યું: “તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. અને મારી ઉંમર પણ વૃદ્ધ થઈ છે. હવે આ તિથિને ઝઘડે પતી જાય તે સારૂં.”
આના જવાબમાં પૂજ્યશ્રીએ તરત કહ્યું: “તમે જેમ કહે તેમ આપણે કરીએ. હું એ માટે તૈયાર જ છું.”
આટલી વાત કરી અને પૂજ્ય પુરુષ છૂટાં પડ્યાં. પણ તે વખતે બન્નેના ચિત્તમાં એક પ્રકારને વિશિષ્ટ આનંદ-તિથિચર્ચાના અનિચ્છનીય કલેશને દૂર કરવાને હતે.
પર્યુષણ પૂરાં થયાના બીજે જ દિવસે શ્રીવિજયલક્ષમણસૂરિજી મ., શ્રીવિક્રમવિજ્યજી મ. (હાલ આચાર્ય), તથા શ્રી ભાસ્કરવિજયજી મ. વગેરે મુનિરાજે પૂજ્યશ્રી પાસે જ્ઞાનશાળામાં આવ્યા. શ્રી લક્ષ્મણસૂરિમહારાજે વાતની શરૂઆત કરતાં કહ્યું કે “તિથિ બાબતને કલેશ દૂર કરવા આપણે કઈ રીતે કરવું? કયે રસ્તો લે ? તે અંગે આપ દેરવણી આપે.”
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “શ્રીલબ્ધિસૂરિજી મહારાજ જે રીતે કહે તે રીતે હું તૈયાર જ છું. મેં તંભનાજીમાં પણ આ જ કહ્યું છે.”
પરસ્પર પ્રતિ કેટલે અડગ વિશ્વાસ હશે એ બને પૂજ્ય પુરુષમાં ? શ્રી લક્ષમણુસૂરિજી મ. એ શ્રીનંદનસૂરિજી મ. તરફ જોઈને કહ્યું “આપ કાંઈરસ્તો બતાવો.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org