________________
૧૭૮
શાસનસમ્રા
વવા આવ્યું. એ જોઈને પૂજ્યશ્રીએ શ્રાવકોને કહ્યું: “જ્યારે પ્રતિષ્ઠાની આવી વિશુદ્ધ અને મંગળ ક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે પણ આવી આશાતના થઈ રહી છે, તે પ્રતિષ્ઠા પછી સૌ સૌના સ્થાને જશે ત્યારે શું નહિ થાય ? પછી તે આ જાટ લેકે પાછા ભૈરવજીને પૂર્વની જેમ જ દારૂ ચડાવશે. માટે આ આશાતનાનું નિવારણ થવું જ જોઈએ.”
આથી-જાટ લેકેનો ઉગ્ર વિરોધ તથા કૂર રોષ હોવા છતાંય રીતેરાત તે ભૈરવજીને ત્યાંથી લઈને બાજુના ઉપાશ્રયમાં પૂર્વસ્થિત ભૈરવની સાથે પધરાવવામાં આવ્યા. આમ થવાથી જાટલેકેની ધમાલ દ્વિગુણિત બની. પણ પૂરતા સંરક્ષણ અને સખ્ત જાપ્તાને લીધે તેઓ એક પણ માણસને કે દેરાસરને કાંઈ નુકશાન ન કરી શક્યા. જોકે– ચામુંડાજીના સ્થાનાન્તર પછી જાટ લોકેએ પનાલાલજી ઉપર ફેજદારી કેસ માંડેલે. એ કેસ ત્યાં તંબૂમાં બિલાડાના હાકેમ તથા ફેજદાર સમક્ષ ચાલેલે. પણ એ કેસમાં તેઓ ફાવ્યા નહિ. હાકેમ સાહેબે જણાવ્યું કે-” જૈનોના કબજાના અને જૈનોને માન્ય ચામુંડામાતા કે ભૈરવજીને જૈન ફેરવી શકે છે, બીજે સ્થળે પધરાવી શકે છે.” આથી જાટલેકેના હાથ હેઠા પડ્યા.
સં. ૧૯૭૫ના મહાશુદિ પાંચમના પવિત્ર દિવસે ઘણા જ ઉત્સાહ અને ઉલ્લાસથી સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. ચારે મજલે થઈને કુલ ૧૮ પ્રભુજી, તથા શ્રી પાર્શ્વયક્ષ, પદ્માવતી માતા, વગેરેની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. પ્રતિષ્ઠા પછીનુંમૂળનાયક શ્રીસ્વયંભૂપાશ્વનાથ ભગવાનનું દિવ્ય તેજ હજારે મન-નયને આકષી અને આંજી રહ્યું.
પ્રતિષ્ઠાના તમામ ખર્ચને મહાન લાભ સંઘવીશ્રી અમીચંદજી તથા ગુલાબચંદજીએ લીધે. ર૩ ટંકની નવકારશી તેમના તરફથી થઈ. તેમણે ૨૪ ટંકને આદેશ લીધેલે, પણ પીપાડના એક સ્થાનકમાગી ભાઈને લોભ લેવાની ખૂબ જ ભાવના થતાં તેમની વિનંતિથી તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી તેઓએ એક ટંકની નવકારશીને લાભ તેમને આપે. બાકી ૨૩ ટકની નવકારશીઓ તેમણે જ કરી.
શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ અહીં રૂા. ૩૦ હજાર ખર્ચા. મોટા–ચબૂતરાને જીર્ણોદ્ધાર, એક નો બંગલો અને એક નવી ધર્મશાળા, તેમણે કરાવ્યા. (અને લગભગ પ્રતિષ્ઠા પછી) ૨૦ વર્ષ પર્યન્ત વરસગાંઠને મેળા-મોત્સવને લાભ પણ તેઓએ જ લીધા.)
શ્રી પનાલાલજી શરાફ, જાલમચંદજી વકીલ વગેરે અગ્રણીઓને તન-મન-ધનને સાકાર સંપૂર્ણ પણે હતો.
અપૂર્વ ઉમંગ સહ પ્રતિષ્ઠા નિર્વિઘપણે થઈ. પ્રતિષ્ઠાના દિવસે અષ્ટોત્તરી મહાસ્નાત્ર ભણુઈ ગયું. સ્વામીવાત્સલ્ય આનંદથી પતી ગયું. કુંભ-નવગ્રહાદિકને વિસર્જન વિધિ વિ. તમામ કાર્ય શાંતિથી થયા, અને લોકે પણ હવે વિખરાવા લાગ્યા. એ વખતે “પાસેના ભાવી ગામમાં ૪૦૦ જાટ લેકે ભેગા થયા છે, અને હથિયારોથી સજજ બનીને અહીં–કાપરડાજીમાં આવીને તોફાન મચાવવાના છે. દેરાસરને પણ નુકશાન કરવાના છે. અને આ તે હલકી પ્રજા કહેવાય, શું કરે તે કાંઈ કહેવાય નહિ.” આ રીતના ચેકકસ સમાચાર આવ્યા. એટલે તરત જ ગઢ બહારના તમામ તંબૂ-રાવટી-શમિયાણુઓ સંકેલી લેવામાં આવ્યા, અને ગઢ બહાર રહેલા તમામ લોકો, તથા પૂજ્યશ્રી આદિ મુનિવરો પણ ગઢમાં આવી ગયા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org