________________
આ યુગનું ભગીરથ કામઃ
૨૬૭
મહાવદ પાંચમે સવારે અનેક વાજિંત્રોના મંગળનાદ સાથે સંઘ ગિરિરાજ ચઢ શરૂ કર્યો. દેઢ માસના પ્રવાસનું ધ્યેય આજે પૂરું થતું હતું. એથી હર્ષ માં આવીને યાત્રિકે મધુરગંભીર અવાજે ગિરિરાજની સ્તવનાના ગીત લલકારતાં ચઢી રહ્યા હતા. હજારો યાત્રિકના સ્તુતિ-સ્વરને લીધે ગિરિરાજ જાણે શબ્દાદ્વૈતમય બની ગયો હતો, અને સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પિતાના પવિત્ર રજકણને સ્પર્શ કરાવવા દ્વારા જાણે પવિત્ર થડનાવતો હતે. હોંશે હોંશે ગિરિરાજનું ચઢાણ પૂરું કરીને સૌ દાદાના દરબારમાં પહોંચ્યા. વીસ હજારની મેદનીને લીધે દાદાના દરબારે જાણે માનવ-સમુદ્રનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ભાસતું હતું.
આ વખતે પ્રથમ પૂજાને લાભ મુગટ ચડાવનાર પુણ્યાત્મા ફત્તેહચંદ પ્રેમચંદે લઈને દાદાના મસ્તકે હીરા-રત્ન મઢેલે મુગટ ચડાવ્યો. હજારો નેત્ર આતુર–નયને આ દશ્ય જોઈ રહ્યા હતા. મુગટ ચલ્યા બાદ દાદાનું અલૌકિક તેજ નિહાળીને સૌ કેઈના મુખમાંથી ગગનભેદી જ્યનાદ નીકળી રહ્યાં.
બીજા ભાવિકોએ પણ તે તે આભૂષણે ચડાવ્યા. શિખર તથા ઘુમટ ઉ૫૨ કલશની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના વિશુદ્ધ મંત્રોચ્ચાર અને વાસક્ષેપપુર સર કરવામાં આવી. આ પછી સમસ્ત સંઘ દયાળુ દાદાને અનેરા ભાવથી પૂજ્યા-જુહાયો.
પછી–દાદાના સુવિશાળ દરબારમાં (સનાત્રમંડપમાં) પૂજ્યશ્રીએ અગણ્ય જનસમૂહની હાજરીમાં સંઘવીજી તથા સંધવણ શેઠાણી શ્રીસૌભાગ્યલક્ષમી બેન વગેરેને વિધિપૂર્વક તીર્થમાળા પહેરાવી. એ અવસરે સંઘવીજીએ હર્ષપુલકિત હૈયે દયાળુ દાદાને કંઠે રૂ. પચાસ હજારની કિંમતને રત્ન ખચિત હાર પહેરાવ્યા. પૂજ્યશ્રીએ આપેલી પ્રસંગચિત અને ભાવત્પાદક ધર્મદેશના સાંભળ્યા પછી સૌ નીચે-મનસુખનગરમાં આવી ગયા. સૌના મુખ પર કાંઈક પામ્યાન સતેષ તરવરતો હતે.
પાલિતાણથી સંઘ ગિરિરાજની બાર ગાઉને પ્રદક્ષિણા કરવા ગયે. હસ્તગિરિ-કદંબગિરિની યાત્રા કરીને પુનઃ પાલિતાણા આવ્યો, અને પૂજ્યશ્રી આદિ મુનિવરો કદંબગિરિમાં રોકાયા.
સંઘ પુનઃ પાલિતાણામાં આવ્યા પછી અનેક સંસ્થાઓએ સંઘવીજીને માનપત્ર આપ્યાં. યશોવિજયજી જૈન ગુરુકુલ તથા પાલિતાણુ-મહાજને શ્રીદિવાનસાહેબના પ્રમુખપદે માનપત્ર આપ્યાં. સંઘવીજીએ સર્વત્ર ઉદાર રકમનું દાન જાહેર કર્યું. અને મહાવદિ દશમના દિવસે તેઓએ મેટર દ્વારા અમદાવાદ ભણી પ્રયાણ કર્યું.
દેઢ માસ સુધી ચાલેલે આ યાત્રાસંધ જે જે રાજ્યમાં ગયે, તે તે રાજો ચોક દિવસ, એક મહિના કે તેથી ઓછાવત્તા દિવસો અમારિ પાળવાનું જાહેર કર્યું હતું. - સંઘ જ્યાં જ્યાં જો, ત્યાં હજારોની સંખ્યામાં જનસમૂહ દર્શનાર્થે ઉમટતે. લીંબડી, જુનાગઢ, પાલિતાણ વગેરે સ્થળોએ તે એ માટે સ્પેશ્યલ ટ્રેઈને દોડાવાઈ હતી.
હંમેશાં જુદાં જુદાં ગૃહસ્થ તરફથી નવકારશીઓ થતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org