________________
૧૯૦
શાસનસમ્રા
આવી ચડેલા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈને પૂજ્યશ્રીએ સૂચના કરી કે તેમના પગમાંથી બૂટ કાઢી નાખો. - સારાભાઈ તેમ કરવા ગયા, તે કમિશ્નરે કહ્યું કે હું હેટ (hat) ઉતારીને આવ્યો છું. હવે બૂટ કાઢવાની જરૂર નથી.
આ સાંભળીને પૂજ્યશ્રીએ કહ્યું “જે ધર્મસ્થાનમાં જઈએ તેની મર્યાદા જાળવવી જ જોઈએ. તમારા ચર્ચમાં કઈ હેટ પહેરીને આવે તે તમે તેને અંદર જવા દો ખરા ?”
કમિશ્નરે પણ જાણે આજે પૂજ્યશ્રીની બુદ્ધિમત્તા જેવા જ આવ્યા હોય તેમ જવાબ આપે કે : “હા ! હું તે તેને જરૂર જવા દઉં. ના પાડું જ નહિ.”
તરત જ પૂજ્યશ્રી બેલ્યા નથી માનતે કે તમે તમારા ચર્ચમાં હેટ પહેરીને આવે તેને જવા દે. છતાં એકવાર માની લે કે હેટ પહેરીને આવનારને પણ તમે ચર્ચમાં જવા દે, પણ આવનાર વ્યક્તિ જે સભ્ય હોય તો તે સામા ધર્મસ્થાનની મર્યાદાને માન આપીને જ આવે.”
આ સાંભળતાં જ હજી સુધી ઉંબરા વચ્ચે ઊભા રહેલા કમિશ્નરે પિતાને કાન પકડીall Right બોલીને પિતાની મેળે જ બૂટ કાઢી નાખ્યા. પછી અંદર આવી, પગે લાગીને પૂજ્યશ્રી પાસે બેઠા.
કમિશ્નરને પૂજ્યશ્રી પાસે આવવાનો ઈરાદે એ હતો કે દેશમાં જ્યારે ગાંધીજી વગેરે નેતાઓ બ્રિટિશ ગવર્નમેન્ટ સામે સત્યાગ્રહાદિ કરી રહ્યા હતા, ત્યારે આવા-વિશાળ જૈન સંઘના નેતા-ધર્મગુરૂને તે માટે શું અભિપ્રાય છે, તે જાણી લે. જે તેઓ ગાંધીજીની વિરૂદ્ધમાં હોય તે આ રીતે તેમના વિચારો જાણી લેવા. આમ કરવાથી ગુરૂવચનને અનુસરનારી મહાન જૈન કેમને ટેકે સરકારને મળે.
બ્રિટિશ સરકાર સદૈવ સજાગ રહેતી. દેશના-પ્રાંતના કે શહેરના કયા ખૂણે શું બની રહ્યું છે? અને ક્યાં કેવી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે? તેની માહિતી સરકાર સદા મેળવતી રહેતી. એથી જ કમિશ્નર પૂજ્યશ્રી પાસે આવ્યા હતા. તેમણે સૌ પ્રથમ પ્રશ્ન કર્યો: “મેં સાંભળ્યું છે કે આપ ગાંધીજીની વિરુદ્ધ છે?”
પ્રશ્ન ગંભીર હતે. પૂજ્યશ્રીએ પણ ગંભીરતાથી એને ઉત્તર આપતાં કહ્યું : “કેઈને પણ અવર્ણવાદ ન બેલ, એ અમારે સામાન્ય ધર્મ છે. તેમાંય રાજા કે દેશનેતાને અવર્ણવાદ કે વિરોધ અમારે હોય જ નહિ. ફકત અમારા ધર્મસિદ્ધાન્તના વિરોધી વિચારમાં અમારે વિરોધ થાય, તે તે સ્વાભાવિક છે. બાકી તમારી (બ્રિટિશ સરકારની) કરશાહી સારી છે, એટલે અમારો વિરોધ છે, એવું નથી.”
શું કઈ રાજા જુલ્મી હોય, ધર્મને નાશક હોય, તે તેને પણ અવર્ણવાદ તમે ન બેલે? તેને વિરોધ પણ ન કરે ?” કમિશ્નરે ને પ્રશ્ન કર્યો.
પૂજ્યશ્રીએ કહ્યું: “જ્યાં લે (Law) હોય ત્યાં એકસેશન (exception) હોય જ. ઉત્સર્ગ હોય ત્યાં અપવાદ હોય જ, અને એકસેપ્શન વિના લે કદી પણ જીવી શકે જ નહિ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org