________________
૨૩૨
શાસનસમ્રાટું
* ત્યારે પૂજ્યશ્રીએ સ્પષ્ટ ફરમાવ્યું કે દેશનેતાઓ કેદમાં છે તે બરાબર છે. પણ તમારા શેઠિયાઓમાં જ વિવાહના-લગ્નના પ્રસંગે ઉજવાય છે, અને સ્વજને-નેહી-સંબંધીઓ માટે જમણમાં પિસ્તાની બરફીએ કરાય છે, ને ખવડાવાય છે. ત્યાં ગ્યાયેગ્યને વિચાર નથી આવતું. અને દાદાની ૪૦૦મી વરસગાંઠની નવકારશી કે જેમાં–ચણુના લાડવા, ચણાના ગાંઠીયા, ચણાનું શાક અને ચણાના લોટની કઢી કરાય છે, અને તમારા એક લગ્નથીયે ઓછું ખર્ચ આવે છે, ત્યાં જ દેશનેતાઓનું બહાનું મૂકાય છે.”
પૂજ્યશ્રીની સાચી વાત સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. થોડી વાર પછી શેઠ જેશંગભાઈએ તેડ કાઢતાં કહ્યું કે આપણે બે ટીપ કરીએ. એક ટીપ સાધમિક-સહાયની, ને બીજી નવકારશીની. જેની જેમાં ઈચ્છા હોય, તે તેમાં લખાવે.
કસ્તૂરભાઈ કહેઃ “હું મારી મેળે સાધર્મિક-ભક્તિમાં બે હજાર રૂપિયા વાપરીશ. પણ આપણે સંઘમાં વિખવાદ પડે એવું નથી કરવું. સંઘ એકમતથી ને એક વિચારથી જે નકકી કરે તે કરવાનું છે.”
આ પછી સૌ છૂટા પડ્યા. નવકારશી અંગે કોઈ નિર્ણય ન લેવાયે, આથી શહેરમાં હા મચી ગઈ કે-કસ્તુરભાઈ શેઠે નવકારશી બંધ રખાવી.
આ હોવાથી અગ્રણીઓ અકળાયા. તે જ દિવસે બપોરે શેઠ પ્રતાપસિંહભાઈ હાંફળાહાંફળા પૂજ્યશ્રી પાસે આવ્યા, અને પૂછ્યું : સાહેબ! આ બાબતમાં શું કરવું છે?
પૂજ્યશ્રીએ કહ્યું : “શું કરવું કેમ ? નવકારશી કરવાની છે. અને એ માટે ટીપ કરો. પહેલાં દેશવિરતિસમાજ અને યંગમેન્સ જૈન સેસાયટીવાળાને પૂછી લે કે તમારે નવકારશી કરાવવી છે? નહિતર પાછળથી એ લોકો ખાલી જુઠાણું ફેલાવશે.”
એ બંને સંસ્થાવાળાને પૂછી લેવામાં આવ્યું. તેમની ના આવતાં પૂજ્યશ્રીની પાસે જ શ્રેષ્ઠિવને એકત્ર કરીને ટીપ કરી, શ્રીતત્ત્વવિવેચકસભા તરફથી નવકારશી કરવાનું જાહેર થયું.
બીજા દિવસે વહેલી સવારે શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શા. ગિરધરલાલ છોટાલાલ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમને જોતાં વેંત પૂજ્યશ્રીએ પૂછયું કેમ અત્યારે વહેલા? નવકારશી માટે જ આવ્યા છે ને ? તેમણે હા પાડતાં કહ્યું કે સાહેબ ! નવકારશી ન કરવી એવું કસ્તૂરભાઈનું કહેવું નથી. તેઓ તે એમ કહે છે કે એ માટે પૈસા આપવાની મારી રુચિ નથી.
બતે પછી નવકારશીને આદેશ લેવા માટે નગરશેઠ પાસે સૌની સાથે કસ્તુરભાઈએ જવું પડશે, અને નવકારશી-સમયે આવીને પાટ ઉપર બેસવું પડશે. એ નક્કી કરી લાવે.” પૂજ્યશ્રીએ સ્પષ્ટતા માગી.
તરત જ તેઓ શેઠ પાસે ગયા, અને નક્કી કરી આવ્યા.
વૈશાખ વદ છઠને એક જ દિવસ બાકી રહેલે. એક દિવસ પહેલાં જ આ નક્કી થયું. અમદાવાદના સમસ્ત સંઘની નવકારશીની તૈયારીઓ એક દિવસમાં કેમ થાય? એ વિમાસણ હતી. પણ આખા અમદાવાદને એક રૂપિયામાં જમાડવાની કાબેલિયત ધરાવતાં અમદાવાદના શ્રેષ્ઠિઓ મુંઝાય શાના? શેઠ ચમનલાલ લાલભાઈ વગેરેએ કમર કસીને મહેનત આદરી, ગણત્રીના કલાકમાં તે નવકારશી અંગેની સર્વ સામગ્રી તૈયાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org