________________
વાધ જ્યને કાંઠ:
૭૦૩ શેઠ ચીમનભાઈને સ્વર્ગવાસ પછી તેમના કુટુંબીઓ શેઠ સારાભાઈ જયંતીભાઈ તથા મણિલાલ તેલી વગેરે પૂજ્યશ્રીને અમદાવાદ વધારવાની વિનંતિ કરવા આવ્યા. તેમને પૂજ્યશ્રીની નિશ્રામાં શેઠ ચીમનભાઈના સ્વર્ગવાસ નિમિત્તે મહત્સવ કર હતા.
પૂજ્યશ્રીની ઈચ્છા કાઠિયાવાડ તરફ જવાની હતી. પણ આ લેકેના આગ્રહથી તેઓશ્રી ધીમે ધીમે વિહાર કરતાં ૨૫ દિવસે અમદાવાદ આવ્યા. શારીરિક અશકિતને કારણે ગાઉ– દેઢ ગાઉથી વધુ વિહાર થતું ન હતું. વચમાં–માતરતીથે પેઢીના પ્રતિનિધિઓ-શેઠ ભગુભાઈ, શેઠ જોગીભાઈ, શેઠ કેશુભાઈ ઝવેરી વગેરે વદનાથે આવ્યા.
અમદાવાદમાં શહેર બહાર સેસાયટીઓમાં અધિક ફાગણ મહિનો પસાર કરીને ભવ્ય સ્વાગત સાથે પાંજરાપોળ પધાર્યા. શુભ દિવસે માં શેઠ ચીમનભાઈના કુટુંબીઓએ તેઓશ્રીની નિશ્રામાં મહોત્સવ ઉજવ્યું.
શ્રીસંઘની વિનંતિથી સં. ૨૦૦૧નું આ ચાતુર્માસ પાંજરાપોળમાં રહ્યા. મૂળ અહીંના (પાંજરાપોળના) વતની પણ જૈન મરચંટ એસાયટીમાં રહેતાં સી. લક્ષમીચંદની પેઢીવાળા શેઠ છગનલાલ લક્ષ્મીચંદ, મણીલાલ લક્ષ્મીચંદ તથા ભેગીલાલ લક્ષ્મીચંદ પૂજ્યશ્રીના અનન્ય ગુણાનુરાગી હતા. પૂજ્યશ્રીની પ્રેરણા પામીને તેમણે પિતાના બંગલાના કંપાઉંડમાં એક સુંદર જિનાલય બંધાવ્યું હતું. શ્રાવણ માસમાં એ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કરાવી. મરચંટ એસાયટીમાં સંઘના દેરાસર-ઉપાશ્રય બંધાવવાનો નિર્ણય આ પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી થ.
આ ઉપરાંત બીજાં પણ અક્ષયનિધિ વગેરે તપની આરાધના અને અનેક મહોત્સવની ઉજવણી સાથે આ માસું પસાર થયું. ચાતુર્માસ-પરાવર્તન માટે શેઠ ફુલચંદ છગનલાલ સલતની વિનંતિ સ્વીકારીને તેમને ત્યાં લાલાભાઈની પિળે પધાર્યા. એ અવસરે અઠ્ઠાઈ મહોત્સવ – શાંતિસ્નાત્ર વગેરે સુંદર કાર્યો કરીને તેમણે પૂજ્યશ્રી પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરી. આ પ્રસંગે પિળના સંઘે પણ અષ્ટોત્તરી સ્નાત્ર-મહોત્સવ કર્યો. સેનામાં સુગંધની જેમ આ જ પ્રસંગે નાગજીભૂધરની પોળમાં આ. શ્રી વિજય મેહનસૂરિજી મ. ના પટ્ટધર આ. શ્રીવિજ્યપ્રતાપસૂરિજી મ. ના પટ્ટધર પં. શ્રી ધર્મવિજયજી મહારાજને પૂજ્યશ્રીએ ઉપાધ્યાયપદવી અર્પણ કરી. પિાળના શ્રીસંઘે ઘણા આડંબરપૂર્વક મહોત્સવ કર્યો.
વઢવાણ શહેરમાં ઘણાં વર્ષો પૂર્વે શ્રીશાન્તિનાથ પ્રભુનું પ્રાચીન રમણીય બિંબ ભૂમિમાંથી પ્રગટ થયેલું. તે પ્રભુને માટે પં. શ્રી ધર્મવિજયજી મ. ના ઉપદેશથી ત્યાંના સંઘે એક શિખરબંધી દેરાસર તૈયાર કરાવ્યું હતું. તેમાં ગયા શ્રાવણમાસમાં પ્રભુજીને પ્રવેશ થઈ ગયા હતા. હવે પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યાંના સંઘને પૂજ્યશ્રી ઉપર અનહદ શ્રદ્ધા-ભક્તિ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં જ પ્રતિષ્ઠા કરાવવાની તેમની ભાવના હતી. એ માટે તેઓ અહીં ( લાલાભાઈની પિળના ચાલુ મહત્સવમાં) વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રાએ ક્ષેત્રસ્પર્શનાએ વર્તમાનગ કહીને એ વિનંતિને સ્વીકાર કર્યો.
મહોત્સવ પત્યા પછી પૂજ્યશ્રી પુનઃ પાંજરાપોળે પધાર્યા. લહેરિયાપાળના દેરાસરમાં શ્રી મહાવીરસ્વામીના પંચકલ્યાણકના પટ તથા પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. જૈન સોસાયટીના દેરાસરમાં પ્રભુજીને પ્રવેશ કરાવ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org