________________
મરૂધમાં ધર્મ-ઉદ્યોત
૧૫૧
- તેમણે શેઠ આ. કે. પેઢીના પ્રમુખ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ તથા શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ પાસે જઈને પિતાના ગામની કરુણ બીને તેઓને રડતે હૈયે જણાવી,
માર્ગદર્શન તથા મદદ મેળવવા અમે આવ્યા છીએ.
પણ ત્યાંથી તેમને સંતોષકારક જવાબ ન મળતાં તેઓ પાંજરાપોળ-ઉપાશ્રયે પૂજ્યશ્રી પાસે આવ્યા.
પૂજ્યશ્રી પાસે તેમણે પિતાના ગામની દુઃખપ્રદ વીતકકથા નિવેદન કરી. એ સાંભળીને પૂજ્યશ્રીને ભારે આઘાત થયે. તેઓશ્રીએ એમને આશ્વાસન આપ્યું, અને કહ્યું કે તમે આજે બપોરે અહીં આવજે, સૌ સારા વાનાં થઈ રહેશે
તેઓ પણ આ આશાજનક આશ્વાસન મળવાથી શાન્ત થઈને ગયા. ત્યારપછી પૂજ્યશ્રીએ શેઠ લાલભાઈ તથા શેઠ મનસુખભાઈને લાવ્યા, અને તેમને ગઢબોલના ભાઈઓ આવ્યાની વાત કરીને કહ્યું કે : “એમની વાત આપણે સાંભળવી જોઈએ, અને તેમને સંતોષ થાય એમ કરવું જોઈએ. તમારામાં ગળપણ છે, તે મંકડા આવે છે. તમારામાં આગેવાનીભરી શક્તિ છે, તે લેકે તમારે આશરે શોધતાં આવે છે.”
એ વખતે જ પેલાં ગઢબોલ અને ઘાણેરાવવાળા ભાઈઓ આવી પહોંચ્યા.
એટલે બંને શ્રેષ્ટિવરાએ આ બાબતમાં શી રીતે કામ કરવું ? તે માટે પૂજ્યશ્રી સાથે વિચારણુ કરી. પૂજ્યશ્રીએ તત્ત્વવિવેચક સભાના સભ્યોને લાવીને આ બધી બીના જણાવી.
છેવટે નકકી કર્યું કે અમદાવાદથી વકીલ કેશવલાલ અમથાશા (B.A.L.C.B.)ને આ મારવાડી ગૃહસ્થ સાથે ગઢબેલ મોકલવા, અને તેઓ ત્યાં જઈને આ બાબતમાં ગ્ય કરે.
પૂજ્યશ્રીએ ગઢબોલના ભાઈઓને કહ્યું કેઃ “અહીંથી વકીલ આવે છે, તે તમારે તેમને બરાબર મદદ આપવી પડશે. પછી ત્યાં જઈને આઘાપાછાં થશે તે નહિ ચાલે.” એ ભાઈઓએ એ વાત સ્વીકારી. પૂજ્યશ્રીએ વકીલને પણ યોગ્ય સલાહ-સૂચને આપી દીધા.
આ પછી વકીલ કેશવલાલભાઈ યુરોપિયન પહેરવેશમાં સજ્જ થઈને તે ભાઈઓની સાથે ગઢલ જવા રવાના થયા. તેમની સાથે પટાદાર તરીકે એક ખડતલ ભૈયાને પણ મેકલવામાં આવ્યું. અહીંથી શેઠ લાલભાઈએ પણ પેઢીની સાદડીમાં આવેલી શાખાના મુનીમશ્રી મણીલાલને જણાવી દીધું કે–વકીલ ત્યાં આવે છે, અને તમારે તેમને જોઈતી સગવડ આપવી.
વકીલ સાદડી પહોંચી ગયા. મુનીમ પણ ચાલાક હતા. તેમણે વકીલની જેમ યુરોપિયન ડેસ ધારણ કર્યો, પછી તેઓ બંને ઘોડા પર સવાર થઈ, સાથે બેએક ભૈયાઓને લઈને ગઢબોલ ગયા.
તેમને આવતા જોઈને ગઢબોલના અબુઝ અને બીકણું લેકે (તેરાપંથી તથા મંદિર માગીઓ) ડરના માર્યા આઘાપાછા થઈ ગયા. તેમના મનમાં ફફડાટ પેઠે કે આ યુરોપિયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org