________________
સીમલા-કરાર
- ૨૧૩
આ પછી શ્રીસંઘની વિનંતિથી સં. ૧૯૮૪નું એ ચોમાસું પૂજ્યશ્રી ખંભાતમાં બિરાજ્યા.
શ્રીસિદ્ધગિરિજીની યાત્રાને ત્યાગ બે વર્ષથી ચાલુ હતે. આ બે વર્ષ દરમિયાન એક પણ જૈન યાત્રિકે પાલિતાણામાં પગ નહેાતે મૂકો. આ અકય અસહકારથી પાલિતાણાના ઠાકારશ્રીની અકળામણને કઈ પાર ન હતા. નામદાર બ્રિટિશ સરકારને પણ આ અસહકારથી ભારે ચિન્તા થઈ હતી. સી. સી. ટસન દ્વારા અપાયેલા ફેંસલાની અગ્યતા સરકારની સમજમાં આવી ગઈ હતી. હવે સરકાર ઈચ્છતી હતી કે-જેને તથા ઠાકરશ્રી વચ્ચેની આ તકરારને ત્વરિત અંત આવે જ જોઈએ, અને આ અસહકાર હટાવ જ જોઈએ. આમ ન થાય તે પરિસ્થિતિ વધારે કથળવાને પૂરેપૂરો સંભવ હતું. કારણ કે–અપીલ કરી કરીને થાકેલે આપણે પક્ષ હવે ઈંગ્લાંડ પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરવાને તૈયારી કરતે હતે. અને એની જવાબદારી હિંદી સરકારને માથે આવી પડે તેમ હતી. તે વખતના બ્રિટિશ હિંદના ઈસરોય લોર્ડ ઈરવીને આ જવાબદારીથી મુક્ત રહેવા માટે બન્ને પક્ષો વચ્ચે સમજતી સાધવા માટે સીમલા ખાતે એક ગોળમેજી પરિષદ (Round Table Conferance) ગોઠવી. તેમાં ભાગ લેવા જૈનેને અને ઠાકૅરશ્રીને તેડાવ્યા. એ કેન્ફરન્સમાં બન્ને પક્ષેએ એકદિલીથી મંત્રણાઓ કરીને પારસ્પરિક મતભેદોનું નિરાકરણ આપ્યું. રખેપાની રકમ પેટે જેને ઠારશ્રીને પ્રતિવર્ષ ૬૦ હજાર રૂપિયા આપે, એવું લૉર્ડ ઈરવીનની સમજાવટથી ઠાકરશ્રી સાથેના સંબંધ સુધરવાની આશાથી આપણુ પક્ષે માન્ય કર્યું. આ કરારની સમયમર્યાદા ૩૫ વર્ષની હતી. આમાં આપણુ પક્ષે–શેઠ કીકાભાઈ પ્રેમચંદ રાયચંદ, નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ અમૃતલાલ કાળીદાસ, શેઠ પ્રતાપસિંહ હલાલભાઈએ તથા સામા પક્ષે ઠારશ્રી બહાદુરસિંગાએ સહી કરી. વિખ્યાત ધારાશાસ્ત્રીઓ સર સી. એચ. સેતલવાડ, તથા શ્રી ભુલાભાઈ જે. દેશાઈની હાજરીમાં આ સહીઓ કરવામાં આવી, અને આ કરારને હિન્દુસ્તાનને ઈસરોય લોર્ડ ઈરવીને મંજુરી આપી.
જો કે-આ કરારથી આપણને થયેલું નુકશાન ઓછું ન હતું. છેલ્લાં ૪૦-૪૦ વર્ષથી ફક્ત રક્ષણ માટે ૧૫ હજાર રૂ. ની રકમ આપણે ઠાકોરશ્રીને આપતા હતા. (રક્ષણ માટે દરબારશ્રીએ અમુક ખાસ પિલિસને બંદોબસ્ત કરેલ. ખાસ કરીને આ બંદોબસ્તને ઉપયોગ કરવાની જરૂર પડી જ નહોતી. એટલે હવે આ થડા બંદોબસ્તની પણ આપણને જરૂર નહોતી જ. તેથી તે પેટે હવે એક પાઈ પણ આપવાની રહેતી જ નહોતી.) અને હવે જે આપણને જરૂર નથી, તે રક્ષણના બંદોબસ્ત માટે થઈને આપણે ઠારશ્રીને ૧૫ ને બદલે ૬૦ હજાર રૂપિયા ૩૫-૩૫ વર્ષ સુધી આપવા પડે, એ દેખીતું નુકશાન હતું. અને આટલી રકમ પ્રતિવર્ષ ભરીએ તેય મૂળ ગરાસિયા હકક કે જેને માટે આપણે વર્ષોથી લડતા આવ્યા છીએ. તે તે અલભ્ય જ રહ્યો. આપણને તે અમુક મર્યાદિત હકક જ મળે. આ બધું નુકશાન ઘણું જ ખેદજનક હતું. પણ અન્ય કોઈ ઉપાય ન હોવાથી આપદધર્મ તરીકે આ કરારને સ્વીકાર્યા સિવાય આપણા આગેવાનોને ચાલે એવું નહોતું જ.
આ વાત પૂજ્યશ્રી પણ સારી રીતે સમજતા હતા. આપણું આગેવાન શ્રેષ્ઠિવ સર્વ બાબતમાં પૂજ્યશ્રીના અનુભવ અને બુદ્ધિના નિઃસ્વરૂપ માર્ગદર્શન–મેળવતાં. તે અનુસાર જ સર્વ કાર્ય કરતાં, અને તેમ કરવાથી જ તેઓ ફત્તેહ મેળવતાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org