________________
૧૨૦
શાસનસમ્રાટું
ફક્ત આઠ જ દિવસમાં લગભગ ૧૨૦૦ (બાર) જેટલી સહીઓ “શેઠ આક. પેઢીના તમામ હિતને વાસ્તુ મુખ્ય પેઢી અમદાવાદમાં જ રાખવી. ” એના સમર્થનમાં આવી ગઈ. ક્યાં ૨૫૦, ને ક્યાં ૧૨૦૦ ? આમ ખટપટીયાઓની ધારણું ધૂળમાં મળી ગઈ અને મુખ્ય પેઢી અમદાવાદમાં જ રહી.
આ પછી ચોમાસું પૂર્ણ થયે સં. ૧૯૬૯માં માગશર વદમાં પેઢીનું બંધારણ પુનઃ નવેસરથી રચવાનો નિર્ણય પૂજ્યશ્રીની સમક્ષ થે. અને આ માટે હિંદુસ્તાનના સકલ સંઘને ભેગો કરવાનો નિર્ણય લઈને આમંત્રણપત્ર પણ કાઢવામાં આવ્યું.
હવે પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. આ વખતે તેઓશ્રીના સદુપદેશથી શ્રીચીમનલાલ નામના એક વૈષ્ણવ માસ્તર પ્રતિબોધ પામીને દીક્ષા લેવાને ઉત્સુક થયા. તેઓ “બેડીવાળા માસ્તર તરીકે પ્રસિદ્ધ હતા. તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન બહોળી હતી. અમદાવાદમાં કઈ પણ નવા કમિશ્નર, કલેકટર, વિ. અંગ્રેજ અધિકારીઓ નીમાતા, ત્યારે તેમને અંગ્રેજી દ્વારા ગુજરાતી જ્ઞાન મેળવવા માટે આ માસ્તરની ખાસ જરૂર પડતી. તેઓએ ઘણું અંગ્રેજ અમલદાને (આ રીતે) ગુજરાતી જ્ઞાન આપેલું, તેથી તે વર્ગમાં તેમની ખ્યાતિ સારી પ્રસરેલી. તેમણે પિતાને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આથી પૂજ્યશ્રીને એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના રસાલાવાળા'ના નામે ઓળખાતા બંગલામાં તેમને દીક્ષા આપીને પિતાના શિષ્ય કર્યા, અને તેમનું નામ “મુનિશ્રી ચન્દનવિજયજી” રાખ્યું.
દીક્ષા આપીને પૂજ્યશ્રીએ જોયણી તરફ વિહાર કર્યો. આ વખતે જનતત્ત્વવિવેચક સભાના સભ્યોએ શ્રી થળસેજને છે “રી પાળતે સંઘ કાઢ્યો. અહીં એક જીણું જિનાલય હતું. ત્યાંથી ભેયીજી પધાર્યા. અહીં શ્રીમલ્લિનાથ પ્રભુની યાત્રા કરી. ભેણીમાં કપડવંજને શ્રીસંઘ વિનંતિ કરવા આવતાં, તે તરફ જવા માટે ભોયણુથી કલેલ પધાર્યા.
પૂજ્યશ્રી કપડવંજ તરફ પધારે છે, એવા સમાચાર મળતાં શેઠશ્રી મનસુખભાઈ વિગેરેને લાગ્યું કે જ્યારે અમદાવાદમાં અખિલ હિંદને શ્રીસંઘ એકત્ર થાય છે, અને હિન્દુસ્તાનના સકલ સંઘની પ્રતિનિધિ સમી પેઢીનું બંધારણ નવેસરથી ઘડાય છે, તે વખતે પૂજ્ય મહારાજ સાહેબ અમદાવાદમાં બિરાજમાન હોય, તે ઘણો ફેર પડે. કારણકે દરેક વ્યક્તિઓ ઉપર જેમની પ્રભાવભરી છાયા પડે, તેવા મહાપુરુષ તેઓશ્રી જ છે. માટે તેઓશ્રીની અહીં ખાસ હાજરી જોઈએ.
વળી આ પ્રસંગે શેઠ મનસુખભાઈની ઈચ્છા હતી કે-સંઘ-વ્યવહારથી અલગ એવી કચ્છી કેમને જે આ સંઘ ભેગો થાય છે, તે વખતે સંઘ વ્યવહારમાં દાખલ કરી દેવાય, તે ઘણું સારું. કારણકે-કચ્છી કેમે એ માટે શેઠને વિનંતિ કરી હતી. હવે આ કાર્ય કાઠિયાવાડના આગેવાનેને સહકાર હોય તે જ સફળતાથી પાર પડી શકે. અને કાઠિયાવાડના રાજા જેવા (King of kathiawar) શેઠ અમરચંદ જસરાજ વોરા, વિ. અગ્રણીઓ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા. તેથી પૂજ્યશ્રી તેમને સહકાર આપવા સમજાવે, તે જ આ કાર્ય પાર પડે. માટે પણ પૂજ્યશ્રીની હાજરી અમદાવાદમાં જોઈએ એમ તેમને લાગ્યું.
આથી તેઓ તથા અન્ય આગેવાનો પૂજ્યશ્રીમાનને વિનંતિ કરવા કલેલ આવ્યા. પૂજ્યશ્રીએ પણ લાભાલાભની દષ્ટિએ વિચાર કરીને અમદાવાદ પધારવાની વિનંતિ સ્વીકારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org