________________
૧૭૪
શિાસનસમ્રાટ
તથા દેખરેખ માટે “શ્રીકાપરડા તીર્થ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની મંગળ સ્થાપના કરી. પાલીના શ્રીફુલચંદજી નામના એક ગૃહસ્થને પેઢીમાં મુનીમજી તરીકે રાખી લીધા. તેમણે પણ ત્યાં આવીને કાયમી પ્રભુપૂજા શરૂ કરી. ગઢના પ્રવેશદ્વારની ઓરડીઓ સાફ કરી ત્યાંદરખાનામાં જ પેઢીની ગાદી બીછાવી. દેરાસરનું સમારકામ શરૂ કરાવ્યું. તેઓ નીડર તથા કડક સ્વભાવના હોવાથી જાટકે તેમને આમ કરતાં અટકાવી ન શક્યા.
ત્યારબાદ પૂજ્યશ્રી પુનઃ બિલાડા પધાર્યા અને ત્યાંથી સોજત થઈને પાલી પધાર્યા. પાલી–શ્રીસંઘની આગ્રહપૂર્ણ વિનંતિથી સં. ૧૯૭૪ નું ચાતુર્માસ ત્યાં કરવાનું સ્વીકાર્યું. ચોમાસા પૂર્વે–ઘાણેરાવવાળા શ્રીમૂળચંદજી જાવંતરાજજી અહીં પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા, અને તેમણે વિનંતિ કરી કે સાહેબ આપ અહીં પધાર્યા છે, તે મારી ભાવના છે કે-આપશ્રીની નિશ્રામાં એક અઠ્ઠાઈ મહોત્સવ તથા નવકારશી કરવાને લાભ મને મળે.
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “તમારી ભાવના ઘણી ઉત્તમ છે. પણ શ્રીકાપરડાજીના ઉદ્ધારમાં પણ તમારે લાભ લેવાને છે.”
સાહેબ! આપનું વચન મારે પ્રમાણ છે. પણ મારી આ ભાવના મને પૂર્ણ કરવાની ૨જા આપ.”
એટલે પૂજ્યશ્રીએ સંમતિ આપતાં મૂળચંદજીએ પાલીમાં ઘણા ઉલ્લાસથી અઠ્ઠાઈમહોત્સવ તથા નવકારશી વિ. શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. આ પ્રસંગે તેમના ભાગીદાર શ્રી જસરાજજી અનેપચંદજી, સાગરમલજી પિરવાળ તથા સલેરાજજી વિ. આવેલા. તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી કાપરડાજી માટે રૂ. સાડા ત્રણ હજાર નોંધાવ્યા. મૂળચંદજીએ સાડા સત્તરસે રૂપિયા આપ્યા. બિલાડાવાળા પનાલાલજી વગેરેએ પણ ટીપમાં સારી રકમ નોંધા વતા લગભગ છ હજારની ટીપ થઈ
આ બાજુ-ચોમાસામાં અમદાવાદથી શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ પૂજ્યશ્રીને વાંદવા માટે આવ્યા. તેમને ઉપદેશ કરતાં તેઓએ રૂ. ૩ હજાર જીર્ણોદ્ધાર માટે આપ્યા. એટલે કુશળ સોમપુરા દ્વારા કાપરડાઇને જીર્ણોદ્ધાર શરૂ થયો. ચારે મજલે પ્રતિમાજી સ્થાપન થઈ શકે, તે માટે પબાસણ-ગાદી વગેરે વ્યવસ્થિત કરવામાં આવ્યું.
હવે-શ્રી પનાલાલજી, શ્રી ધૂલાચંદજી રાંકા, ગજરાજજી સીંધી, જાલમચંદજી વકીલ, વગેરે જુદા જુદા ગામના અગ્રણી ગૃહસ્થ પાલી આવ્યા, અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કે – ચોમાસા પછી આપ સાહેબના પવિત્ર હસ્તે જ આ તીર્થની પ્રતિષ્ઠા થવી જોઈએ.
પ્રતિષ્ઠાની વાત વિચારતાં પૂજ્યશ્રીના ચિત્તમાં એવી ભાવના થઈ કે “કાપરડાજીની ઉન્નતિ તથા પ્રસિદ્ધિ સવિશેષપણે ત્યારે જ થાય કે જ્યારે કઈ ભાવુક આત્મા સંઘ લઈને ત્યાં જાય, અને હજારો આત્માઓ એ તીર્થની યાત્રા કરે. કારણ કે-સંઘમાં આવેલા હજારો આત્માઓના હૃદયમાં તીર્થનું જ એક ધ્યાન હેય, અને તે ધ્યાનના પ્રભાવે એ તીર્થક્ષેત્રનું માહાસ્ય પણ જાગૃત બને.”
અને–“કાદશી માવના , fસમિતિ તાદશી.” જેવી જેની ભાવના, સિદ્ધિ પણ એને એવી મળે જ. પૂજ્યશ્રીની આ પવિત્ર ભાવના સદ્યઃ ફળી. ફધીવાળા શ્રાવકવર્ય શા. કિશનલાલજી સંપતલાલજી કે જેઓ પાલીમાં રહેતા હતા, તેમને કાપરડાજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org