________________
૨૨૨
શાસનસમ્રાટ છે ત્યાં જ એક દરબાર ખભે છેકે નાખીને ત્યાંથી નીકળ્યા. વિધિનું દશ્ય જોતાં જ એ બરાડી ઉઠયાઃ શું કરે છે. અહીં ?
આ તે અહીં દેરાસરનું ખાતમુહૂર્ત કરીએ છીએ, દરબાર ! વકીલ વિ. એ જવાબ આપે.
“પણ કેને પૂછીને અહીં કરે છે? અહીં કરવાની તમને રજા કોણે આપી ? અમને આપાભાઈએ કહ્યું કે તમે આ ઠેકાણે કરે, એટલે અમે અહીં કરીએ છીએ.”
એમ? તમને આપાભાઈએ કહ્યું? પણ એની આંહીં શી સત્તા છે? આ જમીન એલા આપાભાઈની માલિકીની નથી. આ તે ૧૯ જણાના ભાગની છે. અત્યારે ને અત્યારે અહીંથી ઊભાં થઈ જાવ. નહિતર આ ધોકો જોયો છે? તમને બધાયને ભારે પડી જશે. જો તમારે દેરાસર બાંધવું હોય તે ચાલે, હું તમને બીજી જમીન દેખાડું. ત્યાં તમારે જે કરવું હોય તે કરો.
વકીલકામદારે કહ્યું કે દરબાર ! અમે એમજ કરીશું પણ હવે અહીયાં થેડીક ક્રિયા બાકી રહી છે, તે પૂરી કરી લેવા દે. પછી તમે કહે ત્યાં આવીએ, અને ત્યાં વિધિ કરીએ.
દરબાર માની ગયા, એટલે વિધિ પૂરો કરીને અને તેની સાથે ગયા. દરબારે એક જગ્યા બતાવીને કહ્યું કે-અહીં તમારે ખાત-બાત જે કરવું હોય તે કરે. તમે કરી લે ત્યાં સુધી હું અહીં ઊભું છું.
આ જગ્યા જોઈને વકીલ ને કામદાર સામ-સામું જોતાં મલક્યાં, અને મૂછમાં હસવા લાગ્યા. કારણ કે જેને માટે ઘણી મહેનત કરી, તોય જે જગ્યા ન મળી, તે જગ્યા અનાયાસે મળતી હતી. એટલે એ બંને ખુબ રાજી થયા. મંગલ મુહૂર્તના ફળ મંગલ હોય છે, તેનો આ પ્રત્યક્ષ દાખલે. જે વાંછિત હતું તે જ થયું.
પણ-બીજી મુશ્કેલી ઊભી જ હતી. ખાતમુહૂર્તનો શુભ સમય વીતી ગયો હતો. તેના માટેની સામગ્રી ખલાસ થઈ ગઈ હતી. અને પેલા દરબારશ્રી તે હાથમાં છે કે લઈને ઊભા હતા કે–તમે તમારું મુહૂર્ત કરે. પછી જ હું અહીંથી ખસીશ. એને ભીતિ હતી કે-કદાચ આ લોકે પાછાં પેલી જગ્યાએ વિધિ કરી નાખે છે? આ પણ વકીલ અને કામદારને એવું કરવાની જરૂર ન હતી. તેમણે તે તરત જ માણસ મોકલીને ચેકથી જોઈતી સામગ્રી મંગાવી લીધી, અને એ જમીનમાં ખનન-મુહૂર્ત કર્યું.
ત્યારબાદ તેઓ બંને પુનઃ મહુવા પોંચ્યા. પૂજ્યશ્રીને બધી વાત જણાવીને કહ્યું : સાહેબ ! આ પ્રમાણે બે ઠેકાણે ખાતમુહૂર્ત કર્યા છે. અને બધું આનંદથી પતી ગયું છે.
પૂજ્યશ્રીએ કહ્યું: “જે થાય તે સારા માટે. પણ હવે પહેલું કામ એ કરે-આ જમીન વેચાતી લઈ લે. આપાભાઈ તથા ચેકના થાણદારને આ વાતમાં વચ્ચે રાખવા. એટલે જરૂર ફતેહ થઈ જશે.
એ જમાનામાં થાણદાર એટલે શી વાતે ? એનાં નામથી ભલભલાં દરબાર–ઠાકોરે ડરે. એક રાજા જે એને રૂવાબ. એવા થાણદાર સાહેબ આ વાતમાં ધ્યાન આપે, તો પૂજ્યશ્રીના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org