________________
૨૧૬
શાસનસમ્રાટ તે પણ મીઠું મીઠું બેલીને પગપેસારો કરે, પછી કુલમુખત્યાર થવા માટે કજિયે કરે, એ જેમને જાતિસ્વભાવ છે, તેવાં દિગંબર બંધુઓ આપણું આ નિરવરોધ અધિકારને ન ખમી શક્યા. તેમણે મનઘડંત પુરાવાઓ એકત્ર કરીને આ ડુંગર પર પોતાને અધિકાર સ્થાપવા પ્રયાસ આદર્યા. સમેતશિખર બાબતમાં તપાસ કરી રહેલ અમલદાર સમક્ષ તેમણે દલીલ કરી કે ઃ અહીંયા પૂજા કરવાને અમારે પણ હક છે. - તેમની ખટપટ અને આવડતને લીધે તેઓ એ હક્ક મેળવવામાં સફળ થયા. અને એ વાત જાણ્યા પછી આપણી ઊંઘ ઊડી. ત્યાર પછી આપણા (વે. જેને) વતી બાલુચર સ્ટેટના ના. મહારાજાશ્રી બહાદુરસિંહજીએ દિગંબરાને પૂજા-હકક રદ કરાવવા માટે હજારીબાગની કેટમાં દા માંડ્યો.
મહારાજા બહાદુરસિંહજી પેઢી વતી આ તીર્થની વહીવટી દેખરેખ રાખતાં. કેસ લડતાં થતાં ખર્ચને માટે તેઓ વારંવાર પેઢી પાસેથી રૂપિયા મંગાવતા. પેઢી મેકલે ખરી, પણ ધીમે ધીમે. મોટી રકમ મંગાવી હોય તો નાની રકમ મોકલે. આ શિથિલતાથી રાજાસાહેબને કેસ લડવામાં ઘણું અગવડ પડતી. તેમણે પૂજ્યશ્રીને આ બાબતમાં લક્ષ્ય આપવા–અપાવવા વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ પેઢીના પ્રતિનિધિઓને તે અંગે દુર્લક્ષ્ય ન સેવવા સૂચન કર્યું એટલે પેઢીએ રાજાસાહેબને રકમ મોકલવા માંડી.
પણ વધુ પડતી ગણી શકાય એવી આ અને આવી શિથિલતાના પરિણામે હજારીબાગ કેટે જજમેન્ટ આપ્યું કે : “શ્રી અજિતનાથ-સંભવનાથ વગેરે ૨૧ સિવાયના બાકીના તકરારી દેરાસરમાં દિગંબરેને વેતાંબરની મંજૂરી સિવાય પૂજા કરવાને કેઈ હક્ક નથી.” - જે ડુંગરના તથા તેમાં આવેલા તમામ ધર્મસ્થાનના કાયદેસર કુલમુખત્યાર આપણે. જેનો જ હતા, અને દિગંબરોને જ્યાં કોઈ પણ લેવાદેવા નહોતી, તે ડુંગરના ૨૧-૨૧ દેરાસરોમાં પૂજા કરવાના બહાના તળે કાયદેસર રીતે અને સલુકાઈથી દિગંબરે પગપેસારો કરી ગયા. - આ પછી તાંબર અને દિગંબરો વચ્ચેના મમાલિન્યને નાશ થાય એ માટે કલકત્તા અગર દિલ્હી ખાતે બન્ને પક્ષની એક કોન્ફરન્સ (મંત્રણા-પરિષદુ) જવાની વિચારણા ચાલી. એમાં સમેતશિખરજી આદિ તીર્થો માટે ચાલતી તકરારનું સંતોષપ્રદ સમાધાન કરવું, એવી દિગંબરોની દેખીતી મુરાદ હતી. પણ અંદરથી તે તેઓ આ ડુંગરની-તીર્થની સુવાંગ માલિકી પિતાને મળે તે માટે ભેદી ચાલ ચાલી રહ્યા હતા. આપણુ આગેવાને આ ચાલથી તદન અજાણ હતા, એમ તે નહોતું જ. પણ પૂરતી ઉપેક્ષા તે અવશ્ય સેવતાં હતાં. જોકે–અમદાવાદ વગેરે જાગૃત સંઘની નામરજી થવાથી ઉપર્યુક્ત કોન્ફરન્સ તે ન જ ભરાઈ - પણ દિગંબરની ડખલગિરી દિનદહાડે વધતી ગઈ. તેમણે પટણા-હાઈકેટમાં આપણા પર દાવો કર્યો. એ કેસ લાંબો સમય ચાલ્યો. આપણું (વે. જેને) પક્ષમાં પારસ્પરિક મતભેદોએ કુસંપનું વાતાવરણ ખડું કરેલું. આ તીર્થના ચાલુ કેસમાં પણ બે પક્ષ પડેલાં. એક પક્ષ દિગંબર સાથે સમાધાન કરવાના વિચારને હતે. . જૈને તરફથી ઉભેલા બારિસ્ટર મિ. ભુલાભાઈ દેસાઈ એ જ મતના હતા. જ્યારે બીજો પક્ષ કહેતું હતું કે-દિગંબરે સાથે સમાધાન ન કરવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org