________________
૨૧૪
શાસનસમ્રાટું
- હવે–આ વખતે આ બધું નુકશાન દેખવા છતાંય આ કરાર કરવામાં આવ્યો, (કરે પડ્યો) તે પછી શ્રીનગરશેઠ વગેરે શ્રેષ્ઠિવને મનમાં લાગ્યું કે- પૂજ્ય મહારાજ સાહેબ આપણા તીર્થો, અને તેના હકકો જાળવી રાખવા માટે અથાગ જહેમત ઉઠાવે છે, અને અસાધારણ બુદ્ધિકુનેહથી સાધવામાં આપણને માર્ગદર્શન કરાવે છે. તેઓશ્રીને આ કરારથી ખરેખર દુખ થયું હશે.” આમ વિચાર આવવાથી એ ગુરૂભક્ત શ્રેષ્ઠિવને આપદુધર્મ તરીકે પણ કરવી પડેલી ભૂલ અંગે ખૂબ લાગી આવ્યું. અને તેમણે (કમિટિએ) પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખ્યો. એ પત્રમાં તેઓએ પૂજ્યશ્રી પાસે અન્તઃકરણપૂર્વક ક્ષમાયાચના કરી.
પણ-પૂજ્યશ્રી તે વિશાળ હદયના હતા. તેઓશ્રીને એક સિદ્ધાન્ત હતે કે—પઢી જે કરે, તેને વિરોધ ન કરવો.” અને આ કાર્ય પેઢીએ સંઘના હિતની રક્ષા માટે જ કરેલું. જે તે આ કાર્ય ન કરે, તે સંઘને મુશ્કેલીમાં મૂકાવાને પૂરો ભય હતે.
આ સીમલા-કરાર થવાથી શ્રીસંઘના મસ્તક પર બબે વર્ષથી લટકતું દુઃખનું વાદળ દૂર થયું. સંઘ અને સ્ટેટ વચ્ચે પુનઃ સારા સંબંધ સ્થપાયાં. અસહકારનું આંદોલન પૂરું થયું.
બે બે વર્ષથી પ્રાણપ્યારા ગિરિરાજના દર્શન અને સ્પર્શન માટે આતુર બનેલા ભાવુકેને મહેરામણ પાલિતાણામાં ઉભરાયે. જાણે તૃષાતુર ચાતકબાળને મનગમત મેહલિયો મળે, હજારો ભવ્યાત્માએ વર્ષથી અનેક પ્રકારના તપ-જપ આદર્યા હતા, તે આજે સફળ થયા. ૨૪ મહિના સુધી વેઠેલા યાત્રા-વિરહના દુઃખને દયાળદાદાના દર્શનથી લેકે વિસરી જ ગયા.
અહીં ખંભાતમાં–માસુ પૂર્ણ થતાં શા. તારાચંદ સાંકળચંદ પટવાની વિનંતિથી પૂજ્યશ્રીએ તેમને ત્યાં ચોમાસું બદલાવ્યું. કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગિરિરાજને પટ જુહારતી વેળાએ પૂજ્યશ્રીનું અંતર ગિરિરાજની સ્પર્શના માટે ઉત્સુક અને ઉત્કંઠ બન્યું. દયાળદાદાના દર્શન માટે ગદ્દગદ કંઠે તેઓશ્રી પ્રાર્થના કરી રહ્યા.
એ ભાવનામય સ્વરમાં જ તેઓશ્રીએ તે દિવસના વ્યાખ્યાનમાં ગિરિરાજને અને તેની યાત્રા માટે છ રી' પાળતે સંઘ કાઢવાને મહિમા વર્ણવ્યો. અને શ્રી તારાચંદભાઈને આ મહાતીર્થને સંઘ કાઢવાને ઉપદેશ આપ્યો.
તારાચંદભાઈએ એ ઉપદેશ ઉલ્લાસપૂર્વક વધાવી લીધે, અને સંઘની તૈયારીઓ આદરી. એક મંગલ-દિવસે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છે “રી પાળતા એ સંઘે ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. સેંકડે કલ્યાણકાંક્ષી આત્માઓ એમાં જોડાયા. ગામેગામ નવકારશી, પૂજા, ભાવના અને વિવિધ આરાધના કરતા-કરાવતે એ સંઘ પાલિતાણા પહોંચે. યાત્રા છૂટી થયા પછી આ પ્રથમ છ “રીપાળ સંઘ હતો. એટલે પાલિતાણામાં આ સંઘનું સ્વાગત અપૂર્વ થયું. પાલિતાણા રાજ્યના દિવાનસાહેબ શ્રી ચીમનભાઈ પણ સામૈયામાં આવ્યા હતા. થોડા દિવસની સ્થિરતા દરમ્યાન શ્રીસંઘે ગિરિરાજની યાત્રાનો-પૂજા ભક્તિને મહાન લાભ લીધે. શુભદિને ૧. પેઢીને પણ સિદ્ધાંત હતો કે-પૂજ્યશ્રીને પૂછયા સિવાય પેઢીનું-તીર્થ અંગેનું કે શાસનનું નાનું પણ
કાર્ય ન જ કરવું. તેઓ બંને (પેઢી તથા પૂજ્યશ્રી) આ રીતે એકમમાં ઓતપ્રોત થઈ ગયા હેવાથી જ શાસનના મહાન કાર્યો થવા પામ્યા, એ નિર્વિવાદ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org