________________
વાકયને કાંઠે
૨૯૯
જવામમાં વ્યાજબી માર્ગ દેખાડતાં શ્રીનંદનસૂરિજી મહારાજે કહ્યું કેઃ “ સ. ૧૯૯૨ પહેલાં આપણે કઈ એ પણ તપાગચ્છમાં એ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ કે અમાસ કયારેય કરેલ નથી. તેમજ બીજ, વગેરે પતિથિને ક્ષય પણ કર્યાં નથી. લૌકિક પંચાંગમાં ખીજ વગેરે તિથિની વૃદ્ધિ કે ક્ષય હાય તે પણ આરાધનામાં એ મારે પતિથિની વૃદ્ધિ હાનિ આપણે કરી નથી, અને કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. હવે એ પ્રણાલિકામાં સ’. ૧૯૯૨માં તથા ૧૯૯૩માં ભાદરવા શુદ પાંચમ એ કરી, સંવત્સરી જુદી કરીને પહેલા ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યાં, અને તિથિમાં મતભેદ પાડ્યો. એથી કલેશની પરપરા વધી. એટલે હવે-તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ હાનિ છેડી દેવી જોઈ એ. એમ થવાથી આ તિથિચર્ચાના અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણના અંત પણ આપે।આપ આવી જાય છે. આ એક રસ્તા છે.
ખીજા રસ્તા એ છે કે-૧૯૯૨-૯૩માં રામચંદ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી, અને તપાગચ્છના તમામ આચાર્ચીને જણાવ્યા વિના તથા તેમની સ`મતિ વિના કરી છે. તા તે ૧૯૯૨-૯૩ની સંવત્સરી શાસ્ત્ર અને પર પરા પ્રમાણે વ્યાજમી છે, તેમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તેા તિથિચર્ચાના અત આવે.',
આ બન્ને માના પ્રત્યુત્તરમાં શ્રી લક્ષ્મણુસૂરિજી મ. કહે કે : હુવે શાસ્રા વગેરેની વાત જવા દો. અને ખીજે કાઈ રસ્તા બતાવેા.”
ત્યારે શ્રીન ંદનસૂરિજી મ. એ જણાવ્યું કે : “આ સિવાય ખીજો રસ્તો મારી પાસે નથી. હવે તા તમે જ માગ કાઢો.’’
પ્રથમ દિવસે આટલી વાત થઈ. બીજા દિવસે તેઓ પુનઃ પૂજ્યશ્રી પાસે આવ્યા અને આગલા દિવસના અનુસંધાનમાં વાત પ્રારંભી. તેમણે કહ્યુ : કાઈ મા નીકળે તે સારું.'
ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું: “લબ્ધિસૂરિજીના શે વિચાર છે ?”
તેમણે શ્રીલબ્ધિસૂરિજી મ. ના વિચાર રજૂ કરતાં કહ્યુ` કે: “સાહેખ ! મને એમ લાગે છે કે આપશ્રી તથા અમારા ગુરુદેવ-મને મળીને સંવત્સરી અને તિથિ બાબતમાં જૈ એક નિણ્ય આપે તે સÖમાન્ય ગણાય. તે નિણ્ ય તપાગચ્છના તમામ આચાર્યોં–ઉપાધ્યાય –સાધુઓ–શ્રાવક અને શ્રાવિકાએ કબૂલ રાખે.”
પૂજ્યશ્રીએ આ વિચારને યાગ્ય ગણાવતાં કહ્યું કે : “આમ કરવામાં કાઈ જાતના વાંધા નથી. લબ્ધિસૂરિજી મહારાજના વિચાર આ રીતે હાય તા હું' પણ તેમાં સંમત છું. હવે એક વાત નકકી કરો કે—તમારાવાળા મુખ્ય મુખ્ય આચાર્યાંની તમારે લેખિત સહીઓ લાવવાની અને અમારે અમારાવાળા મુખ્ય મુખ્ય આચાર્યંની લેખિત સહીએ લાવવાની.”
પૂજ્યશ્રીની આ વાતને વધાવતાં શ્રી લક્ષ્મણુસૂરિજી મહારાજ કહે કે : “આપની વાત ખરાખર છે, અને અમારે એ કબૂલ છે.” પછી તેમણે એક શંકા વ્યકત કરી કે : “સાહેખ ! જો કે આપ બન્નેમાં કાઈ જાતના મતભેદ રહેવાના નથી. પણ કદાચ કાઈ વિચારભેદ રહે, તા કઇ રીતે કરવુ ? એ એક પ્રશ્ન થાય છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org