________________
પુનિત પ્રેરણા અને ભવ્ય-ભાવના “શાં િવ€વિ અહીં એવું જ બન્યું. બીજે જ દિવસે પૂજ્યશ્રીને ચકરીને વ્યાધિ થઈ ગયો. સં. ૧૯૭૦ની સાલમાં તેઓશ્રીને આ વ્યાધિ થયેલે, તે આ વર્ષે પુનઃ ઉદ્ભવ્યો. એને લીધે વિહાર કરે તે અશક્ય જ હતું. એટલે ભંડારિયામાં જ સ્થિરતા કરવી પડી. પાલિતાણાની વાત જતી કરવી પડી. આ અંગે પૂજ્યશ્રીના મનમાં ઘણે અફસેસ થયો. તીર્થોની જટિલ સમસ્યાઓનો સહેલાઈથી નિવેડે આવવાની સર્વે અનુકૂળતાઓ ભેગી થઈ, તે ટાણે જ આ વ્યાધિના ઉદ્દભવથી તેઓશ્રીને ઘણું દુઃખ થયું. પણ આથી તેઓશ્રી નિરાશ તે ન જ થયા. નિરાશાને કે નિરુત્સાહતાને તેઓશ્રીના જીવનમાં સ્થાન જ ન હતું. આજે નહિ તે કાલે, ધારેલું કામ થવાનું જ છે, એવી મક્કમતા તેઓશ્રીની રગેરગમાં વ્યાપેલી હતી. અને એનાં જ પરિણામ છે કે--અનેક મહાતીર્થો ઉદ્ધારને પામ્યાં,—અને તેના હક્કો સુરક્ષિત રહ્યાં.
એકાદ અઠવાડિયામાં આ વ્યાધિ શમી ગયો. આ જ અરસામાં – વાલી (રાજસ્થાન) ના વતની શ્રી હજારીમલજી નામના એક ગૃહસ્થ આવ્યા. તેમના એક પુત્રે પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રી અમૃતવિજયજી પાસે મુનિ શ્રી ખાનિતવિજયજીના નામે દીક્ષા લીધી હતી. તેમના બીજા પુત્ર નવલમલની ભાવના પણ દીક્ષા લેવાની હતી. તેની દઢતા જોઈને તેના પિતા વગેરે અહીં પૂજ્યશ્રી પાસે આવ્યા ને વિનંતિ કરી કે અમારા પુત્રની દીક્ષા આપના પવિત્ર હસ્તે કદંબગિરિમાં કરવાની અમારી ભાવના છે.
એટલે પૂજ્યશ્રી કદંબગિરિ પધાર્યા. ચૈત્ર વદિ બીજે નવલમલને દીક્ષા પ્રદાન કર્યું. તેનું નામ મુનિ નિરંજનવિજયજી રાખીને મુનિ ખાંતિવિજયજીના શિષ્ય બનાવ્યા.
પૂજ્યશ્રીના કાકાગુરૂ પૂજ્યશ્રી નીતિવિજયજી દાદાના પ્રશિષ્ય પં. શ્રી મણિવિજયજી મ. (પૂ. સાગરજી મ. ના સંસારી વડીલભાઈ) ના શિષ્ય પં. શ્રી કુમુદવિજયજી મ. આદિ મુનિવરો અહીં આવ્યા હતા. શ્રી કુમુદવિજયજીની દીક્ષા – સં. ૧૯૫૮માં પૂજ્યશ્રીએ કરેલી. એમને અહીં ચૈત્ર વદિ પાંચમે ઉપાધ્યાય પદવી ધામધૂમ સાથે અર્પણ કરી.
આ પછી કદંબગિરિથી વાવડી-કોટીયા-ઠળિયા-કામરોળ થઈને તળાજા પધાર્યા. અહીં અનેક ગામોના સંઘે ચાતુર્માસની વિનંતિ કરવા આવ્યા. તેમાં મહવાની વિનંતિ પૂજ્યશ્રીએ સ્વીકારી, અને મહુવા પધાર્યા. સં. ૧૯૯૧નું આ માસું ત્યાં બિરાજ્યા. આ ચોમાસામાં પૂજ્યશ્રીને સાધુ-સાધ્વીઓને પરિવાર વિશાલ પ્રમાણમાં હતો. સાધુ ભગવંતોની ઠાણા-૫૦ તથા સાધ્વીજી મહારાજેના ઠાણ-૫૫ હતા. અનેક સૂત્રોના ગોદ્વહન પણ અહીં પૂજ્યશ્રી એ સાધુ-સાધ્વીઓને કરાવ્યા હતાં. મહુવા શ્રી સંઘની ભક્તિ પણ કઈ અલૌકિક હતી.
ચોમાસા પૂર્વે જેઠ શુદિ અગિયારસના દિવસે ઉપાધ્યાય શ્રીવિજ્ઞાનવિજજી ગણિવરને આચાર્ય પદવી, તથા પં. શ્રી અમૃતવિજયજી ગણિ અને પં. શ્રી લાવણ્યવિજયજી ગણિને ઉપાધ્યાયપદવી મહોત્સવપુરઃસર અર્પણ કરી. ગોધરા પંચમહાલ) નિવાસી અને યુવાન વયમાં જ વૈરાગ્યવાસિત બનેલા શા. શાંતિલાલ વાડીલાલ નામના યુવાન દીક્ષા પણ આપી. મુનિ શુભંકરવિજયજી નામ રાખીને શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના શિષ્ય પ્ર. કસ્તૂરવિજયજીના શિષ્ય મુનિ શ્રી યશોભદ્રવિજયજીના શિષ્ય બનાવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org