________________
શાસનસમ્રાટ્
શેરીસામાં શ્રી સઘસમેત ૩-૪ દિવસ સ્થિરતા કરી. દરમ્યાન કલેાલવાળા શા. ગારધનદાસ અમુલખને પેલાં 'ડિચેર દશામાં રહેલા દેરાસરવાળી જગ્યા કે જે ગાયકવાડ સરકારના તામાની હતી, તે તેમની પાસેથી વેચાણ લઈ લેવાના ઉપદેશ આપ્યા. ગારધનદાસે પણ તેઓશ્રીના ઉપદેશાનુસાર તે જગ્યા “શ્રી. જૈન તત્ત્વવિવેચક સભા” ના નામે વેચાણ લઈ લીધી, અને તેને પાકો દસ્તાવેજ ‘તત્ત્વવિવેચક સભા'ના નામે કરાવી લીધેા.
૧૪૪
શેરીસાથી લાલ થઈ ને પૂજ્યશ્રી કડી પધાર્યાં. ત્યાંના શ્રીસંઘમાં મતભેદ પડેલા હતા. તેથી શ્રીસંઘને ઉપદેશ આપીને આપસ આપસના એ મતભેદ દૂર કરાવ્યા, અને સંઘમાં એકતા સ્થાપી. એ એકતાની ખુશાલીમાં શ્રીસ ઘે પૂજ્યશ્રીની નિશ્રામાં અઠ્ઠાઈ-મહેાત્સવ ઉજન્મ્યા. ત્યારપછી કડીથી શ્રી ભાયણીજીતીથે યાત્રા કરી, સૂરજ-રાજપરા થઈ ને તેએશ્રી પાનસર પધાર્યાં.
પાનસરમાં થોડા સમય થયા જમીનમાંથી શ્રીમહાવીરસ્વામી ભગવાનની ભવ્ય, પ્રાચીન અને અલૌકિક ચમત્કારિક પ્રતિમા નીકળી હતી. તે અલૌકિક પ્રતિમાના દર્શનાથે હજારો જૈન-જૈનેતર લેાકા આવતા હતા. પૂજ્યશ્રીએ પણ તે પ્રતિમાના દર્શીન કર્યાં. પ્રતિમાની ભવ્યતા સૌ કોઈ ને આકર્ષતી હતી. એટલે પૂજ્યશ્રીએ ત્યાં ઉપદેશ આપ્યા કે આવા અલૌકિક પ્રભુજીને અહી' જ એક ભવ્ય જિનાલય માંધીને પ્રતિષ્ઠિત કરવા જોઈએ.”
ગામના અને બહારગામના ગૃહસ્થાએ એ ઉપદેશ ઝીલ્યુંા. અને એના પરિણામે આજે પ્રભુ મહાવીર દેવના શાસનની ભવ્યતાના પ્રતીક સમા ગગનેાત્તુંગ ત્રિશિખરી પ્રાસાદ પાનસર ગામને તી તરીકે શાભાવી રહ્યો છે.
પાનસરથી વિહાર કરી પૂજ્યશ્રી વડુ પધાર્યા. ત્યાં બે દિવસ સ્થિરતા કરી. બીજે દિવસે રાત્રે ડાંગરવાના શ્રાવક શા. છગનલાલભાઈ આવ્યા. અને પૂજ્યશ્રીને વિન ંતિ કરી કે-આપશ્રી ડાંગરવા પધારે, અને અમારા સંઘમાં બે પક્ષ છે, તેની એકતા આપશ્રી કરી આપે.
આથી પૂજ્યશ્રી પ્રવારે વિહાર કરીને ડાંગરવા પધાર્યા. ત્યાંના શ્રીસંઘને એકત્ર કરીને શાન્તિ અને સંપ માટે ઉપદેશ આપ્યા. પૂજ્યશ્રીના પ્રભાવ જ એવા અપૂર્વ હતા કે તેઓશ્રી જે કાર્ય હાથમાં લે, તે સફળ થાય—થાય ને થાય જ. અહી પણ વર્ષોં જાના ઝઘડાઓ પૂજ્યશ્રીના એક જ વારના ઉપદેશથી શમી ગયા, અને સંઘમાં શાન્તિ સ્થપાઈ.
શ્રીસંઘે ધણુ એ શાન્તિના હર્ષોંમાં આઠેય દિવસના સ્વામીવાત્સલ્યપૂર્વક અઠ્ઠાઈ-મહા ત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજન્મે.
ડાંગરવાથી લીંચ થઈ ને મહેસાણા પધાર્યાં. અહીથી જલ્દી આગળ વધવાની ભાવના હતી, પણ શ્રીસંઘના અત્યાગ્રહથી આઠ દિવસ સ્થિરતા કરી. ત્યાંથી વીસનગર-વડનગર થઈ ને શિવેાર પધાર્યાં.
ઇતિહાસ કહે છે કે આ વડનગરનુ` મૂળ નામ આણુંદપુર નગર હતું. અહીંના રાજા ધ્રુવસેનના પુત્રમૃત્યુને શાક દૂર થાય, તે હેતુથી શ્રી સંઘસમક્ષ મહેસ્રવપૂર્વક પરમપવિત્ર શ્રીકલ્પસૂત્રની વાચના સૌ પ્રથમ અહી થઈ હતી.
અને આ જ વડનગર પ્રાચીન કાળમાં શ્રીસિદ્ધાચળ મહાતીર્થની જયતળાટી”નુ સ્થાન
હતુ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org