________________
૨૨૬
શાસનસમ્રાટ
ભાવના અમલી બને તે પહેલાં જ તેઓ સ્વર્ગવાસી બન્યા આથી એ કામ ન થયું. તેમની દેરાસર ખાતાની તે મિલકત સુરદાસ શેઠની પિળમાં રહેતા તેમના સુપુત્રી શ્રીપુંજીબેન દલપતરામ પાસે પડી હતી. એમાંથી પિતાજીની મહેચ્છા પૂર્ણ કરવાની તક તેઓ શેધી રહ્યા હતા. એ અવસરે શ્રીકદંબગિરિતીર્થના પ્રસ્તુત દેરાસરના આદેશની તેમને જાણ થઈ તરત જ તેઓ મહુવા ગયા. ત્યાં પૂજ્યશ્રીને વિનંતિ કરી : “સાહેબ ! અમારે આદેશ લેવાની ભાવના છે. હું આદેશ લીધા વગર પાણી પણ વાપરવાની નથી. આપ સાહેબની કૃપા હોય તે આદેશ મળશે.”
પૂજ્યશ્રીએ પુંજીબેનની આદેશ લેવાની દઢ અભિલાષા પારખી. તેઓશ્રીએ સૌને વાત કરી કે : બેલે! તમારા સૌની ઈચ્છા હોય તે આ પુંજીબેનને આદેશ આપીએ. આપણે રૂપિયાનો વિચાર નથી કરવાને. પણ સામી વ્યક્તિની ભાવના જવાની છે. માટે તમારા સૌની ઈચ્છા થતી હોય તે આદેશ આપીએ.
સીએ કહ્યું કે સાહેબ ! આમાં અમને શું પૂછવાનું ? આપશ્રીમાન દીર્ઘદ્રષ્ટા છો–મહાપુરુષ છે. આપને જે ઉચિત લાગે તે કરવાનું જ હોય. અને એમાં અમારી સંમતિ જ હોય.
આમ સૌની સંમતિ જણાતાં પૂજ્યશ્રીના સાનિધ્યમાં શ્રીકદંબગિરિ તીર્થમાં બંધાનાર ભવ્ય શિખરબંધી દેરાસરને આદેશ શા. કરમચંદ ફુલચંદ વતી તેમના સુપુત્રી શ્રીપુંછ બેનને અપાયે. પુંજીબેનની પ્રસન્નતાને પાર ન રહ્યો. તેમના સ્વર્ગસ્થ પિતાની અને તેમની વર્ષોની શુભભાવના આજે પૂજ્યશ્રીની કૃપાથી સફળ થઈ ખરેખર, મહાપુરુષોની દયાને પ્રકાર કેઈ નિરાળો જ હોય છે.
આ પછી એક મંગલમહતે એ જમીન ઉપર શ્રી મહાવીર પ્રભુને મહાપ્રાસાદ નવેદિત શિલ્પી સેમપુરા શ્રીપ્રભાશંકરભાઈ એ ઘડદાસની દેખરેખ તળે બંધાવ શરૂ થયે.
એ જિનાલય માટે પ્રાચીન સુંદર પ્રભુપ્રતિમાની તપાસ શરૂ થઈ. પૂજ્યશ્રોની ભાવના હતી કે જ્યાં સુધી શ્રીવીરપ્રભુની પ્રાચીન પ્રતિમા મળી જાય, ત્યાં સુધી નવો ન ભરાવવા.
શ્રીવીરપ્રભુની સંપ્રતિ મહારાજાના વખતની સુંદરકાર પ્રતિમા શંખલપુરમાં છે, એ વાત તેઓશ્રીના ધ્યાનમાં હતી. તેઓશ્રીએ શ્રાવકેને તે પ્રતિમા મેળવવાનો પ્રયાસ કરવા ઉપયોગ આપે. અમદાવાદના શા. સારાભાઈ જેશીંગભાઈ તથા સાત ફુલચંદ છગનલાલ વગેરે ગૃહસ્થો ત્યાં ગયા. પૂજ્યશ્રીએ સૂચવેલી મૂર્તિના દર્શન કરીને તેઓ અતિ–આલ્હાદ પામ્યા. સ્થાનિક સંઘ પાસે તેમણે એ મૂર્તિ માટે માગણી મૂકી.
ગામના શેઠે સંઘ ભેગો કર્યો. વિચારણપૂર્વક અમુક નકરો લઈને પ્રતિમાજી આપવાનું સંઘે નક્કી કર્યું. બન્ને ગૃહસ્થ બીજે દિવસે પ્રતિમાજીની પૂજા કરીને લઈ જવા તૈયાર થયા. ત્યાં જ એકાએક શેઠે ના પાડી. પ્રતિમાજી આપવાના નથી એમ જણાવ્યું. કુલચંદભાઈ વગેરેએ તેમને ઘણું સમજાવ્યા કે- આ તીર્થના મૂળનાયક થશે. પૂ. ગુરૂમહારાજને ઘણા ગમ્યા છે, માટે તમે આપો. પણ એ લેકે ન માન્યા.
છેવટે સંઘે આપેલાં પ્રાચીન પરિકરને વેગન ભરીને તેઓ પાછાં આવ્યા. આ પછી બીજે પણ તપાસ કરી, પણ મનમાની મૂર્તિ ન મળી, એટલે પૂજ્યશ્રીની અનુજ્ઞા લઈને નવી
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org