________________
ભાવના-સિદ્ધિ
૨૩
પ્રતિષ્ઠા પ્રસ ંગે ભાવનગરથી શ્રીપટ્ટણીસાહેમ વગેરે અધિકારીઓ પણ આવ્યા હતા. આ મહાત્સવ દરમ્યાન કેટલાંક નવદીક્ષિત મુનિવરાને પૂજ્યશ્રીએ વડીદીક્ષા આપી. એ પ્રસંગે શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરેએ ખાર વ્રત પણ ઉચ્ચર્યાં.
મહાત્સવ પછી તરત પૂજ્યશ્રી કદમગિરિ આવ્યા. અહીં એક માસ રહ્યા. વૈશાખમાસમાં શુદ્ધિ ત્રીજે મહાત્સવપૂર્વક કેટલાંક નવીન જિનબિંબેાને જુદાં જુદાં દેરાસરોમાં ગાદીનશીન કરાવ્યાં. એ ભિખા વિભિન્ન ગૃહસ્થાએ રાહિશાળાની અંજનશલાકામાં ભરાવ્યા હતા.
અમદાવાદ નિવાસી શા. ચુનીલાલ ભગુભાઈ મશરૂવાળાને પૂજ્યશ્રીના શિષ્ય આ. શ્રી વિજયલાવણ્યસૂરિજીના ઉપદેશથી સંસાર ત્યાગીને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. તેમની વિનતિથી અહી' વૈ. શુ. પાંચમે તેમને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. શ્રીલાવણ્યસૂરિજીના શિષ્ય તરીકે તેમનું નામ મુનિશ્રી ચરણુકાન્તવિજયજી સ્થાપ્યું.
આગામી ચાતુર્માસ માટે મહુવાના શ્રીસંઘ અહી વિન ંતિ કરવા આવ્યા. એમની વિન'તિને ક્ષેત્રસ્પર્શીનાએ સ્વીકાર કરીને વૈ. વઢમાં પૂજ્યશ્રીએ મહુવા તરફ વિહાર કર્યાં. બગદાણા-માણુપર-નાના ભૂંટવડા-ભાદ્રરાડ થઈ ને મહુવા પધાર્યાં. સ. ૧૯૯૯નું આ ચામાસુ અહી' મિરાજ્યા.
સહકારથી એ જમીન પેઢીને પ્રાપ્ત થઈ. પ્રથમ ૫ વીધાં જમીન મળી. પછી રા વીધાં મળી. અને હજી સરકાર પાસે ૧!! વીધો જમીન લેવાની બાકી છે.
પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. ના ઉપદેશ અનુસાર પેઢીએ આ જમીનમાં શ્રી વિજયનેમિસૂરિધર્માઘાન તૈયાર કરાવ્યું. આ સ્થાનમાં રાહિશાળાની ખેાટ પૂરે તેવુ એક ભગ્ શિખરબંધી જિનાલય તથા ધર્માંશાળા વગેરે બધાવવા, અને આ સ્થાનને ‘શત્રુંજયા તી’ તરીકે વિકસાવવું, એવી શુભભાવના પૂજ્ય આચાર્ય મ. ને થઈ. એ ભાવનાને ઉપદેશ રૂપે તેઓશ્રીએ ક્રમાવતાં પેઢીએ એને વધાવી લીધી. ત્યારબાદ વિ. સં. ૨૦૨૧માં તેઓશ્રીની શુભનિશ્રામાં તથા તેઓશ્રીની પ્રેરણાનુસાર ૫. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. ના તથા તેમના પર પૂ. આ. શ્રીવિજયકસ્તૂરસૂરિજી મ. ના સદુપદેશથી અમદાવાદ નિવાસી શેઠ સામચંદ ચુનીલાલભાઈ એ તથા મંડાર ( રાજસ્થાન ) નિવાસી શેઠ ખુમચંદભાઈ ( રતનચંદ જોરાજીવાળા ) એ આ દેરાસર બંધાવવા અને તેમાં મૂળનાયક-શ્યામ સહસ્ત્રફણાવાળા અને ૯૧ ઈંચના શ્રી પાર્શ્વનાથ ભગવાન્ પધરાવવાના આદેશ લીધા. એ શિખરબંધી દેરાસર સ. ૨૦૨૮માં તૈયાર થતાં તે વર્ષના બીજા વૈશાખ શુદ્ધિ દશમે પૂ. આચાર્ય મ. શ્રી વિજયન'દનસુરીશ્વરજી મ. શ્રી આદિ ગુરૂભગવંતાની પવિત્ર નિશ્રામાં અંજનશલાકા મહામહેાત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા થઈ. એમાં ઉપર્યુક્ત બંને ભાગ્યશાળીએ પૂનિણી ત શ્રી શત્રુજયપાર્શ્વનાથ સહિત ત્રણ જિનબિંબે, એ દેવીઓ વગેરેની પ્રતિષ્ઠા કરી. વિશાળ રગમ ડપમાં બાર કાલામાં ખાવન બિાની પ્રતિષ્ઠા થઈ. તેમાં રેાહિશાળાવાળા વીસેય જિનબિં તેના ભરાવનારા ગૃહસ્થાએ પધરાવ્યા. આ ઉપરાંત શ્રી શાસનસમ્રાટની તથા તેમના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયાદયસરિજી મ. ની દેહપ્રમાણ ઊભી મૂર્તિઓ પણ પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા પછી આ-શત્રુજયાતીની ઉન્નતિ ઉત્તરે।ઉત્તર વધી રહી છે. મહુવાવાળા શેઠ કેશવલાલ ગિરધરલાલે અહીં ભાજનશાળાની સ્થાપનાના આદેશ લીધા છે. એ ફ્રી ચાલે છે. ધર્મશાળાના રૂમા પણ જુદાં જુદાં ભાવિકા તરફથી બધાયા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org