________________
અનુમાનાના નિદાન
૨૩૧ હિંદભરના લાખો ભાવિકે આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત થયા હતા, પ્રતિષ્ઠાકારક આચાર્યો સર્વગચ્છોય હોવાથી આ પ્રતિષ્ઠા કેણે કરાવી? એ મતભેદ ઉભું ન થવા પામે, માટે કર્માશાહે તથા શાસન સુભટ સૂરીશ્વરએ દીર્ધદષ્ટિ વાપરીને દાદાની પલાંઠીના લેખમાં લખ્યું “પ્રતિ તિં સર્વપૂર્ણિમા ”
વિ. સં. ૧૫૮૭ની એ સાલ હતી. વૈશાખ વદ છઠને એ મહાન દિવસ હતો.
વિ. સં. ૧૯૮૭ના ચાલુ વર્ષે ગિરિરાજ ઉપર દયાળદાદાની પ્રતિષ્ઠા થયાને બરાબર ચારસો (૪૦૦) વર્ષ પૂરા થતા હતા. અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની, શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓની તથા શહેરના અગ્રણીઓની ભાવના થઈ કે-આ ૪૦૦મી વર્ષગાંઠના શુભપ્રસંગે તેની ઉજવણી કરીએ. આ વિચાર આવવાથી શેઠ પ્રતાપસિંહ મેહલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, ગિરધરલાલ છોટાલાલ, જેશંગભાઈ કાળીદાસ, જમનાદાસ હીરાચંદ ઘેવરીયા વગેરે આ બાબતમાં પૂજ્યશ્રીની સલાહ લેવા આવ્યા.
પૂજ્યશ્રીએ ફરમાવ્યું કેઃ “આ આપણે મહાન દિવસ છે. આ દિવસે સર્વ પ્રકારના આરંભ–સમારંભે બંધ રહેવા જોઈએ. મલે પણ બંધ રહે. રથયાત્રા તથા સંઘની નવકારશી થાય. જેથી લેકેને પણ ખ્યાલ આવે કે–આજે જેનેને એક મહાન દિવસ છે. પિળના દેરાસરની વર્ષગાંઠ આવે, ત્યારે આપણે પૂજા-જમણ વગેરે કરીએ છીએ, તે આ તે ત્રણ જગતના નાથ પરમદયાળુ દાદા શ્રી આદીશ્વર પ્રભુની વર્ષગાંઠને દિવસ છે, એની ઉજવણી અપૂર્વ રીતે જ કરવી ઘટે.”
પ્રતાપસિંહભાઈ કહેઃ વિશિષ્ટ રીતે-આપ ફરમાવે છે તેમ ઉજવણી થાય-કરીએ. પણ મીલે બંધ ન રહે. મીલમાલિકે માને કે કેમ એ એક પ્રશ્ન છે.
પૂજ્યશ્રી કહે: તમે પ્રયાસ તે કરી જુઓ. બંધ રહે તે ઘણી સારી વાત.
શેઠિયાઓએ મીલમાલિકને મળીને પોતાની ભાવના જણાવી. સાચી ધર્મ–ભાવનાને પડશે એને અનુરૂપ જ પડે છે. મીલમાલિકો તરત માની ગયા. દાદાની વર્ષગાંઠના દિવસે મીલે બંધ રાખવાનું તેમણે સહર્ષ કબૂલ્યું. શહેરના કસાઈએ પણ માની ગયા. - હવે આવી નવકારશીની વાત. દિવસ ટુંકા હતા. ઝડપી નિર્ણય લેવાનો હતે. કોના તરફથી કરવી ? એ વિચાર ચાલતાં પૂજ્યશ્રીએ કહ્યું : “શેઠ માકુભાઈ (માણેકલાલ મનસુખભાઈ) અને શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તષ્ફથી નવકારશી રાખે. એને ખર્ચ બંને ભાગે પડતે વહેંચી લે.”
માકભાઈએ “તહત્તિ કહી એને આનંદ સહ સ્વીકાર કર્યો. કસ્તૂરભાઈને બોલાવવામાં આવ્યા. તેમને વાત કહી. પણ નવકારશી કરવા માટે તેમનું મન કાંઈક ઓછું જણાયું. તેમનું કહેવું થયું. અત્યારે ગાંધીજી વગેરે દેશનેતાઓ કેદમાં છે, તે સમયે નવકારશી કરવી યોગ્ય નથી. આના કરતાં સાધર્મિક ભક્તિ માટે કાંઈક કરીએ તે વધારે સારું છે. ૧. સર્વ આચાર્યોએ આ બિંબની પ્રતિષ્ઠા કરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org