________________
२१४
શાસનસમ્રા,
આપતાં કહ્યું કે: “તમે જાવ, અને સંઘને તથા મહારાજશ્રીને અમારા વતી ઘણું માનપૂર્વક વિનંતિ કરીને અહીં લઈ આવે.”
મહારાજાને આદેશ મળતાં જ મહાજન ઉપડયું માયાપાદર. સંઘને મુકામ ત્યાં હતે. ગોંડલના બેજા તથા વહોરા કોમના કોડપતિ આગેવાન મહાજનની મેખરે હતા. તેઓ સીધા પૂજ્યશ્રી પાસે ગયા, અને સંઘ સાથે ગેંડેલ પધારવાની પૂજ્યશ્રીને વિનંતિ કરી. બેજા તથા વહોરા કેમના ક્રેડપતિ મોવડીઓએ માથા પરથી ટેપીઓ ઉતારીને કહ્યું કેઃ “અમારા મહારાજાની ઈચ્છા છે કે–અહીંથી ઠેઠ ગોંડલ સુધી જાજમ પાથરીને સંઘને ગંડલ પધરાવ છે. માટે આપ આ વિનંતિ માન્ય કરે.” પૂજ્યશ્રીએ તેમને સંઘવીજી પાસે જવા જણાવ્યું.
મહાજન સંઘવીજી પાસે આવ્યું. સંઘવીજીએ સૌને ઉચિત સત્કાર કર્યો. મહાજને મહારાજા તથા ગોંડલની પ્રજા વતી નમ્રતાભરી વિનંતિ કરી કે ઃ સંઘ લઈને ગોંડલ પધારો.
જવાબમાં સંઘવીજીએ કહ્યું : સઘળે કાર્યક્રમ વ્યવસ્થિત નક્કી થયો છે, એટલે હવે ગેડલ આવવાનું કઈ રીતે બને ?
પણ મહાજન ન માન્યું. એ કહે : ચાહે તે થાય, પણ સંઘે ગંડલ પધારવાનું જ છે. ભલે બધે કાર્યક્રમ ફેર પડે.
મહાજનની મકકમ વાત સાંભળીને સંઘવીજી વિચારમાં પડ્યા. તેઓ સંઘના વ્યવસ્થાપકે સાથે પૂજ્યશ્રી પાસે ગયા. લાભાલાભની વિચારણા કરીને છેવટે ગંડલવાળાની વિનંતિ સ્વીકારી, ત્યાં જવાનું નક્કી કર્યું. વડીયાને પ્રોગ્રામ મુલતવી રખાયે. નિશ્ચિત વ્યવસ્થામાં એકાએક ઝડપી ફેરફાર થવાથી ગરબડ થવાની દહેશત હતી. પણ તેની જવાબદારી વ્યવસ્થાપકોએ ઉપાડી લીધી.
ગેંડલના મહાજનને હર્ષ અપાર હતું. તેઓ ગેડલ જઈને સ્વાગતની અપૂર્વ તૈયારીમાં મચી પડ્યા. ના. મહારાજા પણ આ સમાચારથી પ્રસન્ન બન્યા. મહારાણી સાહેબા સહિત આખા રાજકુટુંબની ઈચ્છા પૂર્ણ થઈ
માયાપાદરથી ખંભાળીયા-રેજડી થઈને સંઘ ગેંડલ શહેરમાં આવ્યું, ત્યારે ના. મહારાજા સહિત સમસ્ત પ્રજાએ ભવ્ય સામૈયું કર્યું. વ્યાખ્યાનમાં પણ મહારાજા સાથે આખું રાજકુટુંબ આવ્યું હતું. અહીં સંઘ બે દિવસ રેકો. એકવાર સંઘ પાસેથી જકાતની માંગણી કરનાર મહારાજાએ બે દિવસ સુધી પાણી–બળતણ વગેરેની સંપૂર્ણ સગવડ સ્ટેટ તરફૅથી આપી.
આમ ગંડલની મીઠી મેમાનગતિ માણીને ત્રીજે દિવસે સંઘ આગળ વધે. વીરપુર, જેતપુર, ચેકી અને વડાલ થઈને જુનાગઢ આવે. સંઘના સ્વાગતની તૈયારીઓ મહાજને મોટા પાયા પર કરેલી. સંઘ આવવાના દિવસે સ્ટેટ તરફથી પણ ઠેર ઠેર પાણીને તથા સંરક્ષણને બંદેબસ્ત કરી હતી. સ્ટેટના રૂઆબદાર મિલિટરી બેન્ડ સાથે મહાજને સંઘનું ભવ્ય સામૈયું કર્યું. મુખ્ય દિવાન સાહેબ વગેરે અમલદારે પણ એમાં સામેલ હતા. સામૈયું શહેરમાં ફરીને તળેટી પાસેની વિશાળ જગ્યામાં ઉતર્યું. સંઘને પડાવ ત્યાં નખાયે.
પ્રવેશના દિવસે જુનાગઢ-સંઘ તરફથી સંઘજમણ થયું. સાંજે ખાસ ઊભા કરાયેલા મંડપમાં મેટો મેળાવડો જાયે. સ્ટેટના મુખ્ય દિવાન સર પટ્રીક કેડલે એમાં પ્રમુખસ્થાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org