________________
પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના
૨૧
ભગુભાઈના દવાખાનાના તેઓ મુખ્ય ડેકટર હતા. રહેવાનું પણ શેઠના બંગલામાં જ હતું. હોમિયોપેથીક ડોકટરેમાં તેઓ સર્વાધિક અનુભવી અને બાહોશ હતા. બંગલેથી દવાખાના સુધી પણ તેઓ કદી મોટર વિના-પગે ચાલીને ન જતા. અમદાવાદની બહાર કઈ વીઝીટે બેલાવે, તે એક દિવસની ફી તરીકે રૂ. ૨૦૦ તેઓ લેતા.
આવા-નવયુગના રંગે પૂર્ણપણે રંગાયેલા એ ડોકટરના વડીલ ભાઈ મુનિ શ્રીસુભદ્રવિજયજી મ. સં. ૧૯૮૮માં કાળધર્મ પામ્યા, તે વખતે તેમની સમતા અને સમાધિ સૌ કેઈને અનુમોદના ઉપજાવનાર હતી. એ સમાધિએ ડેકટરના હૈયામાં વૈરાગ્યના વિચારો ઉત્પન્ન કર્યા. ડોકટરને લાગ્યું કેઃ સાચે જ, આ સંસાર અસાર છે. બધા જ ભેગવિલાસ ભેગવીશું, પણ અંતકાળે આવી સમાધિ નહિ મળે, તે જીવન અને મરણું બરબાદ થઈ જશે. માટે આત્મકલ્યાણ સાધવું જ જોઈએ. અને છેવટે–એક દિવસ પણ ચારિત્રનું આરાધન કરવું જ જોઈએ.”
આ વિચાર હવે માત્ર વિચાર જ ન રહ્યો. તત્કાલ એને અમલ શરૂ થયો. ડોકટર ધીમે ધીમે વિશેષપણે ગૃહસ્થાચિત ધર્મકાર્યો કરવામાં તત્પર બન્યા. ભગુભાઈ શેઠના વડે પૂ. આ. શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૧૯૮૯માં તેમણે ૪૫૦ ગૃહસ્થને ઉપધાન કરાવ્યાં. એમાં પોતે પણ સજોડે ઉપધાન કરીને માળ પહેરી. આ ઉપધાનમાં ૩૫૦ તે પ્રથમ ઉપધાનવાળાનમાળ પહેરનારા હતા. આ પ્રસંગે તેમણે ઘણો ધનવ્યય કર્યો.
આ બધી આરાધના કરતાં કરતાં તેમના ધર્મપત્ની શ્રી રતનબેન પણ વૈરાગ્ય રંગવાસિત બન્યા. તેમને પણ દીક્ષા લેવાના ભાવ જાગ્યા. બે વર્ષ સુધી ધમરાધના કર્યા પછી તેમને વિચાર દઢ બનતાં તેઓ આ ચોમાસામાં મહવા આવ્યા, અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કેઃ આપ અમદાવાદ પધારે, અને અમને બન્નેને દીક્ષા આપીને કૃતાર્થ કરે.
પૂજ્યશ્રી પણ એ સ્વીકારી, અને ચેમાસા બાદ વિહાર કરી અમદાવાદ પધાર્યા.
ડોકટર પાડાપળના રહેવાસી હતા. ત્યાં તેમનું ઘર હતું. આથી તેઓ પૂજ્યશ્રીને પાપળ લઈ ગયા. પૂજા-પ્રભાવનાદિ કાર્યો કર્યા. પિળમાં વિશાળ મંડપ બાંધેલો. તેમાં હંમેશા પૂજ્યશ્રી હજારે માનવને વ્યાખ્યાન દ્વારા સંસારની અસારતા અને ત્યાગની મહત્તા સમજાવતાં.
મહા શુદિ છઠનું મુહૂર્ત હતું. એ દિવસે સવારે વાર્ષિકદાનને ભવ્ય વરઘેડ પાડાપાળથી ચઢ્યો. બન્ને દીક્ષાથીઓ છૂટે હાથે વષીદાન વરસાવીને જનતાને જાણે ત્યાગધર્મને મૂક ઉપદેશ આપી રહ્યા હતાં. વરઘોડે હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીએ ઉતર્યો. પૂજ્યશ્રી સપરિવાર ત્યાં પધાર્યા હતાં.
વાડીમાં બંધાયેલા સુવિશાળ મંડપમાં દીક્ષા વિધિ શરૂ થયો. વિધિની વિશુદ્ધતા અને સર્વજનોને સુગમ અર્થ સમજાવટની પદ્ધતિ માટે પૂજ્યશ્રી પ્રખ્યાત હતા. એટલે શ્રોતાપ્રેક્ષક ગણને અપૂર્વ હા મળી ગયે.
ડોકટરનું સર્કલ બહોળું હેવાથી સેંકડો શિક્ષિતો-શેઠિયાઓ-ડોકટરે આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઉચ્ચ કક્ષાનું વૈજ્ઞાનિક શિક્ષણ પામેલાં ડોકટર આવો ત્યાગ માગે જાય, એ દશ્ય કેટલાંકને માટે નવી આંખે જૂનું જોવા જેવું હતું, ભારે આશ્ચર્યજનક હતું. મિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org