________________
આપને ઉચિત લાગે છે...
૨૨૫ પછી ટુંક સમયમાં જ જમીનની માપણી કરી અને પાકાં ૪૫ હાથ લાંબી-પહોળી જમીન અઘાટ વેચાણ લઈ લીધી. | દરબારની માંગણી પ્રમાણે ગામમાં એક સુંદર ચરો પણ બંધાવી આપે. એમાં તે વખતે ૪૦૦ રૂપિયાનો ખર્ચ થ.
વકીલ તથા કામદાર મહુવા-પૂજ્યશ્રી પાસે જઈ આવ્યા. સર્વ બીના જણાવી. પૂજ્યશ્રીને એથી અપાર હર્ષ થયા. તેઓ શ્રીમાનની વર્ષોની ભાવના આજે સફળતાના પ્રથમ પગથિયે પહોંચી ગઈ હતી.
[૪૬]
આપને ઉચિત લાગે છે.......
જમીન લેવાઈ ગઈ. ખાતમુહુત અને શિલા સ્થાપન તે પ્રથમથી જ થયેલા હતા. હવે એ જમીનમાં ૭૨ જિનાલયના નિર્માણને તથા તેને આદેશ આપવાને વિચાર ચાલ્યા.
પ્રથમ તે પૂજ્યશ્રીનો વિચાર એક નાનું સરખું દેરાસર બાંધવાને હતો કે જેથી યાત્રિકોને પ્રભુદર્શન-પૂજનને લાભ મળી શકે. પણ પછીથી એ વિચાર બદલાયે. “શ્રીનાભગણધર ભગવંતના મુખેથી આ ગિરિવરનો મહિમા સાંભળીને શ્રી ભરત મહારાજાએ શ્રીમહાવીર પ્રભુને ભવ્ય પ્રાસાદ અહીં કરાવ્યો હતો.” એ વાત તેઓશ્રીના સ્મરણપથમાં હતી જ. એટલે તેઓશ્રીને લાગ્યું કે એ ભવ્ય પ્રાસાદની સ્મૃતિ કરાવે એ શ્રી મહાવીર પ્રભુને ૭૧ દેવકુલિકાસમેત મહાન પ્રાસાદ બંધાવ. તેમાં ગઈ, ચાલુ, અને આવતી ચોવીશી, વીશ વિહરમાન તથા ચાર શોધતા જિન તેમજ શ્રીગણધરભગવંતની મૂર્તિઓ પધરાવવી.
આ ઉમદા વિચાર તેઓશ્રીએ શિષ્યગણને તથા વકીલ, કામદાર અને શેઠ ચીમનલાલ લાલભાઈ (હીરાચંદ રતનચંદવાળા) વગેરે શ્રેષ્ઠિગણુને જણાવ્યું. સૌએ એકી અવાજે એ વધાવી લીધું. સૌને જવાબ હતો : “આપશ્રીમાને બોલ પડે. એ અમારે કરવાનું
આ પ્રમાણે મહાપ્રાસાદ બનાવવાનું નકકી થયું. પછી એ જિનાલયના આદેશની વાત આવી.
જિનાલયને આદેશ એટલે-એ જિનાલય આદેશ લેનાર ગૃહસ્થ તરફથી બંધાય, મૂળનાયક પ્રભુજી એના નામના ભરાવાય, અને તેમને ગાદીનશીન પણ તે જ કરે. આ મહામૂલે આદેશ લેવા માટે શેઠ માકુભાઈ શેઠ ચીમનલાલભાઈ વગેરે અનેક શ્રેષ્ઠિવરે તૈયાર થયા.
અમદાવાદના વતની સ્વ. શા. કરમચંદ કુલચંદ પૂજ્યશ્રીના પરમભક્ત હતા. પૂજ્યશ્રીની સપ્રેરણાનુસાર શેરીસા પાસેના “વામજ ગામમાં એક દેરાસર બંધાવવાની તેમને ભાવના થયેલી. (વામજ ગામમાં જમીનમાંથી પ્રાચીન ભવ્ય જિનબિ બે પ્રગટ થયા હતા.) પણ એ ૧. ૩૦ હાથ લાંબી અને એક હાથ પહોળી જમીન=પાકે એક હાથ લાંબી પહેળી જમીન ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org