________________
સીમલા કરાર
સંઘવી શ્રીતારાચંદભાઈ એ પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે તીથ॰માળા પરિધાન કરી. સંધવીજીએ પાલિતાણામાં સંઘની નવકારશી કરી. યાત્રા છૂટી થયા પછીની આ પ્રથમ નવકારશી હતી. પછી સંઘ સ્વસ્થાને ગયા. પૂજ્યશ્રીએ પાલિતાણામાં સ્થિરતા કરી.
આ વર્ષે મૂળ પ્રાંતીજના વતની પણુ ખંભાતમાં રહેતા શ્રી માહનલાલ નામે એક ગૃહસ્થને દીક્ષા આપી. મુનિશ્રી મેરૂવિજયજી મ. નામ રાખીને આ. શ્રીવિજયાયસૂરિજી મ. ના શિષ્ય કર્યાં.
૧૫
પાલિતાણા–રાજ્યના દિવાનશ્રી ચીમનલાલભાઈ ખાહેાશ મુત્સદ્દી હતા. જૈનો સાથેના ઝઘડામાં ઠાકર સાહેબે જે જે પગલાં લીધાં, તેમાં તેમની બુદ્ધિ જ અગ્રભાગ ભજવતી. તે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ અવસર જોઈને જૈનાના હક્કો, અને તે માટેની માંગણીઓ સપૂર્ણ વ્યાજબી છે, એ વાતને સમર્થન આપતાં વિશિષ્ટ મુદ્દાઓ (Points) તેમને સમજાવ્યા. મુત્સદ્દી દિવાનજી આ પોઇન્ટો બરાબર સમજ્યા, અને તે અચૈાગ્ય છે એવા પ્રતીકાર ન કરી શકયા.
આ વાતચીત પછી દિવાન સાહેબના મનમાં પૂજ્યશ્રીની કુનેહ અને પ્રતિભા માટે અહુમાન પેટ્ઠા થયું. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં તે અવારનવાર આવવા લાગ્યા. એકવાર પાઠશાળાના મેળાવડા યેાજાયા. તેમાં શ્રીદિવાનસાહેબના હાથે માળકાને ઈનામ આપવાનુ' હતું. પૂજ્યશ્રીના વ્યાખ્યાન પછી ઈનામ આપતી વખતે દિવાન સાહેબ દરેક બાળકાને કહેતાં કેમહારાજ સાહેમને વંદન કરીને જાવ.’
દિવાન સાહેબને પૂજ્યશ્રી પ્રત્યેના સદૂભાવ આ પ્રસ`ગ પરથી સ્પષ્ટ જણાય છે,
શ્રીકઢ મગિરિની નિકટમાં આવેલા ભંડારિયા ગામમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુનું નૂતન શિખરઅધી જિનાલય તૈયાર થયુ હતું. તેની પ્રતિષ્ઠા કરવાની ત્યાંના શ્રીસંઘની ભાવના થતાં તે પૂજ્યશ્રીને વિન ંતિ કરવા પાલિતાણા આવ્યા. પૂજ્યશ્રીને પણ કબગિરિ જવુ હતુ, એટલે એ વિન'તિના સ્વીકાર કર્યાં, અને રહિશાળા થઈ ને ત્યાં પધાર્યાં. મહેાત્સવપૂર્વક મંગળદિને પ્રભુ-પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તેઓશ્રી કદમગિરિ મહાતીર્થે પધાર્યા.
X
અગત્યની નોંધઃ
સ. ૧૯૮૪ના આ વર્ષે કિંગ ખરા સાથે ચાલતા સમેતશિખર તીથૅના કેસની સમાપ્તિ થઈ. જ્યાં આ ચાવીશીના ૨૦ જિનવરા મેાક્ષપદને પામ્યા છે, તે શ્રી સમેતશિખરના પવિત્ર ડુંગર મોગલ શહેનશાહેાના વખતથી જ આપણી સુવાંગ માલિકીના હતા. પણ પાછળથી પાલગજના રાજાએ જોહુકમીથી તે ડુંગર પર પોતાની માલિકી જમાવી દીધી. મેગલ શહેનશાહતની પડતી અને અ ંગ્રેજોના આગમનથી ફેલાયેલી અંધાધૂંધી એનું કારણ હતી. પાલગ ંજના રાજા પાસેથી આ આખા ચે ડુંગર ખરીદી લેવા માટે સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ એ ભારે જહેમત ઉઠાવી, અને ભારેમાં ભારે ફિ ́મત ચુકવીને સમેતશિખરના આખા ડુંગર શ્વેતાંબર જૈના વતી શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી માટે ખરીદી લીધેા. એ પહાડના તમામ ભાગવટે-ત્યાં દેરાસર માંધવા, સમારકામ કરાવવુ', ત્યાંની આવકના વહીવટ કરવા, વગેરે તમામ ખાખતના અધિકારો આપણા હસ્તક આવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org