________________
લેગ વિરુદ્ધચા
૨૧
સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેને ચારેક વર્ષોંથી ક્ષયનો વ્યાધિ થયેલે, છતાં ચરિત્રની નિમળ આરાધનામાં તેઓએ ખામી આવવા નહોતી દીધી. અંત સમયે પૂજ્યશ્રીએ પણ ઘણી સુદર નિર્યામણા કરાવી. તેઓ વિદ્વાન સરળ અને ખૂબજ ક્રિયાકાંડમાં રૂચિવાળા હતા.
ચાતુર્માસ પૂર્ણ થયા પછી તરત જ કાક વર્દિતેશે લાઠીદડના રહેવાસી સંઘવી મેાહનલાલ લાલચંદના સુપુત્ર શ્રી છેોટાલાલને ત્યાગભાવના થવાથી પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી કીર્તિ પ્રભવિજયજી રાખીને શ્રીવિજયાદયસૂરિજીના શિષ્ય બનાવ્યા.
આ પછી પૂજ્યશ્રી ઘેાધા પધાર્યા. ત્યાં થાડા દિવસ રહ્યા, તેએાશ્રીના પ્રભાવક ઉપદેશના પરિણામે ત્યાંના શા. કાંતિલાલ વિઠ્ઠલદાસે તેએાશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીના છરી' પાતા સંઘ કાઢ્યો. એ સંઘ સાથે પાલિતાણા પધાર્યા, યાત્રા કરી, સંઘવીને તીર્થં માળ પહેરાવીને તેઓશ્રી કબગિરિ આવીને રહ્યા. આ મહાતીર્થની જાહેાજલાલી હુવે જામી રહી હતી. યાત્રિકા સારા પ્રમાણમાં આવતા, ને લાભ લેતા. એમને ઉતારા માટે પૂજ્યશ્રીના ઉપદેશથી સાત એરડાની, અગિયાર ઓરડાની ધર્માંશાળાએ બોંધાઈ હતી. એમાં સાત એરડાની ધર્મશાળા પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી વલ્લભવિજયજી મ. ની પ્રેરણાથી શેડ માણેકલાલ ચુનીલાલે અંધાવેલી. ‘શ્રીવિજયાદયસૂરિ જ્ઞાનશાળાનું ત્રણ માળનું ભવ્ય મકાન પણ તેમણે અહીં અધાવેલું. આ બધી સુંદર વ્યવસ્થાને લીધે યાત્રિકાને રહેવાની પૂરતી સગવડ હતી. હવે અહી જરૂર હતી એક ભેાજનશાળાની. યાત્રિકો ગમે ત્યારે યાત્રા કરીને આવે, ત્યારે તેમને જમવાની સગવડ મળવી જ જોઈએ. આ વિચાર આવતાં પૂજ્યશ્રીએ પેઢીના વહીવટદાર શેઠ ઈશ્વરદાસ મૂળચંદ વગેરેને એ માટે ઉપદેશ કર્યાં. તીની સમુન્નતિ અને સાધમિ કાની સેવાના મહાન્ લાભ મેળવવાના રાજમાર્ગ દેખાડયા. તેઓશ્રીના આ અમેઘ ઉપદેશ વહીવટ દ્વારાએ ઝીલી લીધા, અને ભેાજનશાળાના મકાન અંગે હિલચાલ શરૂ કરી.
પૂજ્યશ્રી તે। અહી થી મહુવા પધાર્યાં. ત્યાં દેશસરનું કામકાજ ચાલુ હતુ. ભેાયણીથી તેમજ પ્રભાસપાટણથી લાવેલા અતિપ્રાચીન જિનમિને અહીં દેરાસરમાં પરાણા દાખલ બિરાજમાન કરાવ્યા. અહીંથી તેઓશ્રી વિહાર કરતાં કરતાં સાવરકુંડલા આવ્યા. અહીંના સઘની વર્ષોંથી વિન ંતિ હતી. એકવાર તે અહીં આવવા વિહાર કરેલા, ને નહાતુ અવાયું. એથી આ વખતે સંઘના જોશ્વાર આગ્રહને માન આપીને તેએશ્રી ત્યાં પધાર્યાં. સ ંઘે પણ ભવ્ય સ્વાગત વગેરે પ્રભાવનાના કાર્યો કરીને અપૂર્વ ભક્તિ પ્રદર્શિત કરી. અહીં એક માસ રહ્યા. વ્યાખ્યાન પ્રતિદ્ઘિન થતુ. જૈન-જૈનેતર સૌ એના લાભ અચૂક લેતાં.
અહીં સંઘમાં પણ ત્રણ પક્ષ હતા. તેમાં એક પક્ષ અચલગચ્છને અને બે પક્ષ લેાંકાગચ્છને માનતા હતા. માત્ર ૧૦-૧૨ ઘર જ તપાગચ્છની માન્યતાવાળા હતા. પૂજ્યશ્રીએ એ અધું જાણ્યા પછી સૌ પ્રથમ એ ત્રણ પક્ષેાના પારસ્પરિક કલેશે। દૂર કરીને એકતા સ્થાપી. પછી તેને ઉપદેશ આપીને તપાગચ્છની ક્રિયા કરવાને સન્મુખ બનાવ્યા. સ ંઘને મેટા ભાગ તપાગચ્છની માન્યતા ધરાવતા થયા, એટલે પૂજ્યશ્રીએ ભંડારિયાના વતની શા. દેવચંદ ગુલામ'દ વગેરેને તપાગચ્છીય ઉપાશ્રય કરાવવાની પ્રેરણા આપી. એટલે એ ગૃહસ્થાએ એ માટે જમીન વેચાણુ લઈ, તેમાં સ ંઘના સહકારથી તપાગચ્છીય ઉપાશ્રય અ ધાન્યો.
૩૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org