________________
અતિહાસિક મુનિ સંમેલન
૨૫૯ અહીં સંઘે અને ઉમળકાથી સ્વાગત કર્યું. પ્રતિષ્ઠા-ઉત્સવના દિવસો બિલકુલ નજીકમાં આવતા હતા. લોકેને ઉલ્લાસ પણ વધી રહ્યો હતે. આમંત્રણ પત્રિકા સર્વત્ર પાઠવવામાં આવી. પ્રથમ વૈ. વ. ૧૦ થી મહોત્સવનો પ્રારંભ થયે. આઠે દિવસ નવનવાં પૂજા-પૂજન અને પ્રભાવનાઓ થવા લાગ્યા. પંચતીર્થની ભવ્ય રચના ઉત્સવનું આકર્ષણ કેન્દ્ર બની. દ્વિવૈ. શુ. ત્રીજના દિવસે શુભલગ્ન પૂજ્યશ્રીના પુનિત સાંનિધ્યમાં પ્રભુજીની ગાદી સ્થાપનક્રિયા ભવ્ય રીતે સંપન્ન થઈ.
પ્રતિષ્ઠા પછી ભિન્નમાલના વતની શા. તારાચંદજી નામના એક ભાવિકને દીક્ષા આપી. મુનિશ્રી પ્રેમવિજયજી નામ રાખીને સ્વશિષ્ટ કર્યા. પછી પૂજ્યશ્રી આબુ-અચલગઢ યાત્રાર્થે પધાર્યા. યાત્રા કરીને પુન: જાવાલ આવ્યા.
ચોમાસામાં આ. શ્રીવિદયસૂરિજીના શિષ્ય અને પં. શ્રીઅમૃતવિજયજીના સંસારીપિતા વૃદ્ધ મુનિશ્રી હર્ષવિજયજી મહારાજ પાંચ વર્ષને ચારિત્ર પર્યાય પાળીને અંત વેળાએ સુંદર નિર્ધામણાપૂર્વક કાળધર્મ પામ્યા. તેમણે સં. ૧૯૮૫ માં મહુવા મુકામે દિક્ષા અંગીકાર કરેલી. પાકટ ઉંમરે પણ તેમણે ચારિત્રનું નિરતિચાર પાલન કર્યું. એની અનુમોદના નિમિત્તે જાવાલ-સંઘે તથા તેમના કુટુંબીજનેએ મહોત્સવ કર્યો.
ચોમાસું ઉતરવાની તૈયારી હતી, ત્યારે શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ વગેરે શ્રાવકો આવ્યા. અમદાવાદથી શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનાર મહાતીર્થને છરી પાળતે સંઘ કાઢવાની શેઠની ભાવના હતી.
યાત્રા-સંઘમાં જોડાયેલા યાત્રિકોને પાળવાના છ નિયમે. એ દરેક નિયમને છેડે “રી” શબ્દ હોય. એટલે એ છ નિયમ પાળનારા સંઘને છે “રી’ પાળતો સંઘ કહ્યો.
એમાં–પહેલી “રી એકાહારી. એકવાર આહાર (ભજન) કરે તે એકાહારી. સંઘમાં જોડાયેલે યાત્રિક વિહારની સાથે આહારને પણ નિયમ પાળે. એ નિયમના ફાયદા બે દષ્ટિએ જોઈએ,-ધાર્મિક દૃષ્ટિથી એ નિયમ પાલકને તપશ્ચર્યાને મહા-લાભ મળે. વ્યવહાર દષ્ટિએપગે ચાલનારે તબિયત સ્વસ્થ રાખવા માટે આહારમાં નિયમ રાખવો ઘટે. તે આ એકાશનથી આપમેળે આવી જાય છે. એટલે શરીર પણ નીરોગી જ રહે.
બીજી રી’ મેંય સંથારી. ભૂમિ પર કઠેર શય્યામાં સૂએ તે ભૂમિસંથારી. કેમળ શય્યા માનસિક વિકાર જાગૃત કરે. એથી મન અપવિત્ર બને. તીર્થયાત્રિકે તે મનને સદા સાફ રાખવું ઘટે. માટે જ તે ભૂમિશગ્યાને નિયમ પાળે.
ત્રીજીરી” પાદચારી. પગપાળા ચાલે તે પાદચારી. શરીરને કસવાનો–ખડતલ બનાવવાને આ ઉમદા ઉપાય છે. અને માત્ર પગે ચાલવાથી જ પાદચારી નથી બનાતું. એણે તે જયણા રાખવી ઘટે. જિનશાસનમાં તો જલેણું એ જ ધર્મ. માર્ગે ચાલ્યા જાય, પણ પગ તળે ઝીણી પણ જીવાત તે નથી દબાતી ને? એને ઉપગ રાખીને યાત્રાળુ ચાલે.
ચોથી ? શુદ્ધ સમ્યફવધારી. જૈન યાત્રીના ચિત્તમાં એક જ ભાવ હોય કે તે જ સત્ય છે, અસંદેહ છે, જે જિનભગવાને ઉપદેશ્ય છે. આ નિર્મલ મનેભાવને ધારક શુદ્ધ સમ્યકુવધારી બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org