________________
શાસનસમ્રાટ્
પેટના ખાડો પૂરવા માટે પેાતાના કિ ંમતી પશુ-ધનને માનવ પાણીના મૂલે વેચવા માંડ્યો. સુખ-દુઃખના સંગાથી–નિર્દોષ પ્રાણીએ એને ભારરૂપ લાગ્યા.
૧૧૮
આ વખતે આપણા ચરિત્રનાયકશ્રી અહારની વાડીએ બિરાજતા હતા. વ્યાખ્યાન વાંચવા માટે તેઓશ્રી મેશ શહેરમાં પધારતા.
એકવાર નિત્યનિયમ પ્રમાણે તેઓશ્રી શહેરમાં વ્યાખ્યાનાથે પધારી રહ્યા હતા. સાથે કેટલાક મુનિવર, તથા શા. કેશવલાલ અમથાલાલ વકીલ, શ્રી લક્ષ્મીચં૪ ભૂધર બગડીયા (મેટાદ) વિગેરે શ્રાવકો હતા.
સવારના એ સમય હતા. લેાકેા ઉલ્લાસભેર પ્રાતઃકા આટોપીને સ્ફૂર્તિથી દુનિક કાયક્રમમાં પ્રવૃત્ત થઈ રહ્યા હતા. આ વખતે માર્ગ પર થાડે દૂર એક માણસ ભેંસાના ટોળાને દોરી જતા હતા. સહસા પૂજ્યશ્રીની નજર તેના પર પડી. ભેંસાની ચાલ તથા તેના દોરનારના દેખાવથી તેઓશ્રીને અણુસાર આવી ગયા. તરત જ તેઓશ્રીએ પૂછ્યું: લક્ષ્મીચંદ ! આ ભેંસા કયાં લઈ જવાય છે ? કાણુ લઈ જાય છે ?
લક્ષ્મીચંદભાઈ એ તપાસ કરીને જણાવ્યુ કે લઈ જનાર કસાઈ છે, અને કસાઈખાને વધુ માટે લેસાને લઈ જાય છે.
આ સાંભળીને દયાના મૂર્તિમ ંત અવતાર સમા પૂજ્યશ્રીનું હૈયું દ્રવી ઉઠયુ'. તેઓશ્રીના મનમાં મંથન ચાલ્યું કેઃ રે ! અમ સમા દયા ધર્માંના ઉપદેશક અને પાલક બેઠાં છે, તેાય આ ઘેાર હિંસા થાય ? નહિ, નહિ, નહિ, આ પ્રાણીઓને કેાઈ પણ ભાગે મૃત્યુ-મુખમાંથી ઉગારવા જ જોઈએ. તરત જ તેઓશ્રીએ શ્રીકેશવલાલ વકીલને કહ્યું : વકીલ ! આ નિર્દોષ પ્રાણીઓ કાઈ પણ ભાગે ઉપાયે ખચી જવા જોઈએ, તેમના વધ ન જ થવા જોઈ એ.’
કેશવલાલભાઈ તથા લક્ષ્મીચંદભાઈ એ તત્ક્ષણ તેઓશ્રીના આ વચનના અમલ કર્યાં. પેલા કસાઈ પાસે જઈ ને થાડી સમજાવટથી, ઘેાડી ધાક-ધમકીથી, ભેંસાને છેડાવી લીધી. અને એમને અભયદાન આપીને પાંજરાપાળ મેાકલી આપી. ભેંસે પણ જાણે પેાતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતી હાય, તેમ પૂજ્યશ્રીની સામું જોઈને ભાંભરતી–ભાંભરતી ચાલી ગઈ.
આ બનાવથી પૂજ્યશ્રીના અંતરમાં ઘણું જ દુઃખ થયું. ભેંસાને કસાઈખાને લઈ જવાઈ રહ્યાનું એ દૃશ્ય હજી એમની આંખા સમક્ષ તરવરતું હતું. તેઓશ્રીને થયુ કે; આ તે આપણે જોઈ ગયા એટલે છેડાવી. પણ આવાં તે કેટલાંય નિર્દોષ પ્રાણી પ્રતિદિન હણાતાં હશે ? રે ! આ મૂંગા પ્રાણીઓનું કાણુ ?
આવા વિચારમાં વિચારમાં તેએશ્રી ઉપાશ્રયે પહોંચ્યાં. વ્યાખ્યાન શરૂ થયું. આજે તેઓશ્રીએ જીવદયા વિષે ઇ-ભર્યાં અને સામાના અંતરતલને સ્પશી જાય એવા સ્વરે ઉપદેશ આપ્ચા. હજારોની સંખ્યામાં હણાઈ રહેલા આ પ્રાણીઓના બેલી થવાની તેઓશ્રીએ હાકલ કરી. અને તે જ વખતે જીવદયાની ટીપ શરૂ કરાવી.
ગણત્રીના જ દિવસોમાં તેઓશ્રીના પ્રેરક ઉપદેશના ચમત્કાર સજાયા. મૂંગા પ્રાણીઓને છેાડાવવાની–અભયદાન આપવાની ટીપમાં રૂ. ૧ા લાખ (દોઢ લાખ) નોંધાયાં. અને અભયદાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org