________________
૨૦૨
શાસનસમ્રાટું
કેલંબસે નવી દુનિયા ધી કાઢી ત્યારે પહેલ વહેલું માનવી દેખીને તેના સાથીઓએ A man ! A man ! માણસ ! માણસ ! એવી જેમ બૂમ મારી હતી, તેમ અમે પણ હકારી ઉઠ્યા. અને એમને મળવાને આતુરતાભર્યા પગલાં ભરવા માંડ્યા. આખરે માણસ જાતના એ પહેલાં મોઢાં અમે જોયા. અમે છાપાવાળા એટલે વાતોડિયા તે ખરા જ ને ? અમારો ધંધો જ વાતો મેળવવાને. એ કાંઈ ભૂલાય ? અમે વાતે ચડ્યા. એ પાંચે વેઠીયાઓ હતા. (રાજના).”
ચાલતાં સામે એક ડાળી આવતી હતી. ચાર જણાએ ઉપાડી હતી. આ શું? નીચે તે કહેતા હતા ને કેઈ નથી ગયું ? અમારા સાથીએ કહ્યું કે એ તો રેવન્યુ કમિશ્નર સાહેબ જેવા લાગે છે. એ જ નીકળ્યા. અરસપરસ નમન કર્યું. પિતે મુંડકાવેરા સંબંધની વ્યવસ્થા કરવા પધાર્યા હતા. અમારા સાથીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યાઃ “ઉજજડ ગામની જમીન માપવા પધાર્યા હતા !”
આ ઉપરથી અસહકારને ખ્યાલ આવી શકે છે.
પણ-આમ થવાથી તે પિ. એજન્ટ ચીડાયા. અને તેમણે (સી. સી. ટસને) ૬ મહિને ફેંસલે આ કે:-“જૈનોએ ઠાકરશ્રીને વાર્ષિક ૧ લાખ રૂપિયા રખોપા તરીકે આપવા.' તેમના મનમાં એમ કે-આ ઠરાવથી જેને ગભરાશે, અને અસહકાર છેડશે. પણ એમની એ ધારણું ખટી ઠરી. આપણે અસહકાર વધુ ઉગ્ર બન્યું. અને સંતોષકાષ્ઠ સમાધાન ન થાય ત્યાં સુધી એ અસહકાર એ જ રીતે ચાલુ રાખવાને નિર્ણય લેવા. શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ શાન્તિદાસ આશકરણ વગેરે મહારથી ગૃહસ્થની એક તીર્થરક્ષક કમીટિ સ્થાપવામાં આવી. અને સમગ્ર સંઘમાં તીર્થરક્ષાની ભાવનાથી પ્રેરાયેલા ભાવિકે વિવિધ તપત્યાગ-આરાધનામાં જોડાઈ ગયા. - હવે – પૂજ્યશ્રીની ભાવના જુદી જ હતી. વર્ષોથી ચાલી આવતી પાલિતાણા રાજ્યની . આ રોકટોકને મિટાવવા તેઓશ્રીએ જુદે જ માગ વિચારેલો. અને તે એ હતો કે-- ભાવનગર સ્ટેટની હદમાં તળાજા-કદંબગિરિ થઈને રહિશાળા આવવું. ત્યાં શેઠ આ. ક. ની માલિકીની પુષ્કળ જમીન છે, તેમાં ૧૦૦ ઓરડાની વિશાળ ધર્મશાળા બાંધવી (હિશાળા ગામ એજન્સીની હકુમતનું હોવાથી ત્યાં પાલિતાણું સ્ટેટ કાંઈ કરી શકે તેમ ન હતું). રોહિશાળાની પ્રાચીન પાજે થઈને ગિરિરાજ ઉપર યાત્રાળે ચડવા-ઉતરવાનું રાખવું.૧ જે કે-આ રસ્તે અમુક પગથીયાએ જીર્ણ હતા, પણ તેનું સમારકામ કરી લેવાય તેમ હતું.
એ રસ્તે અર્ધા ડુંગરે આવેલ કનીરામના કુંડ સુધી એજન્સીની હકુમત અને હિશાળાના કામળીયા દરબારોની માલિકી હતી, અને પછી પાલિતાણાની હકુમત હતી. પણ આપણને આ માગે પાલિતાણા સ્ટેટના રક્ષણની જરૂર ન હોવાથી તે રખેવું માગી શકે તેમ ન હતું.” ૧ ગિરિરાજની ૪ પાગ. જયતલાટીની મુખ્ય પાગ, ઉત્તર સન્મુખ. શેત્રુજીની પાગ પૂર્વ સન્મુખ. ઘેટીની
પાગ પશ્ચિમ સન્મુખ, અને રોહિશાળાની પાગ દક્ષિણ સન્મુખ, ત્રણ ગાઉની પ્રદક્ષિણા તથા ૯૯ યાત્રા કરનારાઓ રહિશાળાની પાળે ઉતરે છે, અને ત્યાં પ્રાચીન દેરીમાં પાદુકાના દર્શન કરી, પાછાં ગિરિરાજ ઉપર ચઢી જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org