________________
સફળતાના પ્રથમ પગથિયે
૨૧૯
તળાજા તરફ વિહાર કરી ગયા. મહુવા–શ્રીસંઘના આગ્રહથી આગામી ચાતુર્માસ ત્યાં કરવાનું હતું. હજી ચોમાસાને વાર હોવાથી તેઓશ્રી આસપાસના પ્રદેશમાં વિચારવા લાગ્યા. વકીલ તથા કામદાર પણ સ્વસ્થાને ગયા.
............ ..... ..............
હવે–બેદાનાનેસમાં એક દિવસવાત ફેલાઈ કે અતીતા કેળીને સ્વમ આવ્યું. શેનું ? તે કે –
“એક મોટી જમીન છે. એની અંદર મોટું ગોળ કુંડાળું છે. એ કુંડાળામાં વાણિયાના ભગવાન બેઠા છે. અને આજુબાજુ ઘીના દીવા બળે છે. એ દીવા પાસે ઘી ઢોળાયાના ડાઘાં છે.” (આવું સ્વમ આવ્યું છે.) પછી તે–
વાર વાતને લઈ જાય. વાત ફેલાતી “ચેક સુધી પહોંચી. શ્રીવીરચંદભાઈ વકીલે આ વાત સાંભળી. એમણે તુર્તજ જેસર કામદાર અમરચંદભાઈ ઉપર ખબર મોકલ્યા કે હું ત્યાં (બેદાનાનેસ) જાઉ છું. તમે ત્યાં આવે. આપણે આ બાબતની તપાસ કરીએ.
થડીવારમાં બંને આવી પહોંચ્યા. તીતા કેળીને મળ્યા. બધી વાત જાણી. પછી પૂછ્યું : અલ્યા! એ સ્વમાવાળી જમીન અહીં ક્યાંય છે કે નહીં ? તમે લોકેએ એની તપાસ કરી?
તીતાએ કહ્યું : હા ! અમે તપાસ કરી છે. એક જગ્યા છે. ત્યાં હજી પણ કુંડાળું દેખાય છે. અને ઘીનાં ડાઘાં ય છે. હાલ ! તમને દેખાડું.
બધાં પિલી જમીન પાસે ગયા. જોયું તે સાચે જ ગોળ કુંડાળું હતું. અને એની અંદર ઘી ઢોળાયાના ડાઘા પણ સ્પષ્ટ દેખાતાં હતાં.
કામદાર અને વકીલ તે તાજુબ થઈ ગયા. આ એ જ જમીન હતી, જે પૂજ્યશ્રીની નજરમાં વસી ગયેલી. બન્ને ગૃહસ્થાએ એ જમીન હવે વહેલી તકે લઈ લેવાની તજવીજ શરૂ કરી. થોડીક પૂછપરછ કરીને જાણી લીધું કે-આ જમીન ૧૯ તાલુકદાર ગરાસિયાઓના ભાગની છે. એક જમીનના બે-ચાર નહિ, પણ ૧૯ ભાગદારે છે.
આ બધી વિગત મેળવીને તેઓ બંને પહોંચ્યા-પૂજ્યશ્રી જ્યાં બિરાજતા હતા, તે ગામે. પૂજ્યશ્રીને બધી હકીક્ત વિગતવાર કરી. પૂજ્યશ્રી પણ ખૂબ આનંદિત થયા, અને કહ્યું કે-જે એ જમીન મળતી હોય તે એને માટે જ પ્રયાસ કરે.”
પૂજ્યશ્રીના શુભાશીર્વાદ લઈને બંને પાછાં આવ્યા, અને એ જમીન મેળવવા પ્રયાસ શરૂ કર્યો.
સૌ પ્રથમ-એ ઓગણીસેય ગરાસિયાના નામ અને ઠામ-ઠેકાણું મેળવ્યા. એમાં સૌથી મુખ્ય તો પૂજ્યશ્રીના પરમભક્ત આપાભાઈ કામળિયા જ હતા. એટલે બન્નેને લાગ્યું કેઆપાભાઈની મદદથી કામ સરળ બની જશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org