________________
કાપરડાના પુનરૂદ્ધાર :
૧૯૧
કા'માં ઘણી સ્મૃતિ રાખવા છતાંય ત્રણ વર્ષ માં—આ ચૌમુખા જિનમદિરમાં મૂળ ગર્ભ ગૃહ, ૪ ખાના ૧૨ ગવાક્ષ, શિખરના ત્રણ ખંડ અને મૂળ ગભારાની ચારે તરફ્ છ ખંડ, ૪ વિશાળ ર’ગમંડપ, શાલભ'જિકાઓ, મુખ્યદ્વાર પર ૪ દેરીઓ વગેરે તૈયાર થઈ શક્યુ હતુ, અને હજી કામ ચાલુ હતું.
પણ ધાયું ધરણીધરનું થાય'. સૌના ઉત્સાહ વચ્ચે કામ ચાલતું હતું ત્યારે કુદરતની ઈચ્છા કાંઈ ઓર જ હતી. બન્યું એવું કે-એકવાર રાજ્યના કા પ્રસંગે બહાર જતી વખતે ભંડારીજીએ ઊંઘી ન વાળવાની સૂચના સાથે થેલી પેાતાના સુપુત્ર શ્રીનરસિંહજીને આપી. નરસિંહજી ચતુર હતા, છતાં ભંડારીજીના મનમાં આ વાતની ફિકર રહ્યા કરતી. નરિસ ંહજી ઘરના તથા દેરાસરના કાર્ય -એજ કુશળતાપૂર્વક વહેતા હતા. પણ એકવાર એમાં શૈથિલ્ય આવી ગયુ. મજૂરાને સમયસર પગાર ન ચૂકવવાથી તે તગાદો કરવા લાગ્યા. આથી કંટાળીને તેમણે વ્યગ્રતામાં જ થેલી ઊંધી પાડી દીધી. પૈસા તે પગાર ચુકવાય એટલા નીકળ્યા, પણ એ સાથે જ તેમને વાસ્તવિકતાનુ` ભાન થયું. તેઓ ખૂબ સંતપ્ત બન્યા. પેાતાની ભૂલને તેમને પારાવાર પસ્તાવા થવા લાગ્યા. તેઓએ યતિજી પાસે જઈ ને વ્યતિકર જણાવ્યા અને કહ્યુ` કેકૃપા કરીને આ થેલીને પુનઃ મંત્રસિદ્ધ મનાવે.
યતિવયે સાંત્વના આપતાં કહ્યું: “તમારે આમાં ચિન્તા કરવાની જરૂર નથી. જે થવાનું હતું તે થયું. તમે તેા નિમિત્તમાત્ર છે. અને હવે પુનઃ આ થેલી મ ંત્ર-સિદ્ધ ન બની શકે. કારણકે જો એ સચાગ હાત તેા તમારાથી આવી ભૂલ જ ન થાત. માટે હવે આગ્રહ ન કરશે.”
યતિવરના આ વચનાથી નરસિહજી આશ્વસ્ત બન્યા, પણ તેમને ઉદ્વેગ એ ન થયા. આ બાજી-ભંડારીજી સ્વકાર્ય પતાવીને પાછા ઘરે આવ્યા. તેમણે બધી વાત જાણી. તેએ યતિજી પાસે ગયા, ત્યારે તેમણે તેમને હવે પ્રતિષ્ઠા કરવાના આદેશ આપ્યા.
તેઓએ પ્રતિષ્ઠાની તૈયારી પ્રારંભી. પ્રથમ પ્રશ્ન ઊભા થયા મૂતિ કઇ અને કચાંથી લાવવી ? પણ એના નિકાલ આવતાં વાર ન થઈ. કારણકે-એ દિવસેામાં ત્યાંની એક કુમારિકાને સ્વમ આવ્યું કે: ‘ગામ બહાર કેરના વૃક્ષ પાસે એક ગાયનું દૂધ કાયમ આપમેળે ઝરી જાય છે, એ જમીનમાં શ્રીસ્વય’ભૂપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, અને તે કાલે બહાર નીકળશે.”
સવારે આ સ્વસની વાત કુમારિકાએ પ્રેાતાના પિતાજીને કરતાં તેઓએ તત્કાલ ભડારીજી તથા યતિવય ને એ વાત જણાવી. ભ’ડારીજી પણ સંઘ એકત્ર કરીને વાજતે ગાજતે તે સ્થળે ગયા. જ્યાં ગાયનું દૂધ ઝરતું હતું, ત્યાં જઈને પ્રાર્થના કરી કે હે પ્રભો ! સકલસંધ દર્શન માટે આતુર છે, માટે આપ દર્શન આપે.
અને એકાએક ચમત્કાર સજાયા. જમીનમાંથી શ્રી સ્વયંભૂપાર્શ્વ પ્રભુ સહિત ચાર જિનખિ ં પ્રગટ થયા. સૌ દશ`ન કરીને કૃતકૃત્ય બન્યા. પ્રતિમાઓને મહાત્સવપૂર્વક ગામમાં-જિનાલયે લઈ જવામાં આવ્યા. કહેવાય છે કે આ ચારે મૂર્તિએ એક જ સમયે બનેલી તથા સમાન (નીલ) વી હતી. તેમાંથી ૩ સ્મૃતિએ જોધપુર-સાજત અને પીપાડ એ ત્રણ ગામામાં (૧–૧) પધરાવવામાં આવી, અને સ્વયંભૂપાર્શ્વનાથની પ્રતિમા કાપરડાજીમાં બિરાજમાન કરવામાં આવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org