________________
ઐતિહાસિક મુનિસંમેલન
૨૪૯
અમુક વર્ગમાં શિષ્યમોહ પણ અમર્યાદ બન્યું હતું. એના ફલસ્વરૂપે બાલદીક્ષાનું પ્રકરણ ઈતિહાસમાં ઉમેરાયું. જ્યારે વડોદરા રાજ્ય બાલદીક્ષા–પ્રતિબંધક ધારો પસાર કર્યો, ત્યારે પણ કેટલાંક તે બેજવાબદારીના ખ્યાલોમાંથી જ બહાર નહોતા નીકળતા. આથી કહેવાતા સુધારકોને તમારો જોવા મળતો હતો. એ તમાશાને તેઓ એવાં તે શબ્દદેહ આપવા લાગ્યા કે-એની અસરરૂપે બીજા રાજ્યમાં પણ દીક્ષા પ્રતિબંધક બિલના ભણકારા વાગવા લાગ્યા. હંમેશાં નક્કર કરતા પિલાંને અવાજ જોરદાર હોય છે, એ નિયમ અહીં બરાબર અનુભવાતે હતા.
અને આ બધી ધમાલ-ધાંધલ નિહાળી નિહાળીને તટસ્થ હિતચિંતક વર્ગ પૂરો ત્રાસી ગર્યો હતો. સર્વ-શાસનની સ્વલ્પ પણ નિંદા કે હિલના તેઓ સ્વમમાં પણ નહોતા ખમી શક્તા. છતાં આજે એવો અવસર આવ્યો હતો કે–તેમને રાતદિવસ આ તકરારે અને તેથી થતી હિલનાઓ નજરે જેવી અને સહેવી પડતી હતી. અને તેથી જ તેમના દુઃખને પાર ન હતા.
આવી જ એક તટસ્થ વિચાર ધરાવનાર વ્યક્તિ શ્રીયુત મોતીચંદ ગિરધરભાઈ કાપડિયાસેલીસિટર આ પરિસ્થિતિથી થાકીને આપણું પૂજ્યશ્રીને એક પત્રમાં લખે છે કે -
મુંબઈનું આ ચાતુર્માસ બગડવામાં બાકી રહી નથી. ચારે તરફ લેકે આ વખત આરૌદ્ર ધ્યાન કરે છે, અને દિન ઉગે અનેક હેન્ડબોલે અને લેખો બહાર પડે છે. કેટલાક હેતુસરના અને ઘણું અંગતષના લેખો આવે છે. એટલે જનતા તે જરૂર મૂંઝાય એવી પરિ. સ્થિતિ થઈ છે. આગેવાને પક્ષમાં વહેંચાઈ ગયા છે, એટલે સત્ય કરતાં પક્ષ વધારે બળવાન થઈ પડ્યા છે. અહીં તો શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ કહેતા હતા તે પાકકો પાંચમો આરે હુંડાઅવસર્પિણી વતી રહ્યો છે. અત્યારે એ સ્થિતિમાંથી નીકળી શકાય તે માગ નથી. અન્ય ધમમાં વગોવણી ખૂબ થઈ છે અને થાય છે. અને એના નાયક તે સુખેથી જોયા કરે છે. આમાં શાસનની દાઝ જેવી ચીજ નથી. અંગત માનાપમાન, પૂર્વકાળના વૈર અને પટ્ટધરના પૂંછડાં વધારે આડા આવતા હોય તેવું દેખાય છે. જે થાય તે જોયા કરવા જેવી સ્થિતિ થઈ રહી છે.
કઈ પડકાર પાડી બેસાડી દે તેવી સમર્થ વ્યક્તિ મુંબઈમાં નથી. જૈન ધર્મ કે કેમનું લાગતું હોય તેને કોઈ સાંભળે તેમ નથી, પવન સદ્ધ કુંકાય છે. એ ઉપર ઉપરનું તોફાન છે કે તળીયા સુધી છે તે સમજાતું નથી. પણ અત્યારે તે મહાખેદ થાય તેવી દશા વતી રહી છે. આપના જેવા કેઈ માર્ગ બતાવે તો રસ્તો થાય. સાંભળતા તો ઘાયું હશે, અવસર જોઈ રહ્યા હશે. વખત જોઈ કાંઈ કરશે તો હજુ પણ શાસન બચશે.
નવયુગના હાથમાં પ્રેસ અને પ્લેટફોર્મ છે. જુનાને તેને ઉપયોગ આવડતું નથી એટલે ગાળાગાળીએ ચઢી ગયા છે. જ્યાંથી લાભ લઈ શકાય તે જ સાધને જૈનેને હાલ ઉલટાં પડ્યાં છે. સાધુવર્ગ કેમને રસ્તો બતાવે તેને બદલે હાલ તે ઉલટી સ્થિતિ થઈ ગઈ છે.
જે હકીકતથી વાકેફ થયા છે તે યોગ્ય કરશે. આપ પ્રત્યે અહીં તે સર્વત્ર માનની નજર સંભળાય છે.
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org