________________
એક જ શેયર તીર્થોનતિ
૨૮૫
થતાં તેઓએ પૂજ્યશ્રીને ભાવપૂર્વક વિનંતિ કરી કે ગુરુદેવ! આપને જ્યાં અને જે જગ્યા પસંદ પડે તે જણાવે.
પૂજ્યશ્રીને પૂર્વ દિશાથી ગામમાં પ્રવેશતાં મુખ્ય ઝાંપાની સામેની વિશાળ જગ્યા અનુકૂળ જણાઈ; તેઓશ્રીએ એ જગ્યા રાજ્ય પાસેથી વેચાણ લેવાને ગૃહસ્થને ઉપદેશ કર્યો. એ જાણીને ઠાકારશ્રીએ કહ્યું: “આવું ઐતિહાસિક સ્મારક સ્વરૂપ ધર્મસ્થાન થાય, એ તે મારા રાજ્યની જ શોભા વધારનારું છે. માટે શ્રીસંઘ આ જગ્યા રાજ્ય તરફથી ભેટ સ્વીકારે, એવી મારી ઈચ્છા છે. અને આવા ધર્મકાર્ય માટે કોઈ પણ રાજ્ય કિમતરૂપે એક કેડી પણ લે, તે તે રાજ્ય નાલાયક ગણાય. માટે કિંમત આપ્યા વિના મારી આટલી ભેટ સ્વીકારો.”
તેમણે પૂજ્યશ્રીને પણ વિનંતિ કરી કે “સાહેબ ! આપ પધારો, અને જેટલી જગ્યામાં આપ ફરો, તેટલી જગ્યા આપને ભેટ ધરવાની મારી ભાવના છે, તે પૂરી કરે.”
'પણ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ પિતાની સાધુમર્યાદા ઠાકરશ્રીને સમજાવી એ જગ્યા વેચાણ આપવાને ઉપદેશ આપે. ઘણી આનાકાનીને અંતે તદ્દન નજીવી કિંમતે ઠાકોર સાહેબે એ જગ્યા શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને અઘાટ વેચાણ કરી આપી.
જમીનનો નિર્ણય થઈ જતાં પૂજ્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો ઠાકોર સાહેબ વખતસિંહજી વૃદ્ધ હતા, અને તબિયત પણ સારી નહોતી. તે પણ પ્રથમ મુકામ ઉમરાળામાં આ જગ્યાની મંજૂરીને કાગળ (ખલી) લઈને તેઓ પૂજ્યશ્રીને આપવા ગયા.
પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં કદંબગિરિજી પધાર્યા. ત્યાં થોડા દિવસ રહીને ઉપદેશ દ્વારા જનશાળા માટે જમીન વેચાણ લેવરાવી. એમાં ભેજનશાળાના મકાનનું કામ શરૂ થયા પછી ત્યાંથી વિહાર કરીને ગામડાઓમાં વિચરતાં વિચરતાં તળાજા પધાર્યા. - તળાજા તીર્થની વહીવટી વ્યવસ્થા હજી બરાબર નહતી થયેલી. યોગ્ય કાર્યકર્તાના અભાવે તીર્થના વહીવટ અંગે લેકે સંદિગ્ધ રહેતા હતા. ચાલુ વહીવટદારો અવ્યવસ્થિત હતા. એ કારણે–તીર્થની ઉન્નતિ જોઈએ તેવી નહોતી થઈ શકતી. ભાવનગર રાજ્ય તથા કેટલાક સમજદાર આગેવાનેએ આ તીર્થના વહીવટમાં બહારના માણસોને લેવા સૂચવેલું. પણ એ સૂચન અમલી નહોતું બનતું. આથી શ્રી અનંતરાય પટ્ટણી સાહેબ વગેરેએ પૂજ્યશ્રીને આ કાર્ય હાથ ધરવા વિનંતિ કરેલી. તે ઉપરથી આ વખતે તેઓશ્રીના હૃદયમાં તીર્થવ્યવસ્થાને વિચાર ઉદ્ભવતાં તેઓશ્રીએ સ્થાનિક સંઘને સમજાવ્યું. પણ સ્થાનિક સંઘને તે પૂજ્યશ્રી ફરમાવે એ મંજૂર જ હતું. એટલે પૂજ્યશ્રીએ આ તીર્થના વહીવટ માટે પાંચ સભ્યની કમિટિ નીમી. ભાવનગરની મહાલક્ષ્મી મીલના મેનેજર શ્રી ભોગીલાલ મગનલાલને એના પ્રમુખ બનાવીને તેમને આ વહીવટ પા .
આ કમિટિની નિમણુંકનો પ્રસંગ શેઠશ્રી ભોગીલાલ મગનલાલ “મારા જીવનનાં સંસ્મર” નામક પુસ્તિકામાં વર્ણવતાં લખે છે કે
આ પહેલાં સને ૧૯૩૮-૩લ્માં તેઓશ્રીનું સહપરિવાર તળાજામાં માસું થયું ૧ મારા જીવનના સંસ્મરણ” પત્ર ૯૮. ૨ પૂજ્યશ્રીનું. ૩. ૧૯૩૮-૩૯ નહિ, પણ ૧૯૪૦૪૧ સંભવે છે. અને તળાજામાં ચોમાસું નહિ. પણ શેષકાળમાં રહ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org