________________
[૩૪]
તી રક્ષાના આધાર-શાસનસમ્રાટ્
અભિનવ પંન્યાસ–શિષ્યરત્નાદિ પરિવાર સાથે પૂજ્યશ્રીમાન્ કપડવ ́જથી વિહરીને અમદાવાદ પધાર્યાં. શેઠશ્રી માણેકલાલભાઈના લગ્નપ્રસંગે પ૧ છોડના ઉદ્યાપન-મહાત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભારે ઠાઠથી ઉજવાયે.
આ વખતે પૂજ્યશ્રીના અજોડ અને અનુપમ વિદ્વાન્ શિષ્યરત્ન પ્રવંક મુનિશ્રી યશવિજયજી મહારાજ આદિ મુનિરાજે સ. ૧૯૬૯નું ચાતુર્માસ ખેડામાં ખિરાજમાન હતા. શ્રીયશેાવિજયજી મ.ને છેલ્લા કેટલાક સમયથી જીણુ જવરના ઉપદ્રવ રહેતા હતા. અને એમાંથી તેમને ક્ષયના વ્યાધિ લાગુ પડ્યો હતા. એના ઉપચાર તે વખતના પચ્છેગામના ખ્યાતનામ વૈદ્યરાજશ્રી ઈશ્વર ભટ્ટ-કે જેઓ સાધુ-સાધ્વીઓને વિજયપ્રશસ્તિ મહાકાવ્ય વગેરે જૈન સંસ્કૃત કાવ્યગ્રન્થાનું અધ્યાપન પણ વિશદતયા કરાવતા હતા તેઓ કરતા હતા. પણ રાજરાગ ગણાતા એ વ્યાધિ કાબૂમાં આવવાને બદલે વધતા જતા હતા, તેથી મુનિશ્રીની શારીરિક અવસ્થા ગંભીર ખનતી જતી હતી. તેમની ભાવના હતી કે મારે પૂ. ગુરૂમહારાજશ્રીજીના દર્શીન
કરવા છે.”
પૂજ્યશ્રીએ પ'. શ્રીપ્રતાપવિજયજી ગણિવરાદિ મુનિવરશને પ્રથમથી જ ખેડા માકલી આપ્યા હતા. તેઓ તેમની ખડેપગે સારવાર અને શુશ્રુષા કરતા હતા. તેમને લાગ્યું કે–તબીયત ગંભીર થતી જાય છે, એટલે તેમણે પૂજ્યશ્રીને કહેવરાવ્યુ કે; શ્રીયશેાવિજયજી મ. ની તખીયત વિશેષ અસ્વસ્થ બનતી જાય છે. જેમ ગૌતમસ્વામી મહારાજ શ્રીમહાવીર પ્રભુને મરતા હતા, તે જ પ્રમાણે યશેાવિજયજી મ. આપશ્રીનું સ્મરણ કરી રહ્યા છે, માટે આપશ્રી અહી પધારો.
આ સમાચાર મળતાં તુર્ત જ પૂજ્યશ્રીએ મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને સાથે લઈને ખેડા તરફ વિહાર કર્યાં, શેઠશ્રી પ્રતાપસીહ મેાહેાલાલભાઈ આદિ શ્રેષ્ઠિવરો માટર દ્વારા ખેડા ગયા. ત્યાં તેમણે પૂજ્યશ્રી પધારી રહ્યાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રીયશે વિજયજી મ.ને પરમસ તાષ થયા. પણ તેમની તખીયત હવે વધુ ને વધુ અસ્વસ્થ મનતી ચાલી. વૈધરાજો– ડોકટરા પોતપોતાના ઉપચારો કરવામાં, અને તખિયતને કાબૂમાં લેવામાં તલ્લીન હતા. પણ મુનિશ્રીને પાતાને જ જાણે ભાસ થયા હોય, તેમ તેઓ એકાએક સૌના આશ્ચય વચ્ચે સંથારામાં બેઠા થયા. ડોકટર-વૈદ્યને દૂર કર્યાં. પલાંઠી વાળી, ટટાર બેસીને પન્યાસજી મ.ને કહ્યું કે : “તમે મને મહાવ્રત-આલાપક સંભળાવેા.”
પન્યાસશ્રીએ પણ તરત જ આલાપક-આલાવા ખેલવા શરૂ કર્યાં. તેઓ મૂળપાઠ ખેલતા જાય, અને શ્રીયોાવિજયજી મ. તેના સ્પષ્ટ અર્થ કરતા જાય. આવી અસ્વસ્થ તખીયતમાં પણ આવી અપૂર્વ સમાધિ અને આત્મરમણતા એ ખરેખર, પ ંડિતલભ્ય જ છે.
આલાવાનું ઉચ્ચારણ ચાલુ હતુ. સકળસધ ત્યાં હાજર હતા. સૌ કોઈ સ્તબ્ધ બનીને ખડા હતા. પંન્યાસજી મ. છેલ્લા આલાવા પૂર્વવત્ ધીમે ધીમે ખેલતા હતા, તે વખતે મુનિરાજશ્રીએ તેમને સૂચના કરી કેઃ” હવે જલ્દી કરો. વધારે સમય નથી.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org