________________
આદર્શ અનુશાસક
૨૩૭ છે. વ. પાંચમના દિવસે શેઠ કરતુરભાઈની આગેવાની તળે શ્રેષ્ઠિવ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈને ત્યાં આદેશ લેવા ગયા. નગરશેઠે પણ સૌને ચાંલ્લા કરીને શ્રીફળ આપવાપૂર્વક આદેશ આપ્યા.
વૈ. વ. ના સવારે નગરશેઠના વડે હજારની માનવ મેદનીની વિશાળ હાજરીમાં ભવ્ય સ્નાત્રોત્સા ઉજવાયે. ત્યારબાદ રથયાત્રા નીકળી. અમદાવાદમાં અભૂતપૂર્વ એ જૈન રથયાત્રા નીકળી પૂજ્યશ્રી વગેરે સેંકડે મુનિરાજ, હજારો ભાવિક આત્માઓ, બેન્ડવાજાં ને નિશાન ડંકા વગેરેથી વરઘેડાનો ઠાઠ અપૂર્વ બન્યા હતા. - સકલસંઘની નવકારશી પણ અપૂર્વ ઉલટભેર થઈ. નવકારશી વખતે શેઠશ્રી કસ્તૂરભાઈ સૌની સાથે ત્યાં આવીને પાટ પર બેઠા. બપોરે શેઠ જેશીંગભાઈની વાડીના શ્રી આદીશ્વરપરમાત્માના જિનાલયમાં નવાણું પ્રકારની પૂજા પણ મહોત્સવની જેમ ભણાવાઈ. ત્યાં તથા ઝવેરીવાડમાં ભોંયરાના શ્રી આદીશ્વરપ્રભુને લાખેણું અંગરચના રચવામાં આવી.
એકંદરે એક દિવસની વ્યવસ્થિત ઉજવણું મોટાં મહોત્સવને પણ ઝાંખી પાડે એવી થઈ અને એથી જેનેતરોમાં એની ખૂબ અનુમોદના થઈ.
એ અનુમોદનાના નિદાન આપણે પૂજ્યશ્રી જ હતા.
[૪૮]
આદર્શ અનુશાસક
પૂજ્યશ્રીની અનુશાસન-પદ્ધતિ અજોડ હતી. તપાગચ્છાધિરાજ શ્રીમૂળચંદજી મહારાજના વારસારૂપે તેઓશ્રીએ એ મેળવેલી. - સાધુઓને અભ્યાસ કેમ વિકસે-સારે થાય એ બાબતની તેઓશ્રી ઘણી ચીવટ રાખતા. કોઈપણ મુનિ આળસુ ન બને, ભણવામાં કે ચારિત્રારાધનમાં પ્રમત્ત ન બને, એ માટે તેઓશ્રી પૂરતી તકેદારી રાખતાં.
તેઓશ્રી સ્વયં સાધુઓને ભણાવતા. કિશતાજુનીય, રઘુવંશ કે તિલકમંજરી-કાદંબરી જેવાં કાવ્યો હોય, પરિભાષબ્દુશેખર જે વ્યાકરણને કોઈ ગ્રંથ હોય, કે આગમ યા દશનશાસ્ત્રને કઈ મહાગ્રંથ હેય, એને એક પ્લેક કે એક ગાથા પણ તેઓશ્રી એવી વિશદ રીતે ભણાવતાં કે-ભણનારને એ આખું કાવ્ય અને આ ગ્રંથ આપમેળે ભણતાં-વાંચતા આવડી જ જાય.
સોટી વાગે ચમચમ, ને વિદ્યા આવે રમઝમ' આ વાતને તેઓશ્રી દઢપણે માનતા હતા. ભણાવતી વખતે તેઓશ્રી તરપર્ણના દેરાને પણ ઉપયોગ કરતાં. તેઓશ્રીના વિખ્યાત વિદ્વાન બનેલા એકપણ શિષ્ય-પ્રશિષ્ય એવા નહિ હય, જેણે એ દેરા ન ખાધાં હોય. પણ એ
૩૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org