________________
અતિહાસિક મુનિસંમેલન
૨૫૩
મુનિસંમેલનના મંગળ-પ્રારભ કરવામાં આવ્યેા. શરૂઆતમાં સૌની વિનંતિને માન આપીને પૂજ્યશ્રીએ મંગલાચરણ કર્યું. પછી-સંમેલન નિવિદ્મપણે સફળ થાય એ હેતુથી ત્યાં ભવ્ય સ્નાત્ર મહે।ત્સવ ઉજવવામાં આવ્યા. ૪૫૦ આચાર્યાદિ મુનિવરે, ૭૦૦ સાધ્વીજીએ, અને હજારો શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં આ સ્નાત્રોત્સવ અનેરા ઠાઠથી ઉજવાયે.
એ પછી શ્રીમાન્ નગરશેઠે પેાતાનું એજસ્વી સ્વાગત-પ્રવચન આપતાં કહ્યું કેઃ— આસન્ન ઉપકારી ચરમતીર્થંકર શ્રીવીરપરમાત્માને, અને અત્રે બિરાજતા તી સ્વરૂપ ચતુર્વિધ શ્રીસ ંઘને ભાવપૂર્વક પ્રમાણુ કરી, અમારા રાજનગરમાં સમસ્ત શ્રીસંઘના વિનતિયુક્ત નિમંત્રણથી કૃપા કરી, દૂર દૂરના પ્રદેશામાંથી-ઉગ્ર વિહાર કરી પધારેલા પૂજ્ય આચાર્ય મહારાજો, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે, આદિ પૂજ્ય મુનિરાજોને અત્રેના સમસ્ત શ્રીસંઘ તરફથી હું હૃદયપૂર્વક આવકાર આપતાં આનંદ પ્રદશિંત કરૂ છુ.
પ્રશ્નલ પુણ્યાયે પ્રાપ્ત થાય, એવા આ મહાન્ ઐતિહાસિક પ્રસંગના લાભ અમરા નગરના શ્રીસ ંઘને મળવાથી અમે અમારાં અહાભાગ્ય માનીએ છીએ.
નિમંત્રણપત્રિકામાં દર્શાવેલા અનિચ્છનીય વાતાવરણના જે જે નિમિત્તો હાય, તે સર્વેના વિચાર કરી શુદ્ધ શાંતિમય વાતાવરણ ઉત્પન્ન કરવાને આપ સહુ પૂજ્યને પ્રયાસ કરવા મારી વિનંતિ છે. આપના આ પુણ્ય પ્રયત્નમાં આપ સૌ પૂર્ણ સફળ થાઓ, જેથી આપણું મહાન ગૌરવશાળી શ્રી જૈનશાસન વધુ ગૌરવશાળી થાય, અને આ પ્રસંગ એક અજોડ ઐતિહાસિક પ્રકરણ બની રહે.
મુનિસંમેલનના કાર્યક્રમમાં આથી અધિક આપશ્રીને કહેવાના અધિકાર મને ન હાય. છતાં આપણી ત્યાગપ્રધાન વીતરાગશાસનની ઉત્કૃષ્ટ આદર્શો સાધુ સંસ્થા આ સંમેલનના પ્રયત્નથી વધુ ને વધુ ઉત્કૃષ્ટ થાય, અને જૈન સમાજ પણ આવી આદશ સાધુ સંસ્થાથી પેાતાની સાચી દિશા પામી, વધુ ને વધુ ઉન્નતિ ક, એવી મારી ભાવના છે. વિનતિરૂપે સૂચના કરૂ છુ કે આ સ ંમેલનના કાર્યક્રમમાં ગચ્છ સામાચારી અને મુહપત્તિના વિષય વિષે ચર્ચા થશે નહિ', એમ હું જ્યારે સગાના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યે હતા, ત્યારે મેં કબૂલ કર્યું છે. તેથી સંમેલનમાં આ વિષયેાની ચર્ચા ના થાય, તેમ કરવા મારી વિનંતિ છે.
આ સંમેલનના કાર્યોંમાં જે જે ભાઈ એએ પેાતાની સેવાઓ આપી સહકાર કર્યાં છે, તે સૌને હું આ સ્થળે આભાર માનુ છું. મુનિસ ંમેલનની સફળતા ઈચ્છનારા જે જે સંર્દશાએ મને મળ્યા છે, તે હું આપ સમક્ષ વાંચી સંભળાવું છું. તેની પૂર્ણાહુતિ પછી આપ સૌ પૂજય મુનિરાજોને સમેલન માટેના મંડપમાં પધારી, સ ંમેલનના મ ંગલકાય ની શુભ શરૂઆત વિશાળ હૃદયની ઉદાર ભાવનાથી કરવાને વિનંતિ કરૂ છું. ઉદાર ભાવનાથી થયેલા નિષ્ણુ ચાના પ્રભાવ આપણા જૈનસમાજમાં ચિરકાળ શિરાધાય થઈ રહે.
'તમાં આ કાને લઈને આપશ્રીના સમાગમમાં આવતાં મારાથી કેઈ પણ જાતના અવિનય થયા હાય, તેા તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છુ. જુદાજુદા ગામા યા શહેરામાં બિરાજતા મુનિમહારાજોને હું જ્યારે આમંત્રણા કરવા ગયા હતા, ત્યારે તે સૌ સ્થળેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org