________________
૧૦૪
શાસનસમ્રાટું
અને ત્યાં જ મને મન તીર્થોદ્ધારને નિર્ધાર થઈ ગયો. એની સાથે એ કાર્ય આરંભ પણ થઈ ચૂકે.
એ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતને પ્રવાહ ધોધમાર વછૂટ્યો. અમૃતનું સિંચન ગમે તેવી નીરસ ધરતીને પણ સરસ અને પલ્લવિત બનાવી દે છે, તો આ તે ઉપદેશામૃતનો ધોધમાર પ્રવાહ હતે. એનાથી કંઈક ભદ્ર પરિણમી છના-કામળિયાઓના હૈયાં આદ્ર બન્યાં. તેઓએ હિંસા વિગેરે વ્યસનો ત્યાગ કર્યો. અરે ! ત્યાં ગામમાં આગેવાન ગણાતા દરબાર આપાભાઈ કામળીયા વિ. તો પૂજ્યશ્રીના પરમશ્રદ્ધાળુ ભક્ત બની ગયા. ખરેખર ! જ્યાં સ્થાવરતીર્થ અને જંગમતીર્થ એ ઉભયતીર્થની પવિત્રતમ છાયા હોય, ત્યાં ક ભદ્રજીવ એમાં આળેટીને પિતાના આત્માને પાવન બનાવવાનું ચૂકે ?
પૂજ્યશ્રીના ઉપદેશથી વ્યસન–મુક્ત બનેલા કામળિયા દરબારો પૂજ્યશ્રીને ઉપકારને બદલે વાળવાની ભાવનાવાળા થયા.
પૂજ્યશ્રી તે દરબારોને લઈને ગિરિરાજ ઉપર પધાર્યા. ત્યાં જઈને દરબાર સમક્ષ તેઓશ્રીએ પિતાની ઇચ્છા વ્યકત કરી કે “આ ગિરિવર ઉપરની અમુક અમુક (અમે પસંદ કરીએ તે) જગ્યા તમે શેઠ આ. ક. ની પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપે. ત્યાં અનેક ધર્મસ્થાને ઉભાં થશે, તેમાં ધાર્મિક કાર્યો થશે, અને તેથી તમારું પણ શ્રેય થશે.” | દરબારો કહે અમારે વેચવી નથી. આપને ભેટ આપવી છે. જે આપ સાહેબ સ્વીકારે તે આ ગામ પણ ભેટ આપવા અમે તૈયાર છીએ. - પૂજ્યશ્રીએ તેમની પરીક્ષા ખાતર જુદા જુદા સ્થાને ૯ પ્લેટે ભારે પરિશ્રમ ઉઠાવીને નક્કી કર્યા. એમાં કેટલાક દિવસે થયા. ત્યારપછી તે વખતના ત્યાંના (ચોક ખાતેના એજ
ન્સીના) થાણદાર શ્રી વખતસિંહજી, કે જેઓ લાલીયાદના ક્ષત્રિય હતા, અને પૂજ્યશ્રીના પરમ-ભક્ત હતા તેમને, ચેક ગામના શ્રાવક વકીલ શ્રીગોવરધનદાસને, જેસરના કામદાર વાસા પાનાચંદભાઈને, તથા અમદાવાદથી શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓને બોલાવીને એ ૯ પ્લેટના વેચાણ દસ્તાવેજ લખાવવાની શરૂઆત કરી. - આ જોઈને કામળિયાઓ બોલ્યાઃ અમે તે પૂજ્ય ગુરૂમહારાજના નામ ઉપર ભેટ આપીએ, પિઢીના નામે વેચાણ નહિ.
પૂજ્યશ્રીએ તેઓને ધાર્મિક નિયમાનુસાર તેમ કરવા ના કહી.
ત્યારે દરબારે કહેઃ જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિજી મહારાજના નામે અકબર બાદશાહે સનદ આપી છે, તે આપને આમાં શું બાધ છે?
પૂજ્યશ્રીએ કહ્યું. “ભાઈ ! હું હીરવિજયસૂરિ નથી, હું તે એમના ચરણની રજ સમાન છુ.”
પણ દરબારોની ભક્તિએ તો હદ કરી. તેઓ કહે: આપ ભલે ગમે તેમ કહે, પણ અમારે મન તે આપ એવા જ મહાપુરૂષ છો. આપશ્રી ભલે આ જમીન ભેટ તરીકે ન સ્વીકારો. પણ દસ્તાવેજમાં આપનું નામ તે જોઈએ જ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org