________________
૧૪૯
ભરૂધમાં ધર્મ–ઉત એકેય ધર્મશાળા નથી. તે તમારી ભાવના હોય તો પાલિતાણામાં જાવાલ-સંઘ તરફથી એક ધર્મશાળા બંધાવવાને ઉપગ દેખે”.
પૂજ્યશ્રીના આ વચનને શ્રી સંઘે તક્ષણ વધાવી લીધું, અને તે જ વખતે રૂ. ૬૦ હજારની ટીપ કરી. પછી પૂજ્યશ્રીના માર્ગદર્શનનુસાર જાવાલ સંઘે પાલિતાણામાં શેઠ આ. ક. ના વંડામાં એક ધર્મશાળા બંધાવી, જે આજે પણ જાવાલવાળાની ધર્મશાળા તરીકે ઓળખાય છે. - આ દિવસોમાં મારવાડ-પ્રદેશમાં મૂર્તિવિધીઓનું જોર ઘણું વધી ગયું હતું. ઠેરઠેર મૂર્તિવિધીઓના ગુરૂ ગણતા ઢંઢકપંથી મુનિએ ફરતા, અને મૂતિ–ઉત્થાપનની પ્રરૂપણું કરતા.
આથી શ્રીવરકાણ વિ. “પર” ગામના (ગેલવાડ) પંચે એકત્ર મળીને આને પ્રતીકાર કરવાને નિર્ણય કર્યો, અને પંચના આગેવાને પૂજ્યશ્રી પાસે વરકાણુ તરફ પધારવાનો વિનંતિ કરવા માટે આવ્યા.
પૂજ્યશ્રી પણ તેમની વિનંતિને સ્વીકાર કરીને વરકાણાજી પધાર્યા. આ વખતે સ્થા. મુનિ વક્તાવરમલજી' આદિ ત્યાં હતા.
પૂજ્યશ્રી વાકાણું પધારતાં જ શ્રીપંચે જાજમ નાખી, અને બાવન ગામના પંચને એકત્ર કર્યું. તેમાં શ્રીપંચે નિર્ણય લીધો કે ” સ્થાનકવાસીઓ જોડેને તમામ વ્યવહાર આજથી બંધ છે.” આ નિર્ણય સ્થાનકવાસીઓના જોરને ડામવા માટે સર્વ રીતે પૂરત હતે.
હવે-જે ધર્મશાળામાં પૂજ્યશ્રી ઉતર્યા હતા, તે જ વિશાળ ધર્મશાળામાં નીચેના સામા વિભાગમાં પેલા સ્થા. મુનિઓ ઉતરેલા.
એક દિવસ શ્રવકતાવરમલજી પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ શાંતિપૂર્વક તેમના જ્ઞાનની ચકાસણી કરી. તેઓશ્રીએ પૂછયું કેઃ “કર્મને રસ એટલે શું . આ પહેલા જ પ્રશ્નનો જવાબ એ સ્થા. મુનિ આપી ન શક્યા. અને તે વખતે પૂજ્યશ્રી પાસેથી છૂટવા માટે વૃત્તિમાઝ તરીમ્' ઉભા થઈ ગયા.
ત્યારપછી ફરીવાર તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને તે વખતે શાસ્ત્રાર્થ કરવાની વાત થઈ. બીજા દિવસે શાસ્ત્રાર્થ કરવાનું નિયત થયું. એ દિવસે સંધ્યા સમયે પૂજ્યશ્રીની સાથે રહેતા પંડિતવરશ્રી “શશિનાથ ઝા તેમને (વક્તાવરમલજીને) મળવા ગયા, અને તેઓએ તે મુનિશ્રીને આવતી કાલે શાસ્ત્રાર્થ માટે તૈયાર રહેવાની ટકેર પણ કરી.
ત્યારપછી તે મુનિશ્રી પાસે કેટલાક શ્રાવકે ગયા હશે, તેમને તેઓએ કહ્યું કે અમારા મત વિરૂદ્ધ બેલશે, તે હું કાગડા બનાવી દઈશ.
આ સાંભળીને પેલા ભદ્રિક શ્રાવકે પૂજ્યશ્રી પાસે આવ્યા, અને એ વાત જણાવી. ત્યારે પૂજ્યશ્રીએ તેમને નિભીક રહેવા કહ્યું.
પણ બીજા દિવસે એટલે શાસ્ત્રાર્થ માટે નિયત થયેલા દિવસે વહેલી સવારે એ મુનિશ્રી સપરિવાર વિહાર કરી ગયા. આથી લેકેમાં તેમની અપકીતિ થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org