________________
૧૫૮
શાસનસમ્રાર્
આ
આજે પણ (પૂ.શ્રી કામળગઢ ગયા ત્યારે) કામળગઢમાં વિદ્યમાન છે. સિવાય બીજા પણ ૪૦-૫૦ જિનમદિરા ખડિયેર હાલતમાં ત્યાં છે. તેમાં સેંકડા પ્રતિમા ખંડિત સ્થિતિમાં પડયા હતા. એક દેરાસરમાં ઢીંચણુના ભાગમાં ખંડિત શ્રીઆદિનાથ પ્રભુની એક માટી પ્રતિમા હતી. તે મંદિરમાં ઢેઢ જાતિના એક માણસ રહેતા હતા. એ જોઇને પૂજ્યશ્રીએ શ્રાવકા દ્વારા તે માણસને ત્યાંથી અન્યત્ર રહેવાની ગોઠવણ કરાવી આપી.
આ બધાં દેરાસરા-ગઢ, વિ.નુ નિરીક્ષણ કરીને પૂજ્યશ્રી મૂછાળા મહાવીરજી જવા માટે નીચે ઉતર્યાં. નીચે ઉતરવાની કેડી એટલી સાંકડી અને વિકટ હતી કે-ચાલતાં ચાલતાં સ્હેજ પણ શરતચૂક થાય, તેા મુશ્કેલીના પાર ન રહે. એવા વિકટ રસ્તે મૂછાળા મહાવીરજી પધાર્યા, ત્યાં યાત્રા કરીને ઘાણેરાવ પધાર્યાં. ૧૫ માસ સ્થિરતા કરી. ત્યારબાદ પૂજયશ્રી સાદડી પધાર્યાં. ત્યાંથી સંઘસમેત રાણકપુરજી યાત્રાર્થે પધાર્યા. ત્યાં દેરાસરમાં રહેલા તમામ ભાંયરાઓનુ નિરીક્ષણ તેઓશ્રીએ કર્યું. તેમાં રહેલા પ્રતિમાજીના દર્શન કર્યાં. ભાંયરામાં ઘણા સમયથી પ્રતિમાઓ હતી, એટલે તેને લૂણા લાગી ગયેલા, તે જોઇને પૂજ્યશ્રીના મનમાં એ બધા પ્રતિમાઆને ભેાંયરામાંથી બહાર કાઢાવીને દેશઆમાં પધરાવી દેવાના વિચાર આન્યા. પણ તે વખતે દેરીએ જીણું –શીણુ દશામાં હાવાથી તત્કાલ તેમ ખનવું અશકય લાગ્યું. પણ રાણકપુરજીના ઉદ્ધારનુ` બીજ આ વખતે તેઓશ્રીના મનમાં પડયું.
પછી સાદડી પધાર્યા, અને સ', ૧૯૭૨નું ચાતુર્માસ તેઓશ્રી સાદડીમાં બિરાજ્યા. પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુમતિવિજયજી મ. આદિ ટીટાઈ ચાતુર્માસાથે પૂજ્યશ્રીની આજ્ઞાથી ગયા.
-*
[૩૭]
જેસલમેર જીહારીએ
ચાતુર્માસ પૂર્વે ખાટાદના વતની અગડીયા લવજીભાઇ જીવણલાલ નામના ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી લાવણ્યવિજયજી રાખીને પેાતાના શિષ્ય કર્યાં. અહીં મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને શ્રીભગવતીજી સૂત્રના યાગમાં પ્રવેશ કરાવ્યા. બીજા' મુનિવરોને પણ અન્યાન્ય સૂત્રોના યાગ વહાવ્યા.
Jain Educationa International
ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી, ત્યારે ઘણેરાવના શ્રીસંઘે આવીને પૂજ્યશ્રીને વિનંતિ કરી કે કૃપાળુ ! આપે ચાતુર્માસ તેા અહીં કયું. બધા લાભ સાડીવાળાને આપ્યા. હવે અમને પણુ કાંઇક લાભ તા અવશ્ય મળવા જ જોઈએ.
તેમના આગ્રહ જોઇને પૂજ્યશ્રીએ મુનિશ્રી વિજ્ઞાનવિજયજીને ઘાણેરાવમાં ગણિ–પન્યાસ પદ્મ આપવાને ક્ષેત્રપનાએ નિર્ણય કર્યો. આ વાતની સાદડી–સંધને જાણ થતાં તેઓએ એ મહાત્સવ સાદડીમાં કરવા માટે ઘણા આગ્રહ કર્યાં. પણ ઘાણેરાવના સંઘને આદેશ અપાઈ ગયેા હેાવાથી તેમાં ફેરફાર કરવાની પૂજ્યશ્રીએ ના ફરમાવી.
ત્યારે સાદડીના સ ંઘે વિન ંતિ કરી કે : સાહેબ ! ગણિ-પંન્યાસપદ્ય – મહેાત્સવ ભલે ઘાણેરાવમાં થાય, પણ અમને ય કાંઇક લાભ તા મળવા જ જોઈ એ. અહી પણ કાંઇક મહાત્સવના પ્રસંગ યાજાવા જ જોઇએ.
For Personal and Private Use Only
www.jainelibrary.org