________________
ર૭૮,
* * શાસનસમ્રાટું। . મહત્સવને હજુ મહિનાની વાર હોવાથી પૂજ્યશ્રી આજુબાજુના ગામમાં વિચરવા પધાર્યા. એ ગામોના ભાવિકેને ભકિતભર્યો આગ્રહ ઘણું સમયથો હતે. ભંડારિયા, વાવડી, કેટીયા, વગેરે ગામોમાં વિચરતા તેઓશ્રી તળાજા પધાર્યા. ત્યાં ચૈત્રી પૂનમની યાત્રા કરીને પછી કદંબગિરિ આવ્યા. | ડુંગર ઉપર વિશાળ મંડપ રચવામાં આવ્યો હતો. જે જે ભાવિકે એ દેરીને તથા પ્રભુ પધરાવવાને આદેશ લીધેલ, તેઓ સહકુટુંબ તથા અન્ય હજારે સદ્દગૃહસ્થ આ પ્રસંગે આવ્યા હતા.
ચૈત્ર વદિ અગિયારશે કુંભસ્થાપના કરવાપૂર્વક મહોત્સવને શુભારંભ થયે. હંમેશાં નવાં-નવાં વિધાને વિશુદ્ધ રીતે થવા લાગ્યા. જુદાં-જુદાં શ્રેષ્ઠિઓ તરફથી સંઘજમણ પણ થવા લાગ્યા.
વૈશાખ શુદિ સાતમના મહામંગલકારિ દિવસે શ્રી આદીશ્વર પ્રભુ સહિત સમગ્ર જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા પૂજ્યશ્રી આદિ સૂરિદેવેએ કરી. આજે શા. માણેકચંદ જેચંદ જાપાન તરફથી ગામઝાંપે ચેખાયુક્ત નવકારશી થઈ.
અને વૈશાખ શુદિ દશમના મંગલ દિને મૂળનાયકજી સહિત સેંકડો જિનબિંબને ગાદીનશીન વિધિ અપૂર્વ ઉલ્લાસભેર થયે. ઇષભવિહારપ્રાસાદમાં મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્માની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા એ પ્રાસાદને આદેશ લેનાર ભાગ્યવંત શા. તારાચંદજી મતીજી (જાવાલવાળા) એ કરી. એમને આનંદ નિરવધિ હતો. આ પ્રસંગે તેમણે હજાર રૂપિયાનો સદ્વ્યય કર્યો. પ્રતિષ્ઠાને દિવસે તેમણે ગામઝાંપે ચેખાયુકત નવકારશી કરી. પૂજ્યશ્રીના પવિત્ર આશીર્વાદથી જ આ મહાન લાભ પિતાને મળે, એમ વિચારીને તેઓ પૂજ્યશ્રીના ચરણોમાં ભાવસભર હૈયે વંદન કરી રહ્યાં.
એ જિનાલયમાં ગભારામાં-રંગમંડપમાં તથા બાવન દેવકુલિકાઓમાં ભાવિકોએ અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. ગિરનારાવતાર પ્રાસાદમાં શેઠ માણેકચંદ જેચંદ જાપાને શ્રીનેમિનાથ પ્રભુની, તથા શેઠ બુલાખીદાસ નાનચંદના સુપુત્રે શેઠ નેમચંદભાઈ મૂળચંદભાઈ હીરાલાલભાઈ, કેશવલાલભાઈ વગેરેએ શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરી. એ દેરાસરમાં પણ બીજા અનેક ગૃહસ્થોએ પોતે આદેશ લીધેલાં વર્તમાન-૨૪ જિનવરના બિંબ ગાદીનશીન કર્યા. આ ઉપરાંત-ગિરિરાજ ઉપર શ્રીસિદ્ધાચલજીની નાની છતાં સર્વાગ પૂર્ણ અને સ્થાયી રચના કરવામાં આવેલી. તેમાં કેટલીક દેરીઓમાં પણ પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ
મહાપ્રભાવશાલી શ્રીનેમિનાથ પ્રભુને પધરાવવા માટે એક ભવ્ય શિખરબંધી પ્રાસાદ તૈયાર થઈ રહ્યો હતે. એનો આદેશ શેઠ માણેકલાલ ચુનીલાલે લીધું હતું. એ દેરાસરના તૈયાર થયેલા ગભારામાં તે પ્રભુજીને પ્રવેશ પણ આ મહોત્સવ પ્રસંગે કરવામાં આવ્યું.
આ મહોત્સવનું વર્ણન નેધતાં શ્રીવીરશાસન પત્ર જણાવે છે કે –
ચૈત્ર-વૈશાખની ઉનાળાની સખ્ત ગરમી છતાં લગભગ સત્તરથી અઢાર હજાર જેટલા વિશાલ માનવ સમુદાય દૂર-દૂરથી આ મહાન્ મહોત્સવના દર્શનાર્થે ઉભરાતાં, ઠેકાણે –ઠેકાણે માણસના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org