________________
૩૦૬
શાસનસમ્રાટું
અને બન્યું પણ એમ જ. પૂજ્યશ્રીએ આ સંગમાં આ વર્ષે વઢવાણ જવાની ના
ફ૨માવી.
શાન્તિસદનથી પાછા ફરી શેઠ ભગુભાઈ સુતરિયાના બંગલે તેમના આગ્રહથી સાત દિવસ રહ્યા. ત્યાંથી જૈન સેસાયટીમાં પધાર્યા. ત્યાં શા. રતિલાલ કેશવલાલે અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. આ પ્રસંગે સત કુલચંદ છગનલાલના સંસારી સુપુત્રી - સાધ્વીજી શ્રીહેતપ્રભાશ્રીજી મ. ને પૂજ્યશ્રીએ વડીદીક્ષા પણ આપી.
અહીં અમદાવાદને સંઘ ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. સાબરમતી-રામનગરના સંઘની પણ વિનંતિ હતી. એમને ગઈ સાલથી આગ્રહ હોવાથી, તેમજ અમદાવાદમાં બે
માસાં કર્યા હોવાથી પૂજ્યશ્રીએ સાબરમતી-સંઘની વિનંતિ સ્વીકારી. અને ફર્લાગ– ફર્લાગ જેટલે વિહાર કરી, તે તે ગૃહસ્થના આગ્રહથી તેમના બંગલે સ્થિરતા કરતાં કરતાં બાર મુકામે સાબરમતી પધાર્યા.
અવસ્થાને કારણે અશક્તિનું પ્રમાણ દિનાનુદિન વધતું હતું. હવે તે બે માણસ ઝાલી રાખે ત્યારે જ ચાલી શકે, એવી નબળાઈ આવી ગઈ હતી. તબિયતની ગ્લાનિ મુખ પર વર્તાતી હતી. તે પણ તેઓશ્રીનું મબળ ગજબનું મક્કમ હતું. શિષ્યગણ અને ભક્તગણ વારંવાર ડોળીના ઉપયોગ માટે વિનવતે. પણ પૂજ્યશ્રી પૂરી મક્કમતાથી ના જ પાડતાં. અને બે ફર્લાંગ, પણ ચાલીને જ જતાં.
સં. ૨૦૦૩નું માસુ સાબરમતી-રામનગરમાં બિરાજ્યા. અહીંના સંઘ પર પૂજ્યશ્રીના અસીમ ઉપકારો હતા. સંઘની સવાઁમુખી આબાદીમાં પૂજ્યશ્રીને પુણ્યપ્રભાવ જ મુખ્ય કારણ છે, એ વાત આજે પણ ત્યાંના વૃદ્ધ આગેવાને-શ્રાવકો નિઃશંકપણે કબૂલે છે. એક જમાનામાં આ સાબરમતીમાં જૈનાના આઠ ઘર પણ પરાણે હતાં. પણ પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે એ ક્ષેત્રના ભાગ્ય જાગ્યા. એના ફલસ્વરૂપે–આજે એ જ સાબરમતીમાં સુખ-સંપત્તિ અને ધર્મશ્રદ્ધા ધરાવનાર આઠસે ઉપરાંત શ્રાવક-ઘરની વસતિ છે. - દર રવિવારે પૂજ્યશ્રીના દર્શન માટે શહેરમાંથી ૧૦૦-૧૨૫ માણસે આવતાં જ રહેતાં. બહારગામથી પણ સેંકડો ભાવિકો આવ્યા કરતાં. એ બધાંની ભક્તિને લાભ સત્યવાદી શા. જસવંતલાલ મણિલાલ વગેરે ભક્તિવાળા ભાવિકો ઘણી હોંશપૂર્વક લેતા હતાં.
ચાતુર્માસ-સમાપ્તિ પ્રસંગે જસવંતલાલ મણિલાલ સત્યવાહીની વિનંતિ થતાં તેમને ત્યાં ઠાણુઓ ઠાણું કર્યું. તેમણે તે પ્રસંગે ઉદ્યાપન મહત્સવ કર્યો.
આ પ્રસંગે ભાવનગરથી શેઠ ભેગીલાલ મગનલાલ, વેરા ખાંતિલાલ અમરચંદ, પાલિ. તાણાથી નગરશેઠ વનમાળીદાસ, મોદી ધરમશી જસરાજ વગેરે આવ્યા હતા. વઢવાણના આગેવાનો પણ આવેલા. તેઓ તે એક જ આગ્રહ લઈને બેઠાં કે–આ વખતે તે કઈ પણ હિસાબે આપને વઢવાણ પધારવું પડશે. અમારે આપની નિશ્રામાં જ પ્રતિષ્ઠા કરવાની છે. અમારા પર તથા ઝાલાવાડના ગામો પર આપને અનહદ ઉપકાર છે. તેમાં વિશેષ વૃદ્ધિ કરવા માટે પણ આપ ત્યાં પધારે જ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org