________________
મેવાડમાં મૂર્તિમંડન
૧૫૫
રહેતા શ્રીનારાયણ સુંદરજી શતારાત સામેશ્વરની નાળના રસ્તે ઉંટ દ્વારા સાદડી જઈને પાછાં તે જ રસ્તે ઉંટ દ્વારા રિચર્ડ લઈ આવ્યા.
મુકર્રર થયેલા દિવસ ઉપર પણ એ દિવસ વીતી ગયા, પણ પેલા-ગુલાખચંદ્રજી તા ઉપાશ્રયે ડોકાયા જ નહિ. પૂજ્યશ્રીએ થાણુદારને કહ્યું : જુએ, હજી સુધી કેાઈ સમાચાર આપવા પણ નથી આવ્યું. આથી થાણુદારે ગુલાખચંદને મેલાવી મંગાવ્યા.
હવે બનેલું એવું કે– શ્રીકાળુરામજી મ. પૂજ્યશ્રીની સતામુખી પ્રતિભાથી વાકેફ હતા. અટલે તેએ આવી વાતથી દૂર રહેવા ઇચ્છતા હતા. જ્યારે ગુલાબચંદ્રજીએ તેમની પાસે જઈને શાસ્રાની વાત જણાવી, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા કે : વગર પૂછયે આવું ડહાપણુ કરવાનું તમને કેણે કહ્યું ? જાવ, હું શાસ્ત્રાર્થ માટે નથી આવવાના.
એટલે ગુલાબચંદજી કયે માઢે ઉપાશ્રયે આવે ? પણ જ્યારે થાણુદારે ખેાલાવ્યા, ત્યારે તેએ આવ્યા. વ્યાખ્યાનના સમય હાવાથી ૫૦૦ જેટલી મેદની એકત્ર થયેલી. થાણુદારે શાસ્ત્રાર્થ ખાખતમાં પૂછતાં તેમણે કહ્યું કે: અમારા આચાયજીને તાવ આવે છે, એટલે વિહાર કરીને અહી' નહિ આવી શકે.
ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : જુએ થાણુદાર ! આ આમ કહે છે. જે હાય તે ખરૂ, પણ હવે શું કરવું છે ? તે કહેા.
જવામમાં ગુલામચંદુજી કહે : “સાહેમ ! અમારા ‘આર્યાને શાસ્રા માટે લાવીએ તા કેમ ?” તેમની ધારણા હતી કે – મહારાજજી ધરાર ના જ ભણશે.
પણ પૂજ્યશ્રીએ કહ્યું: “આર્યો–તુરીયા-ચીભડા-સબ લાગે. એ લાના હૈ। સેા લાઓ. આયંકા લાવેગા તે ભી હમ તૈયાર હૈ”” અને પછી થાણુદારને ઉદ્દેશીને કહ્યુ : “આ એ દિવસમાં આયોને અહી' લાવવાનું અને તેની જોડે શાસ્રા કરવાનુ અમને કહે છે. અમે એ માટે તૈયાર જ છીએ. જોકે હજુ સુધી મારી જિંદગીમાં મારે કોઇ દિવસ સ્ત્રી સાથે લવાના પ્રસંગ આવ્યેા નથી, અને આવશે પણ નહિ. પણ આ પ્રસંગ એવા છે કે જેમાં મારે સ્ત્રી સાથે ખેાલવુ પડશે.”
પછી સૌ સમક્ષ નકકી કરીને ગુલામચંદજી ગયા, એમના મેાટા આર્યાજી જે ગામમાં હતા ત્યાં. બધી વાત કરી. તેા આર્યાજીએ તે તેમના ઉધડે જ લઈ નાખ્યું કે : “તમને આવું કરવાના અધિકાર ાણે આપ્યા ? હુ શાસ્ત્રાર્થ કરવા આવવાની નથી ’” આ એ જ આર્યાજી હતા કે-જેએ! ગઢમેલમાં પૂજ્યશ્રીની સામે વ્યાખ્યાન કરવા બેઠેલા. તેઓ તે જ વખતે
સમજી ગયેલા કે આ મહારાજજી પાસે આપણું' કેાઈનુંય ગજું નથી.
ગુલાબચંદજી વીલે મેઢે પાછા આવ્યા. પણ ઉપાશ્રયે ન ગયા. પૂર્વીની જેમ ઠરાવેલા દિવસને એ દિવસ વીત્યા, તે ય કોઇ સમાચાર ન મળવાથી પૂજ્યશ્રીએ થાણુદારને મેલાવીને કહ્યું : આ લોકો કેવા નુઠ્ઠા છે ? શાસ્રાની ડાલી વાતા કરીને ફક્ત અમને હેરાન જ કરે છે.
આ સાંભળીને થાણુદારે ગુલામચંદ્રજીને મેલાવ્યા. આ વખતે ઉપાશ્રય માનવ-સમૂહથી ચિકકાર હતા ગુલાબચંદ્રુજી આવતાં જ પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યાં : કેમ, શું જવાખ લાવ્યા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org