________________
૧૬૪
શિવલાલજી કાચરે તપાગચ્છના ઉપાશ્રય ખંધાવવાનું નક્કી કર્યું.
અને શિવદાનજી કાનુગાએ એક ધમ શાળા બંધાવી આપવાના નિર્ણય કર્યાં. ત્યાર પછી એ ત્રણેય ગૃહસ્થા તરફથી લાધીમાં દેરાસર-તપગચ્છીય ઉપાશ્રય તથા ધર્મશાળા બંધાયા.
શાસનસમ્રાટ્
ખરતરગચ્છીય આગેવાન શ્રી સૌભાગ્યચંદજી ગુલેચ્છાને સામાયિક કરવાની રૂચિ ઘણી હતી. તેથી તેઓ પૂજ્યશ્રી પાસે આવીને સામાયિક કરતા. અને કરેમિભ ંતે !' પણ પૂજ્યશ્રીના શ્રીમુખે જ ઉચ્ચતા. હવે-ખરતરગચ્છમાં સામાયિક લેતી વખતે ૩ વાર કરેમિલ તે’ ઉચ્ચરવાના વિધિ છે. જયારે તપગચ્છમાં એક જ વાર ઉચ્ચરવાના વિધિ છે. તદ્દનુસાર પૂજ્યશ્રી એકવાર ઉચ્ચરાવતા. આ જોઈને ખીજાં ખરતરગીય ભાઈ આ સૌભાગ્યચ દજીને એ વિષે ઢકાર કરવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યુ': પૂ. મહારાજ સાહેબના શ્રીમુખે એક જ વખત પણ આવા શુદ્ધ અને પવિત્ર શબ્દો સાંભળવા કયાંથી મળે ? મને તે વાર પણ ‘કરેમિભંતે’ સાંભળીને ખૂબ આહ્લાદ થાય છે.”
તેઓશ્રીના શ્રીમુખથી એક
આવા હતા એ ભદ્રપરિણામી અને આગ્રહમુકત શ્રાવકેા.
લેધીમાં એક આશ્ચર્યકારક ખીના એ બની કે-પૂજ્યશ્રી જ્યારે વ્યાખ્યાન-સમયે વ્યાખ્યાનની શરૂઆત કરે, ત્યારે પાટની સામેની દિવાલના એક નાના ગાખલામાં એક પારેવુ (કન્નુતર) આવીને સ્થિર બેસી જતુ' અને વ્યાખ્યાન પૂર્ણ થાય કે તરત જ ઉડી જતું. આવું એક-બે દિવસ નહિ, પણ પૂજ્યશ્રી જ્યાં સુધી લેાધીમાં રહ્યા, ત્યાં સુધી કાયમ વ્યાખ્યાન સમયે એ પારેવું આવીને વ્યાખ્યાન સાંભળતું. અનેક ગૃહસ્થા તથા મુનિવોએ એ નજરે જોયેલી વાત છે. જોનારાને પ્રતીતિ થતી કે–તિય ચમાં પણ કોઈ પૂર્વ સંસ્કારના પ્રભાવે સંજ્ઞા અને સમજણુ હોય છે.
લેાધીમાં રથયાત્રાના રથ-ઇન્દ્રધ્વજ વિ. સાધના નહાતા. તે કરાવવા માટે પૂજ્યશ્રીએ શ્રીસંઘને ઉપદેશ આપ્યા. વિશાળહૃદયી પૂજ્યશ્રીએ વિચાયુ` કે અહી’૮૪ ગચ્છના ઉપાશ્રય છે, સંઘમાં પણ વિવિધગચ્છીય શ્રાવક છે, તેા આ રથયાત્રાના સાજ પણ ૮૪ ગચ્છને થાય, તે ઘણું ઉત્તમ થાય.
તેઓશ્રીએ સંઘને એ વિચાર જણાવીને રથયાત્રાને સાજ કરાવવા માટે સર્વાંગચ્છીય ટીપ શરૂ કરાવી. એમાં તપગચ્છ, કમળાગચ્છ વિ. ગાની માન્યતાવાળા ભાવિકોએ સારી રકમ ભરાવી.
અહી કમળાગચ્છના યતિશ્રી પ્રેમસુ ંદરજી હતા. તેએ પૂજ્યશ્રીની સેવા માટે આવતા. તપાગચ્છના યતિ શ્રીકેશરીસાગરજી હતા. તે ખૂબ અનુભવી અને વયાવૃદ્ધ હતા. તેઓ પણ પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યબુદ્ધિથી સેવા કરવા આવતા. તપગચ્છના દેરાસરના વહીવટ તેમના હસ્તક હતા, તે પૂજ્યશ્રીએ સ ંઘને સોંપાવી દીધા.
અહી યતિએ હસ્તલિખિત પુસ્તકો વેચવા આવતા. મથેણ જાતિના લેાકેા પણ જૂના પુસ્તકે વેચવા આવતા. તેએ તાળી તાળીને પુસ્તકે વેચતા. પૂજ્યશ્રી પાસે તેઓ આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને સરસ્વતીને તાળવાની' ના પાડી, અને લેાકેાની ગણત્રી કરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org