________________
૨૮૨
શાસનસમ્રાટ
આ બધાં નાહ ધારેલાં કાર્યો થવાથી સંઘમાં અપાર ઉત્સાહ વ્યાપી ગયે. સંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે વિનંતિ કરી. પણ પૂજ્યશ્રીની ભાવના હતી કે : આ ચોમાસું પાલિતાણામાં કરવું. કારણ કે–સૌ સાધુઓને કાર્તિકી પૂનમની ગિરિરાજની યાત્રા કરવાની ઉત્કટ અભિલાષા હતી. એ અભિલાષા તે પાલિતાણામાં ચોમાસું કરે, ત્યારે જ પૂર્ણ થાય. એથી જ પૂજ્યશ્રી સંપશ્વિારની ભાવના પાલિતાણામાં રહેવાની હતી. એ ભાવનાનુસાર કુંડલાની વિનંતિને અસ્વીકાર કરીને તેઓશ્રી કદંબગિરિ પધાર્યા. ત્યાં વિશાખ શુદ ૧૦ની કદંબગિરિ ઉપરના દેરાસરની વર્ષગાંઠ ઉજવીને પાલિતાણું આવ્યા. ૧૯૫ના આ ચાતુર્માસમાં સાત ઓરડાની ધર્મશાળામાં બિરાજતા, અને વીશા શ્રીમાળી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાન માટે નિયમિત પધારતા. વ્યાખ્યાનમાં શ્રીભગવતીસૂત્ર વાંચવા માટે સંઘની વિનંતિ થતાં તેને વિધિપૂર્વક પ્રારંભ કર્યો. ભગવતીસૂત્રને વરઘેડ, હંમેશાં એકાશનાદિ તપ, અખંડ દીપક-ધૂપ તેમજ હંમેશાં શરૂઆતમાં સોનામહોર વડે અને પછી પ્રત્યેક પ્રશ્નને રૂપા-નાણાંથી સૂત્રનું પૂજન વગેરે વિધિ સદુગૃહસ્થ ઘણું બહુમાનપૂર્વક કરતા હતાં. અને ભાવનાધિકારે શત્રુંજય માહામ્ય શરૂ કર્યું. પૂજ્યશ્રી પાલિતાણામાં ચોમાસું બિરાજે છે, એ જાણીને બહારગામના અનેક આરાધક ભક્તો સહકુટુંબ ચેમાસું કરવા આવ્યા. સુરતના સુરચંદ્ર પુરૂષોત્તમદાસ બદામી જજ સાહેબ, અમદાવાદના શેઠ ચમનલાલ લાલભાઈ શેઠ જેશીંગભાઈ કાળીદાસ, ચુનીલાલ ભગુભાઈ વગેરે એમાં મુખ્ય હતા. તેઓએ આ ચોમાસામાં તીર્થરાજની આરાધના સાથે તપ-જપ, ક્રિયા વગેરે આરાધના અને પૂજ્યશ્રીની સેવાભક્તિને ઘણે લાભ લીધે.
ચોમાસાની સમાપ્તિ વેળાએ પૂજ્યશ્રી આદિ સમગ્ર મુનિમંડળે કાર્તિકી પૂનમની યાત્રા અનેરા ઉમંગથી કરીને વર્ષોની અભિલાષા પૂર્ણ કરી.
શ્રી શત્રુંજય તીર્થાધિનાથ શ્રી આદીશ્વર પ્રભુના અમુક અંગે કેટલાક સમય પૂર્વે લેપ કરાવાયેલ. તે કારણે તથા બીજા પણ અમુક આશાતનાના કારણે જણાતાં માગશર માસમાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ ચમનભાઈએ ૧૮ અભિષેકની મંગળક્રિયા કરાવી. આ ઉપરાંત ગિરિરાજની જ્ય તળાટીમાં ભવ્ય મંડપમાં શેઠ ચમનભાઈ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ એ ઉભય શ્રેષ્ટિવર્યોએ પૂજ્યશ્રીની પ્રેરણા પામીને શાંતિક વિધાન (મહેન્મહાપૂજન) કરાવ્યું. સેંકડો વર્ષોથી વ્યસ્ત બનેલા આ વિધાનને પૂજ્યશ્રીના પટ્ટાલંકાર આ. શ્રીવિજયસૂરિજી મ. તથા આ. શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે અપાર જહેમત લઈને સાંગે પાંગ વિશુદ્ધ રીતે વ્યવસ્થિત બનાવ્યું હતું, તે સર્વપ્રથમ અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાયું. આ પ્રભાવ શાલી પ્રાચીન વિધાનને નિહાળવા હજારે લેકે એકત્ર થયેલા.
આ પ્રસંગે શેઠ દલપતભાઈ મગનભાઈના ધર્મપત્ની શ્રીલીમીભાભુ (હઠીસિંહ કેસરીસિંહ વાળા) ત્યાં આવેલાં. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે કાંઈક કાર્ય ફરમાવે. ત્યારે પૂજ્યશ્રીએ કદંબગિરિ તીર્થને સંઘ કાઢવાને ઉપદેશ કર્યો. એ ઉપદેશ અનુસાર લક્ષમીભાભુએ પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ કાઢ્યો. લગભગ ૧૫૦૦ યાત્રાળુઓ એમાં જોડાયા. પ્રથમ પડાવ રહિશાળામાં કર્યો. પૂજ્યશ્રીની ભાવના અહીં દેશસર–ધર્મશાળા કરાવવાની હતી. એ ભાવનાથી જ તેઓશ્રીએ અગાઉથી કદંબગિરિની પેઢી પાસે ૧૬ વીઘાં જેટલી જમીન ત્યાંના ગરાસદારો પાસેથી અઘાટ વેચાણ લેવરાવી રાખી હતી. આ કાર્યને પૂર્ણ કરવાનો વિચાર તેઓશ્રી કરી રહ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org