________________
શાસનસમ્રાર્
મહામાસમાં મસુર (દક્ષિણ ભારત)ના વતની શેઠ અમુલખ તારાચંદના સુપુત્ર શ્રી ગાવિંદભાઈને ૫૯ વષે દીક્ષા લેવાની ભાવના થતાં તેઓને પૂજ્યશ્રીએ દીક્ષા આપી, ને સ્વશિષ્ય તરીકે ‘મુનિશ્રી સંપત વિજયજી” નામે સ્થાપ્યા. ૧૬ વર્ષે દીક્ષા પાળી તેઓ ખંભાતમાં સ્વગ વાસ પામ્યા.
૨૧૨
સં. ૧૯૭૮માં પૂજ્યશ્રી માતર તીથે પધારેલા. ત્યારે ત્યાંના ભવ્ય જિનાલયની પણુ દેરીએ અતિજી ણ થઈ હેાવાથી તેના ઉદ્ધાર કરવાના સદુપદેશ તેઓશ્રીએ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ ને આપેલા. તેઓએ પણ એ ઉપદેશ સહુ ઝીલી લઇને તત્કાલ જીÍદ્ધારનુ કાય શરૂ કરાવી દીધેલું. તેમની ભાવના હતી કે મારી હયાતીમાં જ આ કામ પૂરૂ થાય, અને મને આ દેરીઓની પ્રતિષ્ઠાના લાભ મળે.
પણ કાળની લીલા અકળ છે. સ. ૧૯૮૧માં જ તેઓ ધ°ભાવના ભાવતાં ભાવતાં સ્વર્ગવાસી અન્યા. આથી તેમના એ મનેાથ પૂર્ણ ન થયા. પણ તેઓના ધર્મનિષ્ઠ ધર્મ પત્ની શ્રી માણેક્બહેને એ અધૂરૂ કાર્ય ઉપાડી લીધુ.
હવે એ દેરીએ પૂર્ણ પણે તૈયાર થઇ હતી. એના સ’પૂર્ણ ઉદ્ધાર કરવામાં લગભગ ચાર લાખ રૂપિયાના સદ્વ્યય શેઠશ્રી તરફથી થયેલેા. તે દેરીઓની પુનઃ પ્રતિષ્ઠા કરાવવા માટે શેઠાણીએ તથા શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ પૂજ્યશ્રીને વિનતિ કરતાં પૂજ્યશ્રી સપરિવાર માતમ તીર્થે પધાર્યાં.
શુભ દિવસે અ ંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવ શરૂ થયા. બૃહન્નધાવાંઢ પૂજન અને પચકલ્યાણુકના વિધાનપૂર્વક ભારે ઠાઠથી ૫૧ દેવકુલિકાઓમાં પ્રભુ-પ્રતિષ્ઠા થઈ.
આ પ્રસંગે ખ ંભાતના શ્રીસ ધ પૂજ્યશ્રીને વિન ંતિ કરવા આવ્યો. કારણ કે—મહાપ્રભાવશાળી તીર્થાધિનાયક શ્રીસ્ત ંભનપાર્શ્વનાથ પ્રભુનુ અતિપ્રાચીન જિનાલય જીણું થયેલું. પૂજ્યશ્રીના પ્રેરક ઉપદેશથી તે દેરાસરના પાયામાંથી ઉદ્ધાર કરીને તે સ્થાને ત્રણ શિખર સંયુક્ત નવીન તીર્થં સ્વરૂપ જિનમ ંદિર શ્રીસંઘ તરફથી અધાતુ હતુ. તે હવે સાંગેાપાંગ પૂર્ણ થયુ હાવાથી તેમાં તીર્થપતિ શ્રીસ્ત ભનપાર્શ્વનાથ આદિ જિનમિ ખેાની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું હતુ. તે પ્રસંગે ત્યાં પધારવા માટેની વિનંતિ કરવા શ્રીસધ આવેલે. સંઘની આ ભાવપૂણ વિન ંતિ પૂજ્યશ્રીએ સ્વીકારી, અને માતરથી ખંભાત પધાર્યાં.
ખંભાતમાં મહે।ત્સવનું આયેાજન વિશાળ પાયા પર થયું હતું. શ્રી સિદ્ધગિરિજી, અષ્ટાપદજી, સમવસરણ, પાવાપુરી, તથા મેફ઼િરિ, આ પાંચ તીર્થોની અતીવ મનારમ રચનાઓ કરવામાં આવેલી.
મહાવિદ ૧૧ શે. આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવના શુભારંભ થયા. સુવિશુદ્ધ વિધિવિધાન માટે પૂજ્યશ્રીમાન્ તથા તેમના શિષ્યરત્ના અજોડ હતા. તેઓના શ્રીમુખે ખેલાતાં પવિત્ર મંત્રાક્ષર વાતાવરણમાં અનેરી દિવ્યતા પ્રગટાવતા હતા.
શુભમુહૂર્ત-શુભલગ્ન ૭૫ નૂતન જિનબિંબેની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે થઈ, અને ફાગણ શુદિ ત્રીજના મંગળકારી દિવસે શ્રીસ્ત ભન પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબના ગાદીનશોનિવિધ થયા. સકલસંઘમાં અપાર આનંદ વતી રહી..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org