________________
અદ્ભુત કુનેહ–દૃઢ આત્મબલ
જે સ્થાને મુનિશ્રી બનાવવામાં આવી. અને ગઢ કરવામાં આન્યા.
૧૯૯
વિદ્યાવિજયજી મ. ના અતિમ સૌંસ્કાર થયેલા, ત્યાં એક દેરી ઉયપુરવાળા શેઠશ્રી રાશનલાલજી ચતુર તરફથી વાડીને ફરતા
ચામાસુ પૂર્ણ થવાની સાથે દેરાસર તૈયાર થઈ જવાથી તેની પ્રતિષ્ઠા કરવાનુ નક્કી થયુ. ખીજે કયાંયથી પ્રાચીન પ્રભુ-પ્રતિમા ન મળવાથી શ્રીઆદીશ્વર, શ્રીપુંડરીક–સ્વામી, શ્રીગૌતમસ્વામી આદિ ૪ નૂતન ખિએની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા માગશર-માસમાં મહેાત્સવપૂર્વક પૂજ્યશ્રીએ કરાવ્યા. અને દેરીમાં સ્વ. મુનિશ્રી વિદ્યાવિજયજી મ. ની ચરણુ પાદુકા પધરાવી. આ પ્રતિષ્ઠા મહેાત્સવમાં સૌ પ્રથમ ૨૯૧ પૂજન તથા ૨૯૧ હામ સાથે બૃહન્ન દ્યાવત પૂજન' પૂજ્યશ્રીએ કરાવ્યુ', પ્રવર્તાવ્યુ..
ચેામાસા પછી સ’. ૧૯૮૨માં-વિદ્યાવાડીના નિર્માણ સમયે પૂજ્યશ્રી તે સ્થળે તંબૂમાં બિરાજતા. ત્યારે તેઓશ્રીની પાસે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના તમામ વહીવટદારશ આવેલા. નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈ કે જેઓએ પેઢીના પ્રમુખ તરીકે સુંદરતમ કાર્યવાહી બજાવી હતી, અને પેઢીના વહીવટના દરેક તીર્થોના સેંકડા વર્ષોથી ચાલ્યા આવતા હુકાને સપૂર્ણ કાળજી અને કુનેહથી સાચવી રાખ્યા હતા, તેમને હવે નિવૃત્ત થવાનું હાવાથી તે અંગે, તથા તેમના સ્થાને કેની નીમણુંક કરવો, તે વિચારણા માટે તેઓ પૂજ્યશ્રી પાસે આવેલા. પૂજ્યશ્રી સમક્ષ સર્વ પ્રકારની વિચારણા કર્યા પછી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ને પેઢીના પ્રમુખપદે સ્થાપવાના નિય થયા. આ ઉપરાંત આ વખતે શ્રીસિદ્ધાચલજી તીના મુડકાવેરા મામત પણ કેટલીક વિચારણાઓ થઈ.
પ્રતિષ્ઠા પછી વિહાર કરી, વડાવલી-ગાંભુ થઇને મોઢેરા પધાર્યાં, ગાંભુમાં આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિજી મ. સપરિવાર વંદ્યનાથે આવી મળ્યા. મેાઢેરાથી શંખેશ્વર તીથે' પધાર્યાં. અહી' પાટણના શ્રીસ`ઘ પાટણ પધારવાની વિનતિ કરવા આવ્યા. શેઠશ્રી નગીનદાસ કરમચંદને ઉદ્યાપન-મહાત્સવ કરવાના હોવાથી તેમને ઘણા આગ્રહ થતાં, એ વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી પાટણ પધાર્યા. પાટણમાં તેઓશ્રીની પાવન નિશ્રામાં શ્રીનગીનભાઈ તરફથી અનેક ચલરચનાએ તથા ઉજમણાં સહિત અઠ્ઠાઇ મહાત્સવ ઉજવાયા. આ મહાત્સવ પાટણ માટે અભૂતપૂવ હતા.
ચાણસ્માથી શ્રી ભગવતીસૂત્રના ચાગ વહી રહેલા પેાતાના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી પદ્મવિજયજી મ.ને અહીં પૂજ્યશ્રીએ ગણિ–પંન્યાસપ૬ અણુ કર્યાં. આ પછી–સંધની વિજ્ઞપ્તિથી સ. ૧૯૮૨નુ ચૈામાસુ પાટણ-મહેતાના પાડામાં બિરાજ્યા.
શેઠશ્રી નગીનભાઈના મનમાં તીર્થયાત્રાના છ રી’ પાળતા સઘ કાઢવાની ભાવના હતી. પણ પાટણના શા. હેમચંદ મહનલાલ નામના એક ઓસવાળ ભાઈ ને વીશાશ્રીમાળીજ્ઞાતિએ વીશાશ્રીમાળી જ્ઞાતિમાં દાખલ કર્યો હૈાવાથી સંઘમાં તથા જ્ઞાતિમાં બે પક્ષ પડી ગયેલા. તેમાં જો એકત્ર થાય, તે સંઘની Àાભા વધે, એ વિચારથી શ્રીનગીનભાઈ વગેરેએ પૂયશ્રીને એ વાત જણાવી. પૂજ્યશ્રીએ શેઠ ભેાગીલાલ લહેરચંદ વિ. અગ્રણીઓને ઉપદેશ ફરમાવીને આ ઝઘડામાં લવાદ તરીકે નીમ્યા. તેમણે પણ પૂજ્યશ્રીના માર્ગદર્શનાનુસાર વ્યાખ્યાનમાં ચેાગ્ય નિય આપીને, સકલ સંઘમાં એકચ સ્થાપ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org