________________
સફળતાના પ્રથમ પગથિયે
૨૨૭
કથન મુજબ ફત્તેહ થાય જ. આમ વિચારી પૂજ્યશ્રીની આજ્ઞા લઈને અને ચાક' માન્યા. વકીલનું તે। ગામ હતું. અને પાછાં તે થાણામાં વકીલાત પણ કરતાં. એટલે પૂર્વભૂમિકા નિષ્કંટક જ હતી. તેઓ થાણુદારને મળ્યાં, બધી વાત જણાવીને આમાં સહાય કરવા વિનંતિ કરી.
થાણુદાર પણ હતાં ધસી જીવ. જાતે બ્રાહ્મણ હતા. સાથે બુદ્ધિશાળી પણ. નામ હતું નરભેરામભાઈ.ધના કામેામાં સહકાર આપવાનું એમને ગમતું. વળી–પુજ્યશ્રીના પણ તે પરિચિત હતા. એટલે તેમણે આ કાય માં પૂર્ણ સહકાર આપવાની હા કહી. તેમણે-કહ્યું : તમે અને મુખીને મળે. તેને બધી વાતથી વાકેફ કરીને મારી પાસે લાવે.
વકીલ અને કામદાર મુખી પાસે ગયા. મુખી એટલે પેાલીસ પટેલ. ગામ આખામાં એની સત્તા, અને એના ઉપર એક થાણુદાર સાહેબ સિવાય ખીજાં કાઈની સત્તા નહિ. આવા એક મુખી હતા. જાદવજી મુખી એમનુ' નામ. એમને બધી વાત બંને જણાએ ક્હી. મુખી એ સાંભળીને થાણુદાર પાસે આવ્યા. થાણુદારે કહ્યુ... કે : મુખી ! આ લેાકા પાસેથી તમે બધી વાત જાણી. હવે એમને એ જમીન અપાવવી છે. અને આવતી કાલે જ એ માટે ત્યાં (બેદાનાનેસ) જવું છે. તે ત્યાં કઈ રીતે જવું ? અને એ જમીન કેવી રીતે મેળવવી ? એની પૂ ભૂમિકા તમે નક્કી કરો.
મુખીએ વિચાર કરીને કહ્યુ : જુઓ ! આપણે વે'લ જોડીને જવુ. ૧૫ માણુસનું સીધુ. (રસાઈના સામાન) સાથે લેવું. એક રસોઈ એ બ્રાહ્મણુ પણ લઈ લેવા. ત્યાં જે દરબાર આપણા વધારે વિરોધી છે, એની ડેલીએ આપણી વે'લ છેાડવી. બીજા કાઈ ને ત્યાં નહિ, ત્યાં જઈને આપણે આપણાં તરફથી લાડવાનું જમણુ કરવાનુ. એના ઘરના સને નાતરૂ દઈ ને જમાડવાના. ખસ ! ખાકીનું બધુ હું સભાળી લઈશ.’
બધાંને આ વાત રૂચી ગઈ. વકીલ-કામદારે બધી વસ્તુઓ મંગાવી લીધી. મીજા' દિવસે સાંજે વે’લ જોડીને તેમાં બધી વસ્તુઓ ભરી. થાણુઢાર-સુખી-કામદાર તથા વકીલ વે'લમાં એસીને ચાકથી મેઢાનાનેસ જવા રવાના થયા. રાત પડવા આવી ત્યાં પહાંચી ગયા. અને નક્કી કર્યા મુજબ પેલા માથાભારે દરખારની ડેલીએ વેલ છેાડી. રસ્તામાં આપાભાઈની ડેલી આવી, ત્યાં આપાભાઇને કહેતાં આવ્યા કે આજ તા. અમે અમુક દરબારની મે'માનગતિ માણીશું.
પેલા દરબારને ખબર પડી કે-ચેાકના થાણુદાર સા'બ પેાતાના ઘરે પધારી રહ્યા છે, એટલે એ તે દોડતા બહાર આવ્યેા. સાહેબની આગતા-સ્વાગતા કરવા લાગ્યા.
રાત પડી ગઈ હતી. એટલે વાળુ પાણી (ભેાજન) તેા કચારના પતી ગયેલા. પણ તાજુ દોહેલ શેડકહું દૂધ લાવીને એણે બધાંને પીવડાવ્યુ, પછી સૌ સૂઈ ગયા.
બીજા દ્વિવસે સવારે તક સાધીને જાદવજી મુખી પેલાં દરખારને એક બાજુ લઇ ગયા, અને કહ્યું : “દરખાર ! આજ તે તમારાં ભાગ્ય ઉઘડી ગયાં સમજો. થાણુદાર સાહેબ પાતે તમારા ઘરે વગર નાતરે પધાર્યાં. બીજા નેાતરાં દઈ દઇને થાકી જાય ત્યારે માંડ સાહેબના દન મળે, ને આજે તેા તમારા ઘરે જ એ આવ્યા છે. માટે તમારી તે જનમારી સફળ થઈ ગયા સમજજો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org