________________
પેઢીના પૂર્વ ઇતિહાસ
અને તે સંમેલનમાં તીરક્ષા માટે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી, કે જે પેઢીનું નામ ઘણા વર્ષોંથી તીરક્ષા માટે નગરશેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ ચલાવતા હતા, તેનું વ્યવસ્થિત બંધારણ (પ્રોસીડીંગ) ઘડવામાં આવ્યું અને પેઢીના પ્રતિનિધિ તરીકે ભારતના વિભિન્ન પ્રાન્તામાંથી ચૂંટી કાઢીને લગભગ ૧૦૯ સગૃહસ્થાને નીમવામા આવ્યા. અને પ્રમુખસ્થાન નગરશેઠે પાતે જ સંભાળ્યું. પ્રતિનિધિઓની કમિટિએ ઠરાવ્યુ` કે: “પેઢીના પ્રમુખ નગરશેઠ શાંતિદાસના વ’શજ હેાય તે જ મને. અને વહીવટદાર પ્રતિનિધિ અમદાવાદના સ્થાનિક રહેવાસી હાય તે જ બની શકે.” આ રીતે પેઢીની રચનાત્મક અને બંધારણસહિત સ્થાપના થઈ, અને તીર્થોની વ્યવસ્થા સુંદર રીતે થવા લાગી.
સ. ૧૯૪૩ માં શેઠશ્રી પ્રેમાભાઈના સ્વર્ગવાસ પછી પેઢીના પ્રમુખ તરીકે તેમના પુત્ર નગરશેઠ શ્રી મયાભાઈ આવ્યા.
૧૨૯
ત્યારપછી વખતચ' શેઠના વ’શજ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ પ્રમુખ અન્યા. એક ખાહાશ મુત્સદ્દી અને પેઢીના કુશળ સુકાની તરીકે તેઓ વિખ્યાત હતા. તેમની કા - દક્ષતાથી બ્રિટીશ સરકારે તેમને ‘સરદાર’તુ ખરુદ આપેલુ. ગમે તેવા સંચાગેને પણ અદ્ભુત કુશળતાપૂર્વક પાર ઉતારવા, એ તેમની જીવનસિદ્ધિ હતી. એને એક જ દાખલા જોઈ એ.
એકવાર બ્રિટીશ હિન્દના નામદાર વાઇસરેય લોર્ડ કર્ઝન આમ્રૂતીના દૃનામે આવ્યા. તે વખતે મુંબઈથી શેઠ વીરચંદ દીપચંદ આદિ ગયેલા. અને અમદાવાદથી આપણા પૂ॰ ચરિત્રનાયકશ્રીની દીર્ઘ દષ્ટિભરી સૂચનાથી શેઠશ્રી લાલભાઇ પણ તે વખતે આબૂ ગયા.
લાડ કાઁન એક ઉત્તમ કલા-પારખુ હતા. તેઓ આમૂના અતિભવ્ય જિનાલય જોઈને છ થઈ ગયા. આષ્ટ્રની કલા-કારીગરી તેમની આંખે વસી ગઈ. આ વખતે દેરાસરા જીણુ થયા હેાવાથી તેના ઉદ્ધારની આવશ્યકતા હતી.
લાડ ક`ને શેઠ પાસે માગણી મૂકી કે “અમને (સ્રરકારને) આ જીણુ દેરાસરાના ઉદ્ધાર કરવા દો.”
જવાખમાં શેઠે નમ્રતાથી કહ્યુંઃ સાહેબ ! એ જીર્ણોદ્ધાર તા અમે જ કરાવી લઈશું. (શેઠ આણુંદજી કલ્યાણુજી વતી).
ત્યારે લાડ કહે: “આ જિનાલયેાના છાંદ્ધાર માટે પુષ્કળ પૈસા જોઈએ. અને એ અમે (સરકાર) ખચી શું. તથા બાહેાશ એન્જીનીયરા પાસે જીર્ણોદ્ધાર કરાવીશ.”
પ્રત્યુત્પન્ન મતિવાળા શેઠ લાલભાઈ એ ગૌરવભર્યાં પ્રત્યુત્તર આપ્યા: “સાહેબ ! ભારતમાં અત્યારે ૨૦ લાખ જૈનો રહે છે. હું ઝોળી લઇને એક એક જૈન પાસે જઇશ, અને તીર્થાંદ્ધાર માટે ૧ રૂપિયાની ભિક્ષા માગીશ. એક પણ જૈન એવા નહિ મળે કે-જે એક રૂપિયેા ન આપે. એટલે ૨૦ લાખ રૂપિયા તા મારી ઝોળીમાં સહેજે ભરાઇ જવાના. એના ઉપયાગ અમે આ દેરાસરાના ઉદ્ધારમાં કરીશું. અને જે શિલ્પશાસ્ત્રજ્ઞ મેામપુરા શિલ્પીઓએ આવાં અબ્દુભુત દેરાસરો માંધ્યા છે, તેના વંશજ અને શિલ્પકલાકુશળ મામપુરા અત્યારે પણ વિદ્યમાન છે. તેઓની પાસે અમે આ દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવીશુ.’”
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org