________________
૨૯૪.
શાસનસમ્રાટ
ચોમાસા દરમ્યાન-પર્યુષણ પ્રસંગે તપશ્ચર્યાઓ અભૂતપૂર્વ સંખ્યામાં થઈ. પાંચ ઉપવાસથી માંડીને માસખમણ સુધીની લગભગ ત્રણ તપશ્ચર્યાઓ થઈ. નામનું એક પણ ઘર તપશ્ચર્યા વિનાનું ન રહ્યું. પૂજ્યશ્રીની પવિત્ર છત્રછાયામાં સૌએ હોંશપૂર્વક આરાધના કરી. એની અનુમોદના નિમિત્તે સંઘે અઠ્ઠાઈ મહત્સવ કર્યો.
ભાવનગરથી શ્રીપટ્ટણી સાહેબ તથા અન્ય અધિકારીઓ રાજ્યના કાર્ય પ્રસંગે અહીં અવારનવાર આવતાં, ત્યારે પૂજ્યશ્રી પાસે અચૂક આવતાં, અને ઉપદેશ સાંભળીને જ જતાં.
ચેમાસા પછી પૂજ્યશ્રી કદંબગિરિ આવ્યા. માર્ગમાં-જુનાપાદર ગામે ખંભાત-શ્રીસંઘના અગ્રણીઓ શેઠ હીરાલાલ પરશોતમદાસ, શેઠ મૂળચંદ બુલાખીદાસ વગેરે વીશેક જણા આગામી ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. વર્ષોથી તેમની વિનંતિ હતી. પણ સંચાગ જામતું ન હતું. એથી આ વર્ષે તે તેઓ ચોમાસું ઉતરતાવેંત વિનંતિ કરવા આવ્યા. તેમની આગ્રહપૂર્ણ વિનંતિના જવાબમાં પૂજ્યશ્રીએ હૈયાધારણ આપી કે- “ક્ષેત્રસ્પર્શના બલવાન છે. તે હશે, તે ખંભાતનું જરૂર વિચારીશું.” મોડે સુધી પચ્ચખાણ પાર્યા વિના દઢ આગ્રહ કરતા બેસી રહેલા ખંભાતના આગેવાનોએ આ હૈયાધારણ મળ્યા પછી જ પચ્ચક્ખાણ પાયું.
કદંબગિરિ-વાવડી પ્લોટમાં તથા ડુંગર ઉપર દેરાસરો બંધાઈ રહ્યા હતા. એને અંગે ત્યાં સ્થિરતા કરી. નીચે-મહાવીર પ્રભુનાં દેરાસરમાં ચેકીયાળાની બે દેરીઓનું કામકાજ શરૂ કરાવ્યું.
આ દિવસોમાં-ફેડરેશનનું કાર્ય સમાપ્ત થયું હતું. ગાયકવાડની તમામ મહેનત નિષ્ફળ ગઈ હતી. ચેક-દાઠાના ૧૦૨ ગામેએ ભાવનગરની આધીનતા સવીકારી લીધી હતી. આથી ઘણી ખુશી પામેલા ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી પૂજ્યશ્રીના દર્શન માટે અને હવે પિતાના રાજ્યના મહાન તીર્થધામ શ્રીકદંબગિરિજીની યાત્રા માટે આવ્યા. પિલિસ-ઉપરી શ્રી છેલશંકરભાઈ વગેરે અધિકારીઓ સાથે હતા. તેઓના સ્વાગત માટે ભાવનગરથી શેઠ ભેગીલાલ મગનલાલ વગેરે તથા અમદાવાદથી શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે ચાર જેટલા સદ્દગૃહસ્થ હાજર રહ્યા હતાં. તેમણે કરેલું સન્માન સ્વીકારી, થોડો આરામ લઈને પેઢીએ જેલા સમારંભમાં મહારાજાએ ભાગ લીધે. એ વખતે પેઢીએ રૂ.૫૦૧ નું નજરાણું ધર્યું. પછી તેમાં ડુંગર ઉપર દર્શન માટે ગયા.
પેઢીએ પેળી વગેરે સાધનોની વ્યવસ્થા કરી રાખેલી. તેમાં બેસવાની વિનંતિને અસ્વીકાર કરતાં મહારાજાએ કહ્યું : 'માણસની કાંધે નહિ ચડું. મને ચાલીને જ ઉપર જવા દે.”
અને અમલદાર તથા શેઠિયાઓના સમુદાય સાથે મહારાજા ચાલીને જ ડુંગર પર ચડયા. દરેક દેરાસરનાં દર્શન કર્યા. શ્રી તારાચંદજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુની ભવ્ય મૂર્તિ નિહાળીને તેઓ દસ મિનિટ સુધી ધ્યાનમગ્ન બની ગયા. પછી તેઓ બોલ્યા કે : “દેવની મૂર્તિ તો આવી સૌમ્ય અને પ્રસન્ન ભાવવાહી હોવી જોઈએ.” પછી તેઓ કદંબ ગણધરની દેરીવાળી સીધાં ચઢાણની ટેકરી પર પણ ચાલતા જ ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org